આ દુલ્હાએ કર્યું આવું કામ જેને તમે સપનામાં પણ વિચાર્યું નહિ હોય, આપ્યો ઘણી યુવતીઓને દગો….

0

અમુક સમય પહેલા ઉત્તરાખંડની રહેનારી એક યુવતીએ પોતાના પતિ કૃષ્ણા સેનના વિરુદ્ધ દહેજ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. હલ્દ્વાની પોલીસે તરત જ કારવાહી કરતા આરોપી યુવક કૃષ્ણા સેનને શહેરથી ધરપકડ કરી લીધી હતી. જો કે યુવકની ધરપકડ પછી એક એવી હકીકત બહાર આવી જેને સાંભળીને પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. આરોપી યુવકની સાથે પૂછતાછના દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો કે તે કોઈ પુરુષ નહિ પણ એક મહિલા છે, જેણે બે-બે યુવતીઓ સાથે લગ્ન કરેલા છે. આ હકીકતના સામે આવવા પર હર કોઈ હેરાન છે..

આ મહિલા પુરુષના નકલી વેસ માં લોકોને ધોખો આપી રહી છે. આ મહિલાનું સાચું નામ કૃષ્ણા સેન નહિ પણ સ્વીટી સેન છે. આ મહિલાએ બે-બે યુવતીઓ સાથે લગ્ન કરીને પછી તેની પાસેથી લાખો રૂપિયાના દહેજની વસૂલી કરી છે. સ્વીટી નામની આ મહિલા પુરુષના રૂપમાં પોતાની પત્નીઓને ડરાવી-ધમકાવી રાખતી હતી. સાથે જ પોતાની મરદાનગી સાબીત કરવા માટે તેઓની સાથે માર-પીટ પણ કરી હતી.મીડિયા રિપોર્ટ્સના આધારે બિજનૌરની રહેવાસી સ્વીટીએ વર્ષ 2013 માં કૃષ્ણા સેન નામની એક નકલી ફેસબુક આઈડી બનાવી હતી. તેમાં તેણે પોતાની અમુક તસવીરો પોસ્ટ કરી જેમાં તે પુરુષની જેમ દેખાઈ રહી હતી. અમુક જ સમયમાં તેણે આ આઈડી ની મદદથી છોકરીઓ સાથે દોસ્તી કરી હતી.આ દરમિયાન તેણે થોડી ચતુરાઈથી અમીરી દેખાડીને કાઠગોદામની એક યુવતીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધી. વર્ષ 2014 માં આ યુવતી સાથે લગ્ન કરીને દહેજ માટે તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેણે પોતાની પહેલી પત્નીથી વધુ પૈસા મેળવ્યા હતા.
સ્વીટીનો ધોકેબાજીનો સિલસિલો અહીં ન રોકાયો અને વર્ષ 2016 માં તેણે એક અન્ય છોકરીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેના પછી હલ્દ્વાનીમાં એક ભાળાના મકાનમાં રહેવા લાગી હતી, આ દરમિયાન તેની બીજી પત્નીને તેના હકીકતની જાણ થઇ. સાથે જ તેની પહેલી પત્નીએ જ્યારે તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે જઈને મામલો સામે આવ્યો.

જાણવામાં આવ્યું છે કે આ જુર્મમાં સ્વીટીના પરિવારના લોકો પણ શામિલ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!