આ ડાયટ પ્લાનથી 4 દિવસમાં 3 કિલો ઘટશે, ભોજન પણ નહીં કરવું પડે બંધ….ટિપ્સ વાંચી લો કામ લાગશે

0

ભોપાલના આયુર્વેદ એક્સપર્ટ અને હેલ્થના વિષયો પર 10 થી વધારે પુસ્તક લખી ચૂકેલા ડૉ. અબરાર મુલતાની એક એવા ડાયટ પ્લાન વિશે જણાવે છે, જેનાથી 4 દિવસમાં આપનું 3 કિલો વજન ઘટી શકે છે. આની સૌથી સારી વાત એ છે કે તમારે દરરોજનું જમવાનું નહીં છોડવું પડે. આમાં મોટાભાગે તમારે ઘરનું જ ભોજન લેવું પડશે. આવો જાણીએ આ ડાયટ પ્લાન વિશે. આ ડાયટ પ્લાનમાં મેટાબોલિઝમને સવારથી જ વધારવામાં આવે છે એટલે વેઇટ લોસ જલ્દી થઈ શકે. એટલે થોડી થોડી વારમાં ખાવાનું હોય છે. આ ડાયટને ચાર દિવસ સુધી ફોલો કરો.સવારનું પીણું

આ માટે તમારે એક ટૂથપિક લેવી પડશે. જેને ખાવાના ચંદનના તેલમાં ડૂબાવો અને પછી 50 ML પાણીમાં એ ટૂથપિકને ડૂબાવો અને ત્યારબાદ એ પાણી પી જાઓ. પાણી નવશેકું હોવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ ભૂખ્યા પેટે દવા લે છે તો પહેલા દવા લઈ લેવી જોઈએ અને બાદમાં પાણી પીવું.

મેથી

હવે તમારે એક ચમચી મેથીના દાણા લેવાના છે. રાત્રે જ આ મેથીને પાણીમાં રાખીને સવારે પાણી ફેંકી દો અને મેથીને ચાવીને ખાઈ લો. તમારે આમ ભોજન પહેલા દરેક વાર કરવું પડશે. એટલે વધારે મેથી પાણીમાં પલાળી દો. આમ કરવાથી મેથી માંથી ગરમી નીકળી જાય છે.

# બ્રેકફાસ્ટ

ફ્રૂટ્સ

હવે તમારે ફ્રૂટ્સ ખાવા પડશે. જો તમારી અપર બોડી હેવી છે અથવા આખી બોડીમાં એક જેવું ફેટ છે તો તમારે શુગરી ફ્રુટ જેવા કે કેરી, કેળા, દ્રાક્ષ જેવા 100 ગ્રામ ખાવા પડશે. જો લોઅર બોડી હેવી છે તો પાઈનેપલ અને કાચું નારિયેળ ખાવું પડશે.

સલાડ
હવે આપને 100 થી 150 ગ્રામ સલાડ ખાવું પડશે. આમાં તમે કોઈપણ ગ્રીન સલાડ ખાઈ શકો છો. કાકડી ખાતા સમયે એના બીજ નીકળી દેવા જોઈએ. સલાડ ખાઈને 15 મિનિટ પછી ફરી આપને મેથી ખાઈને પાણી પીવું પડશે.

બે રોટલી અને શાક

હવે 15 મિનિટ બાદ આપને બે રોટલી ખાવી પડશે. રોટલી તૈયાર ઘઉંના લોટ અને ઘંટીના લોટની હોવી જોઈએ. શાકભાજીમાં બટાટા, ગવાર ફળીને છોડીને કોઈપણ શાક ખાઈ શકો છો. રોટલી પણ દોઢ ચમચી ઘી લગાવવું પડશે. રોટલી ખાધાના 15 મિનિટ પછી તમારે ગ્રીન ટી પીવાની રહેશે.

લંચથી પહેલા
લંચ પહેલા તમારે 100 ગ્રામ ફ્રુટ ખાવું પડશે. આમાં તમે તરબૂચ, દાડમ અથવા પપૈયું લઈ શકો છો. આના 15 મિનિટ પછી તમારે 100 ગ્રામ સલાડ ખાવો પડશે અને એના પંદર મિનિટ પછી મેથી લેવી પડશે.

લંચ
લંચમાં ઘંટીના લોટવાળી મોટી રોટલી લેવાની રહેશે. કોઈ પણ શાકમાં બટાટા ન હોવા જોઈએ.

ડીનરથી પહેલા

ડીનરથી પહેલા તમે ચાય અને મમરા લઈ શકો છો. 50 ગ્રામ સિંગ પણ ખાઈ શકો છો. 20 ગ્રામ અખરોટ પણ લઈ શકો છો. ચાયમાં ખાંડ ન હોવી જોઈએ. ત્યારબાદ એક ચમચી મેથી ફરી ખાવી પડશે.

ડીનર

ડિનરમાં તમેં દાળ જેમાં મગ કે મસૂરની દાળ લઈ શકો છો. તેને બાફીને તડકો લગાવો. જો તમે 4 દિવસ સુધી દાળ ખાવા નથી માંગતા તો 75 ગ્રામ ટોફુ કે પનીર લઈ શકો છો. આને હળવું તેલમાં ફ્રાય કરો અને મરચું મીઠું નાંખો અને ખાઓ. આમાં તમે સિમલા મરચા પણ નાંખી શકો છો. આમાં લીંબુ નથી નાખવાનું અને ત્યારબાદ લાસ્ટમાં ગ્રીન ટી લો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here