આ છે ટીવી સ્ક્રીનનાં 8 સૌથી દુઃખી કીરદારો, જેના જીવનમાં પરેશાનીઓ આવતી રહી…

0

ટીવી ધારાવાહિક લોકોનું મનોરંજન કરે છે, ખાસ કરીને ઘરે બેઠી મહિલાઓ માટે તે ટાઈમપાસ કરવા માટેનો એકમાત્ર રસ્તો છે. ઘણી ટીવી સીરીયલ્સ તો એટલી લોકપ્રિય છે કે તેના કીરદારોને ખુદ સાથે જોડી લે છે અને તેઓના દુઃખી હોવા પર ખુદ પણ દુઃખી બની જાતી હોય છે. ટીવીના ઘણા એવા ફેમસ કીરદારો એવા પણ રહ્યા છે, જેઓને સીરીયલમાં કદાચ જ ક્યારેક કોઈ ખુશી નસીબ થઇ હોય. મોટાભાગના સમય બિચારા રડતા જ રહેતા હોય છે. અને તેઓના જીવનમાં હર દિન કોઈને કોઈ પરેશાની ઉભી થઇ જ જાતી હોય છે. આવો તો તમને રૂબરૂ કરાવીએ આવા હેરાન-પરેશાન દુઃખી કીરદારો ને.

1. તુલસી વીરાની:સ્મૃતિ ઈરાનીને એકતા કપૂરની સીરીયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં તુલસી વીરાનીનાં કિરદારથી જ ઘરે ઘરે ઓળખ મળી હતી. આ સીરીયલમાં તુલસી હંમેશા મુશ્કિલ માં જ રહી હતી. પતિની મૌત બાદ બીજા લગ્ન માટે તૈયાર તુલસીને જાણ થાય છે કે તેનો પહેલો પતી એટલે કે ‘મિહિર’ જીવિત છે. ક્યારેક પોતાના જ દીકરાને મારવો પડતો. પરિવાર માટે હંમેશા ત્યાગ કરનારી તુલસીનો કિરદાર સીરીયલમાં ક્યારેય ખુશ જ ન રહી શક્યો,  હંમેશા કોઈ ને કોઈ દુઃખ અને પરેશાની તેના જીવનમાં આવી જ જતી હતી.

2. પાર્વતી:એકતા કપૂરની ધારાવાહિક સીરીયલ ‘કહાની ઘર ઘર કી’ માં સાક્ષી તંવરે પાર્વતી નો રોલ પ્લે કર્યો હતો. આ સીરીયલ અને પાર્વતીનો આ કિરદાર બંને જ તે સમયે ખુબ જ લોકપ્રિય બન્યા હતા. તુલસી ની જેમ પાર્વતી પણ પોતાના પરિવાર માટે ત્યાગ કરતી રહે છે. અને હંમેશા દુઃખ અને રેશાનીઓમાં જ રહે છે.

3. પ્રજ્ઞા:ધારાવાહીક ‘કુમકુમ ભાગ્ય’ માં પ્રજ્ઞાનો કિરદાર પણ લોકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યો હતો. બિચારી પ્રજ્ઞાનાં જીવનમાં પણ ક્યારેય શુકુન રહ્યું જ નથી. રોકસ્ટાર સાથે લગ્ન બાદ તેના જીવનમાં મુસીબતોનો પહાડ તૂટી પડે છે. હર દિવસ કોઈને કોઈ પરેશાની ઉભી થઇ જ જાય છે. તે પરફેક્ટ વહુ બનવા માટેની પૂરી કોશીસ કરે છે, છતાં પણ તેને તેના પતી પાસેથી પ્રેમ નથી મળી શકતો.

4. એસીપી પ્રદ્યુમન:આગળના 20 વર્ષોથી સીઆઈડીનાં એસીપી પ્ર્દ્યુમન લોકોના જીવનની પરેશાનીઓ દુર કરતા રહે છે, પણ તેની ખુદની મુશ્કિલ કઈ ઓછી ન હતી.

5. અનુરાગ બાસુ:એકતા કપૂરની સીરીયલ ‘કસૌટી ઝીંદગી કી’ માં અનુરાગ બાસુનો કિરદાર તો યાદ જ હશે. એક અમીર પરિવારનો સંસ્કારી દીકરો, જેના જીવનમાં હંમેશા તુફાન જ રહે છે. અનુરાગ જેને પ્રેમ કરતો હતો તેની સાથે લગ્ન ન કરી શક્યો, અને પોતાની માતા નાં પસંદની છોકરી સાથે લગ્ન કરવા પડ્યા.

6. સીમર:‘સસુરાલ સીમર કા’ ધારાવાહિકમાં સીમરને એક સામાન્ય મહિલા નહિ પણ એક સુપરવુમનનાં રૂપમાં બતાવામાં આવી હતી. જે પોતાના પરિવારની રક્ષા માટે કોઈપણ અસંભવ કામ કરવા માટે તૈયાર રહે છે.

7. ઋત્વિક:‘નાગિન’ સીરીયલમાં સાંપ સાથે લગ્ન કરનારો ઋત્વિકનાં જીવનમાં ક્યારેય શુકન અને ખુશીની પળ આવી ન હતી. બિચારો ઋત્વિક જેણે તેને છોકરી સમજીને લગ્ન કર્યા અને તે એક નાગિન નીકળી અને તેના જ પિતાને મારવા માગતી હતી.

8. પરિધિ:ધારાવાહિક ‘કવચ-કાલી શક્તિઓ કા’ માં બિચારી પરિધિનાં જીવનમાં લગ્ન બાદથી જ મુસીબતો શરુ થઇ ગઈ. કેમ કે એક પ્રેતઆત્મા પરિધિનાં પતિને પ્રેમ કરતી હતી અને માટે તે પરિધિની દુશ્મન બની હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!