આ છે દુનિયાના 5 અનોખા અને સુંદર બીચ, એકવાર જરૂર મુલાકાત લો…દોસ્તો કે ફેમીલીને ટેગ કરો અને શેર કરો માહિતી

0

ઓફિસની રક જક થી લઈને ઘરના કામ માંથી અમુક દિવસોની છુટ્ટી મળી જાય તો તેનાથી સારું શું હોઈ શકે. અને જો તેમાં પણ તમે બીચ પર ફરવાનાં શોખીન છો તો આજે અમે તમને દુનિયાના 5 અનોખા બીચ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે સુંદર તો છે જ સાથે અન્ય કરતા એકદમ અલગ છે.

1. ગ્લોઈંગ બીચ, માલદીવ:

માલદીવ દ્વીપ પર ફાઈટોપૈકટર ભરપુર માત્રામાં છે. સમુદ્ર કિનારે જ્યારે આ ફાઈટોપૈકટર વિખેરાવા લાગે છે ત્યારે ચમકાઈ રહેલો નજારો જોવામાં આવે છે. તેને જોતા એવું લાગે છે જાણે તારાઓ આકાશમાંથી જમીન પર ઉતરી આવ્યા હોય.

2. હીડને બીચ, મેક્સિકો:

મેક્સિકોની સરકારે જયારે બમનું પરીક્ષણ કર્યું ત્યારે તેના પરિણામ સ્વરૂપ આ બીચનું નિર્માણ થયું હતું. તે એક સુંદર તળાવ જેવું દેખાઈ છે. માટે લોકો અહી આવવા માટે ખુદને રોકી નથી શકતા.

3. ડેજર્ટ બીચ, બ્રાજીલ:

તમને એ જાણીને હેરાની લાગશે જે આ બીચ સમુદ્રનાં કિનારે નથી, પણ સમુદ્રથી ખુબ દુર છે જ્યાં આસપાસ કોઈ પાણી નથી. વાસ્તવમાં તે એક નેશનલ પાર્ક છે જ્યાં લગાતાર વરસાદને લીધે સુંદર લગુન બની જાય છે. સફેદ રેતીની સાથે તેનું કોમ્બીનેશન ખુબ જ સુંદર લાગે છે. આ બીચ પર આવવાનો યોગ્ય સમય ડીસેમ્બર મહિનો છે.

4. ગ્રીન બીચ, હવાઈ:

તે દુનિયાના ચાર ગ્રીન બીચમાનું એક છે. વાસ્તવમાં આ બીચ નજીકના જ્વાલામુખી દ્વારા નીકળ્યો છે, જ્યાંથી ગ્રીન ઓલીવિયન મિનરલ્સ નીકળે છે. માટે આ બીચનો રંગ લીલો છે. તમે આવો નજારો પહેલા ક્યારેય પણ નહી જોયો હોય.

5. હોટ વોટર બીચ, ન્યૂઝીલેન્ડ:

આ બીચમાં અન્ડરગ્રાઉન્ડ ઝરણું છે, જેને લીધે તેનું પાણી ગરમ રહે છે. લોકો બીચ પર જવાના બદલે સીધા જ કિનારા પર નાના નાના ટબ બનાવે છે અને ત્યાં જ મસ્તી કરવાની સાથે નેચરલ સ્પા ટ્રીટમેન્ટ નો આનંદ પણ લે છે. અહી પાણીનું તાપમાન 147 ડીગ્રી ફેરનહીટ હોય છે. પૂરી દુનિયામાં આવો અનોખો બીચ બીજે ક્યાય પણ જોવા નહિ મળે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.