આ દેશોમાં સજાતિય સંબંધ મોટો અપરાધ, વાંચો આર્ટિકલમાં કયા-ક્યાં દેશમાં મળે છે મોતની સજા..


અમે વાત કરી રહ્યા છીએ શરીરની ઉત્તેજનાની. ઉત્તેજનાને સંતોષવા માટે દરેકને કોઈ અન્ય શરીરની આવશ્યકતા રહે છે. જેમ કે કોઈ એક યુવક અને યુવતી એકબીજા પ્રત્યે આકર્ષાય છે ત્યારે થતી ઉતેજનાને એકબીજા દ્વારા સંતોષવી જરૂરી છે. જો કે આપણા દેશમાં આ રિશ્તો માત્ર લગ્ન પછીજ યોગ્ય માનવામાં આવે છે.

દુનિયામાં ઇન્સાનની બે જાતી હોય છે. એક મહિલા અને બીજો પુરુષ. મહિલા અને પુરુષને એકબીજા પ્રત્યે આકર્ષણ થાતું હોય છે. પણ દુનિયામાં અન્ય લોકો એવા છે કે જેઓ એકબીજા પ્રત્યે આકર્ષિત થતા નથી. એટલે કે તેઓ વિજાતીય સંબંધમાં નહિ પણ સજાતીય સંબંધમાં આકર્ષણ રાખે છે. જેમકે મહિલાને અન્ય મહિલા અને પુરુષને અન્ય પુરુષ પ્રત્યે આકર્ષણ થાય છે. જમાં પુરુષને ‘ગે’ અને મહિલાને  ‘લેસ્બિયન’ તરીકે ઓળખવામાં આવે છે.

પણ આ કોઈ રોગ કે બીમારી નથી આ એક જન્મજાત સમસ્યા છે. માટે સરકારે આ સંબંધને માન્ય રાખવાનો નિર્ણય કરી લીધો છે. પણ દુનિયામાં અન્ય દેશો એવા છે કે જ્યાં આજે પણ આ સંબંધને માન્ય ગણવામાં આવતું નથી. દુનિયાના 72 દેશોમા તેને માન્ય ગણવામાં આવતું નથી સાથે જ 45 દેશો એવા છે જ્યાં મહિલાઓ વચ્ચેનો સંબંધ ગેરકાયદેસર માનવામાં આવે છે.

 આવા દેશોમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે જેમ કે ઈરાન, સૂડાન, સાઉદી અરેબિયા, યમન, સોમાલિયા, નાઇજીરિયા, ઈરાક, અને સીરિયા. ઈન્ટરનેશનલ લેસ્બિયન, ગે, બાઈસેક્શુઅલ, ટ્રાંસ એન્ડ ઈન્ટરસેક્સ એસોસિએશન (આઇએલજીએ)નું કહેવું છે કે આ દેશમાં સજાતીય સંબંધ એક અપરાધ માનવવામાં આવે છે. તે છતાં પણ લોકો આ કામ કરે તો જેલ થઈ શકે છે. સાથે જ ઘણી વાર આવા લોકોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

સાથે જ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા વગેરે જેવા દેશોમાં પણ સજાતીય સંબંધને અપરાધ માની કઠોર સજા આપવામાં આવે  છે. કેમકે ત્યાના લોકો તેમને આ બાબત પ્રકુતિ વિરુદ્ધનું કામ માનવામાં આવે છે.

રીપોર્ટની જાણકારી પ્રમાણે 120થી વધુ દેશોમાં સમલૈગિકતાને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ લૈગિક અભિમુખતા અને લેંગિક ઓળખના મુદ્દા પર દુનિયાભરમાં આશ્ચર્યજનક પ્રગતિ પણ થઇ છે. જાપાનમાં વર્ષના અંત સુધીમાં સમાન લિંગ વચ્ચે લગ્નની કાયદાકીય મંજૂરી આપવી કે નહીં તેની મંજુરી મતદાનાં આધારે નક્કી કરવામાં આવશે. સાથે જ માલ્ટા 24મો દેશ છે જ્યાં સમલેંગિક મેરેજને માન્યતા આપવામાં આવી છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આ દેશોમાં સજાતિય સંબંધ મોટો અપરાધ, વાંચો આર્ટિકલમાં કયા-ક્યાં દેશમાં મળે છે મોતની સજા..

log in

reset password

Back to
log in
error: