આ છે દુનિયાનું સૌથી ધનવાન ગામ, પૈસા તો એટલા કે 10 દેશોને પણ ખરીદી શકે છે….જાણો આ ધનવાન ગામ વિશે

તમે ઘણીવાર દુનિયાના સૌથી ધનવાન શ્રેણીના લોકો, કાર, મોબાઈલ અને શાહી લાઈફસ્ટટાઈલ વિશે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એ વાતની કલ્પના કરી શકો છો કે કોઈ ગામ પણ દુનિયાના સૌથી મોંઘા શહેરોને પણ ટક્કર આપી શકે છે? આજે અમે તમને એક એવા જ ગામ ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર દુનિયાનું સૌથી મોંઘુ ગામ જ નથી પણ સાથઈ જ આ ગામ પાસે એટલી સંપત્તિ છે કે તે દુનિયાભરના 10 દેશોને ખરીદી શકે છે. આજના આધુનિક સમયમાં આ ગામ પોતાની સુવિધાઓના ચાલતા શહેરોને પણ પાછળ છોડી દે છે.

ચીની નેતા એ બદલી આ દેશની શકલ:દુનિયાનું આ સૌથી દૌલતમંદ ગામ દક્ષિણ એશિયામાં છે અને તેનું નામ શેનજેન છે. પણ એવું નથી કે આ ગામ પહેલાથી જ આટલું ધનવાન હશે, લગભગ 40 વર્ષ પહેલા આ ગામ માછીમાર લોકોનું હતું જ્યાંથી લોકો નદીને પાર કરીને પોતાનો જીવ જોખમમાં મૂકીને નોકરીની શોધમાં બીજી જગ્યાઓ પર જતા હતા. પણ વર્ષ 1980 માં ચીની નેતા શ્યાઓપીંગ એ શેનજેન માં ચીનના સૌથી પહેલા સ્પેશન ઇકોનોમિક્સ જોનની સ્થાપના કરી જેના પછી શેનજેન ની તો જાણે કાયા જ બદલાઈ ગઈ.આજે પણ શેનજેનના એક સંગ્રહાલયમાં લોકોને તે સમયની અમુક તસ્વીરો મળે છે જયારે ત્યાં ચારે બાજુ ખાલી જમીન અને ફેકટરીઓમાં લોકો કામ કરતા નજરે પડે છે.

શેનજેને ચીનની સિલિકોન વૈલી પણ કહેવામાં આવે છે:આજે ઘણા લોકો શેનજેન ગામને ચીની સિલિકોન વૈલી તો ઘણા લોકો તેને દુનિયાનું હાર્ડવેયર કેન્દ્ર પણ કહે છે. શેનઝેન ને આજે દુનિયાનું સૌથી યુવા શહેર પણ કહેવામાં આવે છે જ્યાં ઇનોવેશન, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ,સ્ટાર્ટ અપ્સ અને બાયોટેલ ના કેન્દ્ર બની ગયા છે.એક આંકડાના આધારે શેનજેનની પાસે એટલી દૌલત છે જેટલી હોંગકોંગ અને સિંગાપુરની અર્થવ્યવસ્થાની છે. આજે અહીંનું પોર્ટ દુનિયાભરના સૌથી વ્યસ્ત પોર્ટ માનું એક છે. આજના સમયના હિસાબથી અહીંની એક સૌથી મોટી ખાસ વાત એ છે કે અહીંની હવાની ક્વોલિટી, રસ્તાઓ પર ભાગતી ઇલેક્ટ્રોનિક બસ અને કાર્સ દુનિયાભરમાં સૌથી બેહતર છે. આજે અહીં ટેનસેંટ, જેડટીઈ અને વૉરે જેવી ઘણી મોટી કંપનીઓ પોતાનું કાર્યાલય ખોલી ચુકી છે. રિપોર્ટ અનુસાર આગળના વર્ષ વૉવે એ પોતાના શોધ પર 14 અરબ ડોલરનો ખર્ચ કર્યો છે.

256 અરબ ડોલર ની છે અર્થવ્યવસ્થા:શેનજેનમાં આજે 12 વર્ષના બાળકોને પણ સાઇન્સ, એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર સાઇન્સ અને રોબોટિક્સની શિક્ષા આપવામાં આવે છે. પણ અહીં અભ્યાસ માટે અમીર લોકોના જ બાળકો છે કેમ કે દરેક કલાકના અભ્યાસ માટે ઘણા હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. અહીંના બજારોમાં તમને મોબાઈલ, ડ્રોન, ચિપ્સ, કમ્પોનૅન્ટ જેવી દરેક ચીજો આસાનીથી ઉપલબ્ધ થઇ જાય છે. એક રિપોર્ટના આધારે વર્ષ 1979 માં શેનઝેન ની અર્થવ્યવસ્થા લગભગ 30 મિલિયન ડોલર હતી જો કે આજે વધીને 256 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!