આ છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, ભાવ જાણીને મુકેશ અંબાણી પણ ચોંકી જશે – જાણો કિંમત

0

અમુક જ દિવસો પહેલા તમે ઘણી એવી ખબરો સાંભળી હશે કે વિરાટ કોહલી જે પાણી પીવા માટે ઉપીયોગમાં લે છે તેની કિંમત લગભગ 600 રૂપિયા પ્રતિ લીટર છે. ઘણા લોકોનું કહેવું છે કે તે દુનિયાનું સૌથી મોંઘુ પાણી છે, અને જો તમે પણ એવું માની રહ્યા છો તો આજે અમે તમારી આ ગ઼લતફેમીને દૂર કરી દઈએ. વિશ્વમાં એવી ઘણી કંપનીઓ છે જેઓ હજારો નહીં પણ લાખો રૂપિયા પ્રતિ લીટર પાણી ની વહેંચણી કરે છે. આજે અમે તમને જણાવીશું વિશ્વની 5 સૌથી મોંઘી પાણીની બોટલો વિશે જેના વિશે તમે ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય.

1. એક્વા દી ક્ર્સ્ટીલ્લો: દુનિયાનું સૌથી મોંઘુ પાણી એટલે કે  एक्वा दी क्रस्टिल्लो ट्रिबुटों ए मोदीग्लिना ની આ બોટલ. આ 750 એમએલ બોટલને 24 કૈરેટ સોનાથી બનાવામાં આવે છે સાથે જ તેમાં જે પાણી ભરવામાં આવે છે તેમાં 5 ગ્રામ સોનાની ભસ્મ મિલાવેલી હોય છે. આ પાણીની એક બોટલની કિંમત 60 હજાર ડોલર એટલે કે 38 લાખ રૂપિયા છે.

2. કોના નિગારી વોટર:આ જાપાની બ્રાન્ડનું પાણી કોઈ સામાન્ય પાણી નથી, આ પાણીને હવાઈ દ્વીપની પાસે પ્રશાંત મહાસાગર ના ઘણા ફૂટ નીચેથી એકઠું કરીને તેને શુદ્ધ કરવા માટે તેના પર ઘણા પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે. આ પાણીને પીવાથી શરીરનું વજન ઓછું થાય છે અને સાથે જ તણાવ પણ ઘટે છે. સૌથી ખાસ વાત એ કે ત્વચામાં નિખાર આવે છે. બજારમાં આ પાણીની એક બોટલ ની કિંમત 402 ડોલર એટલે કે 26 હજાર રૂપિયા છે.

3. ફિલ્લીકો વોટર:જાપાનની ઓસાકા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પાણી શતરંજ ના રાજા રાણી ની જેમ ખાસ ડિઝાઇન કરેલી ખાસ બોટલોમાં આવે છે. વોટર બોટલ સ્ટેડ ફ્રાસ્ટેડ ગ્લાસની સાથે સ્વારોવસ્કી ક્રિસ્ટલ થી બને  છે. આ બોટલની કિંમત 219 ડોલર એટલે કે 14 હજાર રૂપિયા છે.

4. બ્લિન્ગ H2O:અમેરિકી કંપની બ્લિન્ગ હરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બોટલ પર નંગ જડેલા હોય છે અને સાથે જ તે પાણી નહીં પણ H2O છે જેને પીધા પછી અલગ જ અનુભવ થાય છે. આ બોટલની કિંમત 400 ડોલર એટલે કે 2600 રૂપિયા છે.

5. ઇવિયન વોટર:આ બોટલ ફાંસીસી કંપની કીસ્ટ્રીયન લેક્રોઇસ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ તે જ પાણી છે જેને વિરાટ કોહલી પીવે છે. આ પાણીના એક બોટલની કિંમત 14 ડોલર એટલે કે 840 રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here