આ છે દુનિયાના 6 સૌથી મોંઘા ફળ, ખરીદવા માટે વહેંચવું પડશે તમારે તમારું ઘર, જાણો તેની ચોંકાવનારી કિંમત….

0

ફળોની ગુણવતા વિશે તો દરેક લોકો જાણતા જ હોય છે. ફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખુબ જ ફાયદેમંદ હોય છે. અમુક ફળ એવા પણ છે જેની અંદર અમુક ખાસ બીમારીઓની જડ ખતમ કરવાની ક્ષમતા હોય છે. જો કે સામાન્ય રીતે આ ફળ શાંકભાજીઓ કરતા વધુ મોંઘા હોય છે. જેના લીધે લોકો નિયમિત રીતે ફળોનું સેવન નથી કરી શકતા.

આ ફળોની કિંમત છે કરોડોમાં:
આપણી વચ્ચે અમુક એવા ફળ પણ ઉપસ્થિત છે, જે એટલા મોંઘા છે કે તેને ખરીદવા માટે વ્યક્તિ ને પોતાના જીવનની પુરી કમાણી લગાવી પડતી હોય છે. તમને સાંભળીને ભલે તે અજીબ લાગતું હોય પણ કોઈ ફળની કિંમત આટલી કઈ રીતે હોઈ શકે? આપણી વચ્ચે અમુક એવા પણ ફળો છે જેની કિંમત કરોડોમાં છે અને અમુક ફળો ખરીદવા માટેની બોલી લગાવામાં આવે છે અને મોટી કિંમતો માં નીલામ કરવામાં આવે છે.

1. તમને જણાવી દઈએ કે તે જોવામાં ભલે ખરબૂજા જેવું લાગતું હોય, પણ તેને સાધારણ ખરબૂજા સમજવાની ભૂલ ન કરો. સૌથી મોંઘા ફળો માં સૌથી પહેલું નામ તેનું જ આવે છે. આ ફળ જાપાનનું છે અને જાપાન માં તેની કિંમત 15 લાખ થી 33 હજાર રૂપિયા સુધીની છે.2. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ માં સ્થિત આ બગીચો પુરી દુનિયામાં ફેમસ છે. આ બગીચામાં એક ખાસ પ્રકારનું અનાનસ ઉગાડવામાં આવે છે. જેની કિંમત 108503.92 રૂપિયા છે. જણાવી દઈએ કે આ ફળને ઉગવામા પુરા બે વર્ષ લાગે છે.
3. આ ખાસ પ્રકારની દ્રાક્ષ ને માત્ર જાપાન માં જ ઉગાડવામાં આવે છે. તમને જાણીને હેરાની લાગશે કે આ દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ છે. આ દ્રાક્ષ ના એક ગુચ્છા ની કિંમત 2 લાખ 66 હજાર રૂપિયા છે. આ દ્રાક્ષ ના એક ગુચ્છા માં 30 દ્રાક્ષ ના દાણા હોય છે એટલે કે એક દ્રાક્ષ લગભગ 8866 રૂપિયામાં પડી શકે.
4. લગભગ કરોડો રૂપિયામાં વહેંચાતું આ ઇંટેલિયન વાઈટ અલ્બા ફ્રૂટ ની હોંગકોંગ માં ખેતી કરવામાં આવે છે. તે ખુબ જ દુર્લભ હોય છે માટે લોકો તેને ખરીદવા માટે બોલી લગાવે છે, આ ફળ ની કરોડોની કિંમત માં બોલી લગાવામાં આવે છે.5. કેરી આખરે કોને પસંદ ન હોય, પણ જયારે કેરી આટલી ખાસ અને મોંઘી હોય તો લોકો તેને ખરીદતા પહેલા સો વાર વિચાર કરશે. જણાવી દઈએ કે જાપનમાં ઉગાડવામાં આવતી આ કેરી ની જોડી ની કિંમત 2 લાખ રૂપિયા છે. તેનો આકાર લગભગ એક ઈંડા ની જેમ જ છે.6. જાપનમાં એક ખાસ પ્રકારના તરબુચની ખેતી કરવામાં આવે છે, જેનો આકાર ગોળ નહીં પણ ચોરસની જેમ હોય છે. હવે તમે વિચારશો કે આખરે આ તરબૂચ આવા આકારમાં કઈ રીતે ઉગી શકે તો જણાવી દઈએ કે આ તરબૂચ ને સ્કવેઇર શેપ આપવા માટે ચોરસ એવા આકરના બનેલા કન્ટેનર માં ઉગાળવામાં આવે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here