આ છે મૃત્યુ નો આઈલૈંડ, અહીં જનારા ક્યારેય પાછા જીવિત નથી આવતા….

0

તમે ઘણીવાર આત્માઓ વિશે તો સાંભળ્યું જ હશે, બની શકે કે તમે તેમાં વિશ્વાસ ના કરતા હોય, પણ ઘણીવાર વિજ્ઞાન પણ આ આત્માઓ ના રહસ્યો ને સમજવામાં નાકામ રહ્યા છે. એવું જ કંઈક ઇટલી ના એક આઈલૈંડ પર છે.
આ આઈલૈંડ વિશે કહેવામાં આવે છે કે અહીં જનારા લોકો ક્યારેય પાછા નથી આવતા. ઇટલી ના આ આઈલૈંડ નું નામ पोवेग्लिया आइलैंड એટલે કે મૃત્યુ નો આઈલૈંડ છે. આ ટાપુ ને આઈલૈંડ ઓફ ડેથ કહેવામાં આવે છે. આ આઈલૈંડ ઇટલી ના શહેરથી વેનિસ અને લીડો ની વચ્ચે વેનેશિયન ખાડી માં સ્થિત છે. જ્યા પર જાવાનું કોઈ પસંદ નથી કરતું. લોકોનું માનવું છે કે જે પણ અહીં જાય છે પાછા નથી આવતા. કહેવામાં આવે છે કે એક સમયે આ મૃત્યુ નો ટાપુ પોતાની સુંદરતા માટે ફેમસ હતો પણ આજે તે એકદમ વિરાન છે. ઘણા વર્ષો પહેલા ઇટલી માં પ્લેગ ની બીમારી એ મહાવિનાશ મચાવ્યો હતો અને ભારે સંખ્યા માં લોકો તેની જપેટ માં આવી ગયા હતા. જયારે સરકાર તેની આ બીમારી પર કાબુ ન મેળવી શક્યા તો લગભગ 1 લાખ 60 હજાર દર્દીઓ ને આ ટાપુ પર લાવીને જીવિત અગ્નિ ના હવાલે કરી દેવામાં આવ્યા હતા..આ વિનાશકારી બીમારી પછી ઇટલી માં કાળા તાવ ની બીમારી ફેલાઈ ગઈ. જેના લીધે ઘણા લોકોની મૃત્યુ થઇ ગઈ હતી. તે લાશો ને પણ આ મૃત્યુ ના ટાપુ પર લાવીને દફન કરી દેવામાં આવી હતી. આ ઘટનાઓ પછી આ ટાપુ ની આસપાસ ના લોકને આ ટાપુ પર વિચિત્ર અવાજો અને આત્માઓ હોવાનો આભાસ થવા લાગ્યો અને લોકોએ અહીં જાવાનું બંધ કરી દીધું.ઇટલી ની સરકારે એક મેન્ટલ હોસ્પિટલ બનાવિને અહીં પર લોકો નો આવરો-જાવરો વધાર્યો, પણ અહીં નોકરી કરનારા ડોકટર્સ અને નર્સો ને આત્માઓ નો આભાસ થવા લાગ્યો. તેઓને અહીં અસામાન્ય ઘટનાઓનો આભાસ થવા લાગ્યો.એવામાં મેન્ટલ હોસ્પિટલ ને પણ જલ્દી જ બંધ કરી દેવામાં આવી. વર્ષ 1960 માં ઇટલી સરકારે આ દ્વીપ ને એક અમીર વ્યક્તિ ને વહેંચી નાખ્યું. તે વ્યક્તિ ના પરિવારની સાથે આ મૃત્યુ ના ટાપુ પર ખતરનાક હાદસા થયા અને અમુક જ સમય માં આ ટાપુ ખરાબ આત્માઓના નિવાસ સ્થાન ના નામે ફેમસ થઇ ગયો.આ મૃત્યુ ના ટાપુ ની હકીકત જાણવા માટે ઘણા લોકો ત્યાં ગયા, જે હજી સુધી પાછા આવ્યા નથી. ઇટલી સરકારે હવે આ જગ્યા પર જાવાં પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં પણ જો કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો તે તેની પોતાની જવાદારી રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here