જો તમે કરોડપતિ બનવા માંગો છો ? તો ઘરમાં આ જગ્યા પર રાખો પૈસા, પછી જુવો

0

વાસ્તુશાસ્ત્રમાં એ વાત ખૂબ જ વિસ્તાર પૂર્વક બતાવવામાં આવી છે કે, ઘરમાં કઈ જગ્યાએ પૈસા રાખવાથી ઘરમાં શાંતિ ને પૈસાની વૃદ્ધિ થતી રહે. જેના કારણે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. વાસ્તુમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, કઈ દિશામાં પૈસા રાખવાથી ઘરમાં લક્ષ્મીની રેલમછેલ રહે.

વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવ્યુ છે કે જો યોગ્ય દિશામાં પૈસા રાખવામાં ન આવે તો, પૈસાની આવકમાં વધારો થશે કે ન ઘટાડો. મતલબ એ કે તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપાથી ધન સ્થિર રહે છે. આર્થિક બાબતમાં કોઈ સુધારો વધારો નથી થતો. એટ્લે કે આવી પરિસ્થિતિમાંથી બચવા માટે આજે જ જાણી લો પૈસા મૂકવાની યોગ્ય દિશા.

અહીંયા પૈસા મુકશો તો પ્રગતિમાં થશે વધારો :

વાસ્તુશાસ્ત્ર મુજબ, જો ઘરમાં ધન રાખવાની માટે પૂર્વ દિશાને એકદમ યોગ્ય રહે છે.પરંતુ કઈ દિશામાં ધન રાખવું જોઈએ એ પણ જાણી લેવું જોઈએ. જેનાથી વાસ્તુના કારણે તમારી પ્રગતિ થતી ક્યારેય અટકશે નહી.

તમે જે અલમારીમાં ધન મૂકી રહ્યા છે. તે અલમારી પર કોઈ બ્રીફકેસ કે વજનવાળો સામાન ક્યારેય મૂકવો નહી. એવું પણ બને છે કે ક્યારેક જગ્યાની કમીના કારણે કે પછી વધારે સામાનના કારણે અલમારી ઉપર ભારે સામાન મૂકી દો છો. જેના કારણે પ્રગતિ થતી અટકી જાય છે.

એટલું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં જે જગ્યાએ રૂમમાં કે બહાર પૈસા મૂકવાની અલમારી હોય ત્યાં હમેશા સફેદ અથવા ક્રીમ કલર જ કરવો જોઈએ. આમ કરવાથી દિવસે ને દિવસે ધનની વૃદ્ધિ થશે.

જો પૂર્વ અને દક્ષિણ દિશામાં એટ્લે કે અગ્નિ ખૂણામાં ધન મૂકવાની ઘરમાં કારણ વગરના ખર્ચાઓ જ થાય છે. અને ખોટો ધનનો વ્યય થાય છે. તેમજ પૈસાનો એટલી તેજીથી વ્યય થશે કે દેવું પણ થઈ શકે છે. જો તમે વાસ્તુ અને શુભ મુરત જોઇને જ કોઈ કાર્ય કરો છો તો તમારું ધન હશે તેટલું જ રહેશે. ખૂબ મહેનત કરવા છતાં પણ પ્રગતિ પણ નહી થાય ને પૈસો પણ નહી દેખાય.

જે તિજોરી કે કબાટમાં તમે પૈસા રાખો છોએને હમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પડતાં ખૂણામાં જ રાખવી જોઈએ. એ પણ દીવાલને અડીને જ . તેમજ કબાટ કે તિજોરી ખોલતા જ પૂર્વ દિશા તરફ તિજોરીનું મો ખૂલવું જોઈએ. જેનાથી ધનની વૃદ્ધિ થશે. કેમકે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે. જે પ્રગતિનો કારક છે. અને ઉતર દિશાનો સ્વામી કુબેર છે જે ખુદ ધનના દેવતા છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!