આ છે ”તારક મેહતા…” શો ના મુખ્ય કિરદારોની અસલી ફેમિલી…..જુવો ફોટોસ

0

તારક મેહતા કા ઉલ્ટા ચશમા આજના સમયમાં ટીવીનો સૌથી ફેમસ અને ફેવરિટ શો છે. જ્યારે આ શો નવો-નવો ટીવી પર આવ્યો ત્યારે લોકોએ તેને કઈ ખાસ પસંદ કર્યો ન હતો, પણ ધીમે-ધીમે આ શો નો જમાવડો શરૂ થયો અને તે લોકોને ખુબ પસંદ થવા લાગ્યો.સિરિયલની કહાની મુંબઈના ગોકુલધામ સોસાયટી માં રોજિંદા કિસ્સાઓ પર બનાવામાં આવી હતી. આ સીરિયલમાં એ દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે સોસાયટીના લોકો એકબીજા સાથે મળીને દરેક સમસ્યાઓને આસાનીથી સુલજાવે છે અને આ લોકો દરેક તહેવારને સારી રીતે મનાવે છે. આજે અમે તમને આ શો ના મુખ્ય કલાકારોની અસલી ફેમિલી વિશે જણાવીશું.
1. જેઠાલાલ-દિલીપ જોષી:તારક મેહતામાં જેઠાલાલ નો કિરદાર નિભાવીને લોકોને હસાવનારા આ અભિનેતાનો જન્મ મૈં 26 1968 ના રોજ પોરબંદરથી 10 કિમિ દૂર ગોસા નામના એક ગામમાં થયો હતો. દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે અને તેની એક દીકરી નિયતિ અને એક દીકરો ઋત્વિક છે. દિલીપ જોષીએ 12 વર્ષની ઉંમરમાં જ થીએટર માં ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.2. દયા ગડ્ડા-દિશા વાકાણી:
તારક મેહતા માં પોતાના હાસ્ય માટે ફેમસ દિશા વાકાણી નો જન્મ 17 સપ્ટેમ્બર 1978 ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પોતાની સ્કૂલિંગ અને કોલેજ અમદાવાદ થી જ કર્યું હતું. જણાવી દઈએ કે તારક મેહતામાં જોવા મળતો તેનો ભાઈ સુંદર જે હકીકતમાં દિશા નો સગો ભાઈ છે. દિશાએ સ્કૂલના દિવસોમાં ઘણા થીએટર અને ગુજરાતી નાટકોમાં હિસ્સો લીધો હતો.

3. તારક મેહતા-દિશા વાકાણી:આ શો માં જેઠાલાલ ના પરમ મિત્ર નીઓ રોલ નિભાવી રહેલા શૈલેષ નો જન્મ 15 જુલાઈ 1969 ના રોજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં થયો હતો. તે પોતાના રિયલ જીવનમાં પણ એક લેખક જ છે, જેમણે ઘણા એવા પુસ્તકો પણ લખ્યા છે. તારક મેહતા પહેલા તેમણે કોમેડી સર્કસ માં પણ કામ કર્યું છે.

4. ટપ્પુ-ભવ્ય ગાંધી:ભવ્ય નો જન્મ 20 જૂન 1997 ના રોજ થયો હતો અને તે ગુજરાતી પરિવારથી છે જેના માતા-પિતા મુંબઈ આવીને રહેવા લાગ્યા હતા. ભવ્ય માત્ર 11 વર્ષની ઉંમર થી જ આ શો નો હિસ્સો બની ચુક્યા હતા.

5. ચંપક લાલ-અમિત ભટ્ટ:આ શો માં બાપુજી નો રોલ નીભાવીને પુરી સોસાયટીના લોકોને ઉપદેશ આપીને અમિત ભટ્ટે પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. અમિત ભટ્ટ હાલ 40 વર્ષના છે અને એક રીતે તે ઉંમરમાં જેઠાલાલ કરતા નાની ઉંમરના છે. અમિત ભટ્ટ 16 વર્ષોથી થીએટરમાં કામ કરી રહ્યા હતા તેમણે ઘણી એવી ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here