ભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની સાથે કાર્ય હતા લગ્ન, અને …

0

ઇન્ડિયન ટિમ ના વિકેટકીપર, બેટ્સમેન દિનેશ કાર્તિક હાલમાં જ 32 વર્ષ ના થઇ ચુક્યા છે. દિનેશ કાર્તિક એ ચેમ્પિયન્સ ટ્રોફી ના બીજા વૉર્મઅપ મૈચ માં બાંગ્લાદેશ ના વિરુદ્ધ 77 બોલ પર 94 રન બનાવ્યા હતા. કાર્તિકની પર્સનલ લાઈફ ખુબ જ ઉતાર-ચઢાવ વાળી ભરેલી છે. તેને પોતાના જ ટિમ ના ખિલાડી મુરલી વિજય દ્વારા દગો મળ્યો હતો. જણાવી દઈ એ કે વર્ષ 2007 માં કાર્તિકના લગ્ન પોતાની બાળપણ ની મિત્ર નિકિતા સાથે થયા હતા.IPL-5 માં મુરલી વિજય-અને નિકિતાની થઇ હતી પહેલીવાર મુલાકાત-તમિલનાડુ ના સ્ટાર વિકેટકીપર દિનેશ કાર્તિક અને ટિમ ઇન્ડિયા ના ઓપનર મુરલી વિજય એક સમયે ખુબ સારા એવા મિત્રો હતા. બંને એ એકસાથે જ ફર્સ્ટ કલાસ ક્રિકેટ મેચ રમ્યો હતો. આઈપીએલ માં પણ અમુક સમય સુધી આ ખિલાડી સાથે રમ્યા હતા, પણ તેના પછી થયું કઈક એવું કે બંને ની મિત્રતા અચાનક જ તૂટી ગઈ. આ મિત્રતા તૂટવાનું કારણ મુરલી વિજય છે કેમ કે તેમણે દિનેશ ની પત્ની સાથે રિલેશન શરૂ કરી દીધું હતું, વર્ષ 2012 માં આઇપીએલ-5 ના દરમિયાન કાર્તિક અને નિકિતા સાથે હતા. તે જ સમયે મુરલી વિજય ની ઓળખ દિનેશની પત્ની સાથે થઇ હતી. જેના પછીથી નિકિતા ચુપચાપ રીતે મુરલી ને મળવા લાગી હતી, અને અફેયર શરૂ થઇ ગયું હતું. તેના અફેયર ની જાણ થતા જ દિનેશ કાર્તિકે પત્ની નિકિતા થી છૂટાછેડા લઇ લીધા હતા.
તલાક પછી મુરલી વિજય સાથે લગ્ન:
જણાવી દઈએ કે તેના તલાખ ના સમયે દિનેશ ની પત્ની નિકિતા ગર્ભવતી હતી. ખુબ ઉથલ પાથલ થયા પછી તેઓના છૂટાછેડા થયા અને તરત જ પછી મુરલી એ દિનેશ ની પત્ની સાથે લગ્ન કરી લીધા.દિનેશ કાર્તિકે કર્યા દીપિકા પલ્લિકલ સાથે લગ્ન:તેના પછી દિનેશ ના જીવનમાં દીપિકા ની એન્ટ્રી થઇ હતી. દિનેશ અને દીપિકાનું મુલાકાત વર્ષ 2013 માં થઇ હતી. દીપિકા એ દિનેશ ને તેના ખરાબ સમયમાં ખુબ જ સપોર્ટ પણ કર્યો હતો. કાર્તિક એ દીપિકા સાથે ના બે વર્ષના રિલેશન પછી ઓગસ્ટ 2015 માં લગ્ન કર્યા હતા.જણાવી દઈએ કે દીપિકા ક્રિશ્ચિયન અને દિનેશ એક હિંદુ સમાજથી હતા. જેને લીધે બંને એ 18 ઓગસ્ટ 2015 ના દિવસે ક્રિશ્ચિયન અને 20 ઓગસ્ટના રોજ હિન્દૂ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.
જણાવી દઈએ કે કાર્તિક 2004 માં રેગ્યુલર વિકેટકીપર ના રૂપમાં ભારતીય ટિમ માં પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે અત્યાર સુધી 23 ટેસ્ટ મેચો માં 1000 રન બનાવ્યા છે. વન-ડે માં કાર્તિક એ 71 મૈંચો માં 1313 રન બનાવ્યા છે. જયારે દીપિકા એ ગ્લાસગો માં રમવામાં આવેલા 20 માં કોમનવેલ્થ રમતો(2014) માં ગોલ્ડ મેડલ જીત્યું હતું.
જણાવી દઈએ કે ક્રિકેટ મુરલી વિજય એકવાર ફરી પિતા બની ગયા છે. મુરલી વિજય એ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેયર કરી છે. મુરલી એ સોશિયલ મીડિયા પર તસ્વીર અપલોડ કરીને આ બાબતની જાણકારી લોકોને આપી છે. તસ્વીર શેયર કરતા વિજય એ લખ્યું,”બે રોકસ્ટાર!, ખુબ જ સારી ફીલિંગ છે”. જણાવી દઈએ કે મુરલી વિજય ત્રીજી વાર પિતા બન્યા છે. તેનો એક છોકરો અને એક છોકરી છે. ત્રીજી વાર મુરલી વિજય ની પત્ની નિકિતા એ એક દીકરા ને જન્મ આપ્યો છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here