આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 4 ટીવી ખરીદી શકો કિંમત જાણીને મોં માં આંગળા નાખી દેશો…

0

શું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી ચા ભારતમાં મળે છે. આ ચા પત્તી ની જે કિંમત છે, તેને સાંભળી ને તમે ચોંકી જવાના છો. એટલા રૂપિયામાં તમે 11 હજાર ની કિંમત વાળા 24 ઇંચ ના 4 એલઇડી ટીવી ખરીદી શકો છો. દુનિયાની આ સૌથી મોંઘી ચા આપણા દેશના ચા ના બાગમાં ઉદ્દભવી છે અને તેની નીલામી માં વિશ્વના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે.40 હજાર રૂપિયા પ્રતિ કિલો કિંમત:

અરુણાચલ પ્રદેશમાં મળનારી ચા ની એક ખાસ પ્રકારની જાતિ ગુવાહાટી ટી એક્શન સેન્ટર(જીટીએસી) માં 40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની કિંમત પર વહેંચાઈ છે. તેની પહેલા આ રેકોર્ડ આગળના મહિને નીલામ થયેલી અસમ ની ચા પાસે હતો.

ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસીએશન ના સચિવ દિનેશ બિહાની એ એક મંતવ્ય માં કહ્યું કે અરુણાચલ પ્રદેશના ડોની-પોલો ટી ઇસ્ટેટ ની ખાસ જાતિ ની ચા ગોલ્ડન નીડલ ટી આગળના બૃહસ્પતિ ના 40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની કિંમત પર વહેંચાઈ.

આ વ્યાપારી એ ખરીદી ચા:
આ ચા ને ગુવાહાટી ની સૌથી જૂની ચા ની દુકાનો માંથી એક ટી ટ્રેડર્સે ખરીદી હતી. જુલાઈ મહિનામાં જીટીએસી માં આયોજિત થયેલી નીલામી માં અસમમાં મળનારી ચા ની એક જાતિ ને 39,001 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની કિંમત પર વહેંચી હતી.

બિહાની એ આગળ કહ્યું કે, આ પ્રકારની વિશેષ જાતિ ની ચા વધુ સંખ્યા માં ખરીદારો અને ઉત્પાદકોને એકસાથે આવીને જીટીએસી મંચ નો ઉપીયોગ કરવા માટે આકર્ષિત કરે છે. ઉમ્મીદ છે કે આ વિશેષ જાતિ ની ચા વિશ્વમાં આપણા પહેલાના ગૌરવને પ્રાપ્ત કરવામાં મદદ કરે.

આ ગોલ્ડન નીડલ ટી ને એબ્સલ્યુટટીડોટઈન ના મંચ થી ઓનલાઇન વહેંચવામા આવશે. ગોલ્ડન નીડલ ટી એક ખાસ જાતિ ની ચા હોય છે, જેમાં નાની નાની કળીઓ હોય છે. જેને ખુબ જ સાવધાની થી તોડવામાં આવે છે. આ ચાની પત્તીઓ માં સોનેરી રંગ ની પરત હોય છે, જે ખુબ જ મુલાયમ એન મખમલી હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here