આ છે હિન્દુસ્તાન નો સૌથી લાંબો વ્યક્તિ, પોતાની હાઈટને લીધે સહન કરવી પડે છે અનેક તકલીફો….

0

આ દુનિયામાં પણ ઘણા એવા જાત ભાતના લોકો તમને જોવા મળી જાતા હશે, અમુક લોકો એવા હોય છે જેઓ પોતાની ઓછી હાઈટ ને લીધે ખુબ સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે અને તેઓ એવું ઈચ્છે છે કે કદાચ તેઓની પણ હાઈટ વધુ હોત! જ્યારે બીજી તરફ આજે અમે તમને ભારતના સૌથી લાંબી હાઈટ ના વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની હાઈટ એટલી વધુ છે જે જેને લીધે તેને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. તેને જોઈને તમને એક વાત જરૂર મનમાં આવશે કે દુનિયામાં દરેક ચીજોમાં એક સંતુલન હોવું ખુબ જ જરૂરી છે નહીંતર  સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આવો તો તમને આ વ્યક્તિ ને મળાવીયે.તમને જણાવી દઈએ કે ભારતનો આ સૌથી લાંબી હાઈટ નો વ્યક્તિ ઉત્તર પ્રદેશ ના મેરઠ નો રહેનારો 32 વર્ષ નો ધર્મેન્દ્ર સિંહ છે. ધર્મેન્દ્ર ની હાઈટ એટલી વધુ છે કે તેનું નામ ઇન્ડિયા ના તરફ થી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માં પણ શામિલ થઇ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે એક તરફ લોકો સારી એવી હાઈટ મેળવવા ઇચ્છતા હોય છે જયારે બીજી તરફ ધર્મેન્દ્ર માટે તેની આ હાઈટ એક અભિશાપ બનીને રહી ગઈ છે, જણાવી દઈએ કે પોતાની આટલી હાઈટ હોવાને લીધે તેને ઘણી એવી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. જેને લીધે તેને ડોકટર ના ચક્કર લગાવવા પડી રહ્યા છે. ધર્મેન્દ્ર નો ઈલાજ કરનારા ડોકટર અશોક અગ્રવાલ નું કહેવું છે કે ધર્મેન્દ્ર ની બોડી માં એક્રોમગલી નામનો એક દુર્લભ વિકાર છે જે તેના શરીરના ગ્રોથ હોર્મોન ને પ્રભાવિત કરે છે જેનાથી તેના શરીર નો ગ્રોથ ખુબ જ વધી ગયો છે અને તેના લીધે તેની હાઈટ એટલી વધી ગયેલી છે.

અભીશાપ બની ગઈ છે પોતાની જ લંબાઈ: જણાવી દઈએ કે જ્યા એક તરફ ધર્મેન્દ્ર સિંહ નામના આ વ્યક્તિ ને સરકારે દેશનો સૌથી લાંબો વ્યક્તિ ઘોષિત કરી દીધો છે, જ્યારે બીજી તરફ તેને પોતાના ઈલાજ માટે એક એક પૈસા નો જુગાડ કરવો પડે છે ડોક્ટર અશોક નું કહેવું છે કે ધર્મેન્દ્ર ની હાઈટ એ તેનું સ્વાસ્થ્ય પણ છીનવી લીધું છે, જણાવી દઈએ કે ધર્મેન્દ્ર આજની તારીખે પોતાના ઘૂંટણો ના દર્દ, ડાયાબિટીસ, માથાનો દુખાવો, ઓછું દેખાવું વગેરે જેવી સમસ્યાઓ થી પીડાઈ રહ્યો છે.

ઇન્ટરવ્યૂ ના દરમિયાન વર્ણવ્યું પોતાનું દર્દ:તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ની હાઈટ 8 ફૂટ 1 ઇંચ છે. એક ઇન્ટરવ્યૂ માં તેણે જણાવ્યું હતું કે તે પોતાની ગરીબી ને લીધે કુપોષણ નો શિકાર થઇ રહ્યો છે કેમ કે તેની હાઈટ ના અનુસાર તેનો વજન ખુબ જ ઓછો છે જે એક ચિંતા નો વિષય છે. આટલા લાંબા ધર્મેન્દ્ર નો વજન માત્ર 70 કિલો જ છે. આ સિવાય તેને હરવા ફરવા માં પણ તકલીફો આવી રહી છે, અને મોટાભાગે લોકો તેની હાઈટ ને લીધે તેનો મજાક ઉડાવે છે. એવામાં એ કહી શકાય છે કે ધર્મેન્દ્ર ની પોતાની હાઈટ જ તેની દુશ્મન બનીને રહી ગઈ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here