જાણવા જેવું: આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, 100 રૂમના ઘરમાં રહે છે 181 લોકો…

આજે અમે તમને દુનિયાના સૌથી મોટા પરિવાર ને મળાવવા જઈ રહ્યા છીએ. જે કોઈ બીજા દેશ નહિ પણ આપણા જ દેશ ભારતની વાત છે. મિજોરમ માં દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે જેના 181 સદસ્યો 100 રૂમના મકાનમાં એકસાથે રહે છે. ઘરના મુખિયા ‘જીઓના ચાના’ પોતાની 39 પત્નીઓ, 94 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર-પૌત્રીઓ ના સિવાય એક નાના પરપૌત્ર ની સાથે ખુબ જ પ્રેમથી રહે છે.પોતાના દીકરાઓની સાથે બઢઈ માં કામ કરનારા જિયોના ચાના નો પરિવાર મિજોરમ માં સુંદર પહાડીઓ ની વચ્ચે બટગંવ ગામમાં એક મોટા એવા મકાનમાં રહે છે, આ મકાનમાં કુલ 100 ઓરડાઓ છે.
જીઓના પોતાના પરિવારની સાથે 100 રૂમ વાળા જે મકાનમાં રહે છે તેમાં એક મોટા રસોડા સિવાય દરેક માટે પર્યાપ્ત જગ્યા છે અને જીઓના પોતાના પરિવારને ખુબ અનુશાસનથી ચલાવે છે. રસોઈ બનાવવી અને અન્ય કામકાજ બધા મળીને કરે છે.પરિવારની મહિલાઓ ખેતીવાડી કરે છે અને ઘર ચલાવામાં યોગદાન આપે છે. ચાનાની સૌથી મોટી પત્ની મુખિયાની ભૂમિકા નિભાવે છે અને ઘરના દરેક સદસ્યો ના કામોમાં વહેંચણી કરવાની સાથે કામકાજ પર નજર રાખે છે.
અહીં એક દિવસ 45 કિલો થી વધુ ચોખા, 30-40 કિલો દાળ, અઢળક ઈંડા, 60 કિલો શાકભાજી ની જરૂર પડે છે. તેના સિવાય આ પરિવારમાં લગભગ 20 કિલો ફ્રૂટ્સ પણ દરેક રોજ ખાવામાં આવે છે.ઇલાકાની ખાસિયત માં પણ ચાનાના પરિવારનું ખુબ જ માન-સમ્માન છે. એકસાથે એક જ પરિવાર માં આટલા વોટ હોવાને લીધે તમામ નેતા અને ઇલાકાની રાજનીતિક પાર્ટીઓ જિયોના ચાના ને ખાસ મહત્વ આપે છે.ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ આ પરિવારના સદસ્ય પોતાનામાં એકે પૂરું ગામ છે. વાત કરીયે તો, સાંભળનારા લોકોની કોઈજ ખોટ નથી, મેચ રમવા માટે જાય તો જોનારાઓની પણ ખોટ નથી અને એક સાથે જો બેસી જાય તો પોતાનામાં એક મેળો અને તહેવાર બની જાય.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!