આ છે દેશનો નંબર-1 ઘોડો, સલમાન ખાનની 2 કરોડ ઓફર પણ માલિકે ઠુકરાવી – જાણો શું છે ખાસિયતો?

0

હાલમાં જ સલમાન ખાન પોતાની ફિલ્મ ‘રેસ-3’ સિવાય એક બીજા કારણને લીધે પણ ચર્ચામાં આવી ગયા છે. જો કે સલમાન ખાનની ઓફર ઠુંકારવાની હિમ્મત તો કોઈમાં નથી પણ આ વ્યક્તિએ કઈક એવું કરી નાખ્યું છે. સલમાન આ વ્યક્તિને 2 કરોડ રૂપિયા આપીને તેની આ નાયાબ કિંમતી ચીજ ખરીદવા માંગતા હતા પણ આ વ્યક્તિએ તેની આ 2 કરોડની ઓફર પણ ઠુકરાવી નાખી હતી.   કોઈ ઘોડાની કિંમત જો 2 કરોડ લગાવામાં આવે તો કદાચ જ કોઈ તેને વહેંચવાનો ઇનકાર કરે પણ સુરતના એક ઘોડા માલિકે પોતાના ઘોડાની આટલી કિંમત લગાવી હોવા છતાં પણ તેને વહેંચવાનો ઇનકાર કરી દીધો છે. સુરતની પાસે ઓલપાડ શહેરમાં રહેતા ‘સિરાજ ખાન પઠાને’ 6 વર્ષના ઘોડા ‘સકાબ’ ને ખરીદવા માટે તેની પહેલા પણ કરોડો રૂપિયાની ઓફરો આવી ચુકી છે. જણાવી દઈએ કે ‘સકાબ’ વર્લ્ડ ફેમસ ઘોડાઓમાનો એક માનવામાં આવે છે.  

પંજાબના બાદલ પરિવારના આ ઘોડા માટે જ્યાં 1.11 કરોડ રૂપિયાની ઓફર આવેલી હતી, સાથે જ બોલીવુડ એક્ટર સલમાન ખાને એક એજંટના માધ્યમથી આ ઘોડા માટે પુરા 2 કરોડ રૂપિયામાં ખરીદવાની વાત કહી હતી પણ માલિકે ઇનકાર કરી દીધો હતો.

સલમાન ખાનને ઘોડાઓનો ખુબ જ શોખ છે. તેના પનવાલ સ્થિત ફાર્મ હાઉસ પર કુતરાઓ સાથે સાથે ઘોડાઓની દેખભાળ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

આખરે શા માટે કર્યો ઓફરનો ઇનકાર:

સકાબ જે પ્રજાતિનો ઘોડો છે તેવા માત્ર બે જ ઘોડા દુનિયાભરમાં છે. તેમાનો એક કેનેડા તો બીજો અમેરિકા માં છે. સકાબની ખાસિયત એ છે કે 43 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર માં તેની ચાલ એટલી આસાન અને જમ્પિંગ વગર જ થાય છે કે ઘોડેસવારી ને પણ કોઈ પરેશાની થતી ન હતી.

સિરાજ આ ઘોડાને 14.5 લાખ રૂપિયામાં રાજસ્થાનના બાલોતરા મેળા માંથી ખરીદીને લાવ્યા હતા, ત્યારે તેની ઉમર માત્ર 5 વર્ષની જ હતી. આ ઘોડાની એક આંખ કાળી અને બીજી આંખ સફેદ છે જેને લીધે ઘણા લોકો તેને દુરભાગ્યશાળી પણ માને છે. શરૂઆતમાં આ ઘોડાનું નામ ‘તુફાન’ હતું, પછી ‘પવન’ અને હવે તેનું નામ ‘સકાબ’ છે.

આ ઘોડો અત્યાર સુધીમાં 19 રેસ જીતી ચુક્યો છે અને ક્યારેય હાર્યો પણ નથી. સિરાજ કહે છે કે આ ઘોડો તેના માટે ખુબ જ કિંમતી છે. જેની બોલો લગાવી નથી શકાતી.

સકાબ અત્યાર સુધીમાં ત્રણ નેશનલ એવોર્ડ જીતી ચુક્યો છે. 31 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના જૈસલમેરના મરું મહોત્સવમાં પણ દેશભરના ઘોડાઓને પાછળ છોડી દીધા હતા.    

તેના વિશે સિરાજ ખાન કહે છે કે, ”હું જાણું છું કે મારો આ ઘોડો ઇન્સાનોની ઉપસ્થિતિને સમજી શકે છે અને તેને પસંદ પણ કરે છે. લોકો તેને જોઇને વિચારતા હોય છે કે ઘોડો કદાચ તેમને કચડી નાખશે પણ આખરી સમય પર ઘોડો લોકોની ઉપસ્થિતિ જાણીને સામેથી હટી જાતો હોય છે”.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.