આ છે JDS નેતા કુમારસ્વામીની પત્ની, જેને લીધે ઘણીવાર ચર્ચામાં આવ્યા…વાંચો અહેવાલ

0

કર્ણાટકની રાજધાની એક ખાસ મોડ પર છે. કર્ણાટક વિધાનસભામાં શકત પરીક્ષણ થવાનું છે. પણ તેના પહેલા જ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનનાં નેતા-કુમારસ્વામી ચર્ચામાં છે. તેનું ચર્ચામાં હોવાનું કારણ કર્ણાટકની રાજનીતિ નથી પણ એક વાર ફરી તેના અંગત જીવનને લઈને તે છવાયેલા છે. જો કે આ પહેલી વાર નથી કે તેના અંગત જીવનને લઈને ચર્ચા થઇ હોય પણ તેના પહેલા પણ તેના લગ્નને લઈને વિવાદ થઇ ચુક્યા છે. કદાચ આ જ કારણ છે કે કર્નાટકની રાજનીતિની વચ્ચે સોશિયલ મીડિયા પર આ સમયે તેની પત્ની રાધિકા ટ્રેન્ડ થઇ રહી છે.અમુક વર્ષો પહેલા જ્યારે સાઉથની એક્ટ્રેસ રાધિકા સાથે કુમારસ્વામીની ગુપચુપ લગ્નની ખબરો આવી તો કોઈને ભરોસો થયો ન હતો. તે સમયે કર્ણાટકની રાજનીતિ અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સૌથી હીટ ટોપિક હતો.2016 માં એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા રામ્યાએ કન્નડ એક્ટ્રેસ રાધિકા સાથે કુમારસ્વામીનાં ગુપચુપ લગ્ન અને એક બાળકીના પિતા હોવાનો ખુલાસો કર્યો હતો.
2016 માં સ્થાનીય ચુનાવમાં કુમારસ્વામી ચુનાવ કૈમ્પેનીંગમાં હતા. આ દરમિયાન તેણે કોંગ્રેસ નેતા રામ્યા પર લંડનમાં સિક્રેટ વેડિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કુમારસ્વામીનાં આ બયાન બાદ રામ્યાએ પણ વાત પલટાવીને કહ્યું કે બધા જાણે જ છે કે ગુપચુપ લગ્ન કોણે કર્યા છે. રામ્યાએ ખુલાસો કર્યો કે કુમારસ્વામીએ કન્નડ એક્ટ્રેસ રાધિકા સાથે લગ્ન કર્યા છે અને બંનેની એક દીકરી પણ છે.
રામ્યાએ એ પણ ખુલાસો કર્યો હતો કે બંનેના બીજા લગ્ન વિશે તે એટલા માટે જાણતી હતી કેમ કે તે રાધિકા સાથે ફિલ્મમાં કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે, કુમારસ્વામી અને રાધિકા બંનેનાં આ બીજા લગ્ન છે. તેની પહેલા કુમારસ્વામીએ અનિતા સાથે 1986 માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેઓનો એક દીકરો પણ છે જેનું નામ નીખીલ ગૌડા છે, સાથે જ રાધિકાએ પણ તેના પહેલા 2002 માં રતન કુમાર સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન માત્ર બે વર્ષ જ ચાલ્યા હતા.
2013 માં પણ રાધિકા અને કુમારસ્વામીનાં લગ્નને લઈને ચર્ચા થઇ હતી. ત્યારે રાધીકા અને તેની બાળકીની સાથે કુમારસ્વામીની તસ્વીરો વાઈરલ થઇ હતી. તે સમયે પણ એ ખુલાસો થયો હતો કે બંનેએ લગ્ન કરી લીધા છે અને તે એક બાળકીના માં-બાપ છે.
જાણકારી અનુસાર બંનેએ 2006 માં લગ્ન કર્યા હતા. બન્નેની આ દીકરીનું નામ શમીકા કુમારસ્વામી છે. રાધિકા સાથે લગ્નને લઈને કુમારસ્વામીને ઘણા કાનૂની વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. કાનુનનો ઉલ્લંઘનનો આરોપ લગાવતા કર્ણાટક હાઈકોર્ટમાં PIL દર્જ થઇ હતી.
જાણકારી અનુસાર રાધિકા એક કન્નડ એક્ટ્રેસ છે. 9 મી ક્લાસ પૂરી કર્યા બાદ તેણે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું કર્યું, વર્ષ 2002 માં કન્નડ ફિલ્મ ‘नीला मेघा शामा’ થી રાધિકાએ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની શરૂઆત કરી. તેનાબાદ તેઓએ કન્નડ ફિલ્મોમાં એક બાદ એક હીટ ફિલ્મો આપી હતી. 2005 માં તે કુમારસ્વામીનાં સંપર્કમાં આવી અને અહીંથી તેના કેરિયરમાં ચાર ચાંદ લાગી ગયા.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here