આ છે બોલીવુડનો સૌથી મોટો દરિયાદિલ હીરો – કેરા પૂરગ્રસ્ત માટે જે કર્યું એ સાંભળીને તમને ગર્વ થશે….

0

કેરળમાં પૂર ને લીધે હજારો લોકો બેઘર બની ગયા છે અને સૈંકડો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પીડિતોની મદદ કરવા માટે પુરા દેશથી સામાન્ય જનતા અને સેલિબ્રિટીઝ આગળ આવી રહી છે. હવે એક્ટર રણદીપ હુડ્ડા પણ અહીં પીડિતોના દુઃખ ને ઓછું કરવા માટે પહોંચી ગયા છે. રણદીપે અહીં પીડિત લોકો માટે જમવાનું બનાવામાં મદદ થી લઈને તેને પીરસવા અને અન્ય ગોઠવણી કરવામાં મદદ કરી હતી.રણદીપ અહીં ‘ખાલસા એડ ગ્રુપ’ ના તરફથી કેરળમાં લોકોની મદદ માટે પહૉચ્યા છે. ખાલસા ગ્રુપની સાથે રણદીપે લોકોની મદદ કરી, તેમણે લોકોને જમવાનું પીરસ્યું હતું અને પીડિતોને શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા. પેરિસ અટૈક અને સિરિયા ના ખરાબ સમયમાં પણ આ ગ્રુપ અહીં ઉપસ્થિત રહ્યું હતું. પૂર પીડિત લોકોની મદદ કરવા રણદીપની ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ ફોટોને લઈને યુઝર્સે તેને રિયલ હીરો જણાવ્યા છે.

અમિતાભે પણ કરી લોકોની મદદ:
રણદીપના પહેલા કેરળ પૂર પીડિતો માટે અમિતાબ થી લઈને શાહરુખ ખાન, સુશાંત સિંહ રાજપૂત, જૈકલીન અને અક્ષય કુમાર જેવા મોટા સિતારાઓએ ઘણા પૈસા થી લઈને વસ્તુઓ પણ ડોનેટ કરી છે. રિપોર્ટ અનુસાર અમિતાભે પૂર પીડિત લોકો માટે રાહત કોષમાં 51 લાખ રૂપિયા, 80 જેકેટ્સ, 25 પેન્ટ્સ, 20  શર્ટ્સ, 40 જોડી ચપ્પલો અને સ્કાર્ફ દાન કર્યા છે. જયારે શુશાંત સિંહ રાજપૂતે 1 કરોડ રૂપિયા દાન કર્યા છે.
આ સિવાય સાઉથ એક્ટર રાજીવ પિલ્લઇ એ કેરળના લોકોની મદદ માટે પોતાના લગ્નને પણ પોસપોન્ડ કરી દીધા હતા. જણાવી દઈએ કે, સેના, એરફોર્સ, નેવી અને એનડીઆરએફ ની મદદ થી લોકોને બચાવાનું કામ ચાલી રહ્યું છે.

પૂર પીડિત થી 9 દિવસમાં 324 લોકોની મૃત્યુ:

કેરળમાં 9 દિવસથી ભારે વર્ષા અને પૂર ના ચાલતા 324 લોકોની મૃત્યુ થઇ. ભૂસ્ખલન અને પૂર પીડિતોમાં ગુરુવાર ના રોજ 106 લોકોનો જીવ ગયો હતો. સેનાની સાથે એનડીઆરએફ ની ટીમ રાહત કાર્ય સાથે લાગેલી છે. 2 લાખ 23 હજાર લોકોએ 1500 રાહત શિવીરોમાં પહોંચાડવામાં આવ્યા છે. શુક્રવારે નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી પીનરઈ વિજયન થી ફોન પર વાત કરી, પ્રધાનમંત્રી મોડી રાતે કેરળ પહોંચ્યા. સવારે 7 વાગે હવાઈ માર્ગ દ્વારા સર્વે માટે કોચી રવાના થયા. મુખ્યમંત્રી વિજયને ટ્વીટર દ્વારા મુખ્યમંત્રી રાહત કોષના બેન્ક ખાતા નંબર શેયર કરીને લોકોને મદદ કરવાની અપીલ કરી. પંજાબ અને દિલ્લી સરકારે 10-10 કરોડ રૂપિયાની શક્યતા કરવાનું એલાન કર્યું છે.

વાહનો પણ ઠપ થઇ જવાને લીધે પેટ્રોલ પંપ પણ સુકેલા પડ્યા છે. ઘણા વિસ્તારમાં પીવાના પાણીની પણ સમસ્યા આવી ગઈ છે. રેલવે રાજ્યમાં પીવાનું પાણીથી ભરેલા ટેન્કર રવાના કર્યા છે. કર્ણાટક-કેરળની વચ્ચે ચાલનારી 17 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મોસમ વિભાગે રવિવાર સુધી કેરળમાં ભારે વર્ષાની આગાહી આપી છે. રાજ્યના 14 માંથી 13 જિલ્લાઓને એલર્ટ ઘોષિત કરવામાં આવ્યા છે. કાસરગોડા, ઇડુક્કી, અલપ્પુઝા, ત્રિશૂર, એર્નાકુલમ જિલ્લાની સ્થિતિ વધુ ખરાબ છે.

પેરિયાર નદીમાં પૂર થી કોચી એરપોર્ટ સહીત શહેરના મોટાભાગના ઇલાકાઓ ડૂબી ગયા છે. અહીંનું એયરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ભારે વર્ષા ને લીધે ઇડુક્કી, મલ્લાપ્પુરમ અને કન્નુર જિલ્લામાં ઘણી જગ્યાઓ પર  ભૂસ્ખલન પણ થયું છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here