આ છે મુકેશ અંબાણીના થનારા સમધી અને શ્લોકાના પિતા, 1700 કરોડના છે માલિક…અહેવાલ વાંચો

0

ભારતના સૌથી અમિર વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન ક્યારે અને કોની સાથે થવાના છે તેનો જવાબ મળી ગયો છે. આકાશ અંબાણી પોતાની સ્કુલ ફ્રેન્ડ અને ‘રોજ બ્લુ ડાઈમંડ’ ના માલિક ‘રસૈલ મેહતા’ ની નાની દીકરી ‘શ્લોકા મેહતા’ સાથે લગ્ન કરશે. આ વાતની પુષ્ટિ ગોવામાં થયેલા ઇવેન્ટ માં કરવામાં આવી હતી. અહી આકાશ-શ્લોકાની પ્રી-એંગેજમેન્ટ સેરેમની આયોજિત કરવામાં આવી હતી. જ્યાં બંનેએ એકબીજાને પ્રપોઝ કરીને લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી લીધી હતી. ઉમ્મીદ છે કે આ વર્ષના અંત એટલે કે ડીસેમ્બરમાં બન્નેના ભવ્ય લગ્ન યોજાશે. મુકેશ અંબાણી અને રસૈલ મેહતા હવે સમધિ બની ચુક્યા છે. બંને એકબીજાના પરિવારને વર્ષોથી ઓળખે છે. રસૈલ મેહતા ભારતના શીર્ષ 6 હીરા કારોબારીઓમાના એક છે.

કોણ છે રસૈલ મેહતા:

શ્લોકા મેહતાના પિતાનું પુરુનામ રસૈલ અરુણ કુમાર મેહતા છે અને તે વ્યવસાયથી એક હીરા વ્યાપારી છે. તે રોજ બ્લુ ઇન્ડીયા કંપની ના મૈનેજિંગ ડાયરેક્ટર છે. તેના પ્રમુખ વ્યવસાય રો ડાયમંડ, ડાયમંડ અને જ્વૈલરીને પોલીશ કરવા સાથે જોડાયેલું છે.

1960 માં શરુ કર્યો હતો બિજનેસ:

રોજ બ્લુ કંપનીના રસૈલ ના પિતા અરુણ કુમાર મેહતા અને તેના ભાઈ ભાનુચંદ્ર ભંસાલીએ 1960 માં શરુ કર્યું હતું. રસૈલ મેહતાનો જન્મ મુંબઈમાં 6 ડીસેમ્બર 1961 માં થયો હતો. 57 વર્ષીય મેહતાની ઓફીસ બાંદ્રા કુર્લી કોમ્લેક્ષ માં છે. જાણકારી અનુસાર વર્ષ 2018 માં રસૈલ મેહતાની નેટ વર્થ 255 મીલીયન યુએસ ડોલર છે.(લગભગ 1700 કરોડ રૂપિયા).

પરિવારમાં કોણ-કોણ:

રસીલ મેહતાના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. તેની પત્નીનું નામ મોના મેહતા છે. તેની મોટી દીકરી દિવ્યા મેહતા જેતિયાના લગ્ન જેતિયા પરિવારમાં થયેલા છે. જેતિયા પરિવાર ભારતમાં McDonald ની ફ્રેન્ચાઈઝી ચલાવે છે. નાની દીકરી શ્લોકાના લગ્ન આકાશ અંબાણી સાથે થવાના છે.

બીગ-બી પસંદીદા એક્ટર:

વેબસાઈટના આધારે રસૈલ મેહતાના ફેવરીટ અભિનેતા અમિતાબ બચ્ચન છે અને અભિનેત્રીની વાત કરીએ તો તેને હેમા માલિનીનો અભિનય ખુબ જ પસંદ છે. તેને શતરંજ ખેલવું અને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે. ખાવામાં તેને પાઉં ભાજી વધુ પસંદ છે.

કંપનીની ડાયરેક્ટર છે શ્લોકા:

શ્લોકા મેહતાએ સ્કૂલનો સભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમરિકાની પ્રિંસટન યુનીવર્સીટીથી એન્થ્રોપોલોજી માં અભ્યાસ કર્યો હતો. જેના બાદ તેણે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ એન્ડ પોલીટીકલ સાઈન્સ માં માસ્ટર કર્યું. અભ્યાસ પૂર્ણ થયા બાદ શ્લોકા પોતાના પિતાની ડાયમંડ કંપની રોજ બ્લુ ડાયમંડમાં ડાયરેક્ટર બની હતી. સાથે જ કનેક્ટ ફોર ની કો-ફાઉન્ડડર છે, જે એનજીઓની મદદ કરે છે. શ્લોકાના વખાણ કરતા એક પીરચીતે કહ્યું કે, ”શ્લોકા એક સારી અને સંસ્કારી છોકરી છે. એ કહેવું મુશ્કેલ છે કે કયું પરિવાર કોને મેળવીને વધુ ભાગ્યશાળી મહેસુસ કરશે. આકાશ અને શ્લોકાની જોડી ખુબ જ સારી છે”.

આકાશે કર્યો યુએસએ થી અભ્યાસ:

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી પણ સ્કૂલનો અભ્યાસ ખત્મ થયા બાદ અમેરિકા ચાલ્યા ગયા હતા. તેણે ત્યાંની પ્રતિષ્ઠિત યુનીવર્સીટી માંથી એક આઈવી લીગની બ્રાઉન યુનીવર્સીટી થી અભ્યાસ કર્યો હતો. આકાશ અંબાણી રિલાયંસ Jio ટેલીકોમમાં ચીફ ઓફ સ્ટ્રેટેજી છે. વર્ષ 2017 ના ઓગસ્ટમાં થયેલા એક સર્વેમાં આ કમ્પનીની નેટ વર્થ 2.2 લાખ કરોડ રૂપિયા બતાવામાં આવેલી છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!