આ છે બોલીવુડના સૌથી બદ્ત્મીજ સિતારાઓ, ફેંસ સાથે પણ કરી ચુક્યા છે ખરાબ વ્યવહાર….વાંચો અહેવાલ

0

Bollywood જગત હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે,  તેમાં મળેલી  સરાહના  પોતાના ઉપર હાવી ન થવા દેનાર ઘણા બધા  કલાકારો છે.. જ્યારે ઘણા કલાકારો તેમાં અંજાઈ ચૂક્યાં છે અને આત્મસન્માન  ગુમાવી બેઠા છે.. આવો જોઈએ તેવા કેટલાક સિતારાઓ કે જેઓ પોતે બદનામ થઈ ચૂક્યા છે  પોતાના વર્તનને લીધે..

1. સાજીદ ખાન:

બોલિવૂડનાં  પ્રખ્યાત નિર્માતા નિર્દેશક સાજિદ ખાન થોડા વર્ષ પહેલા આશુતોષ ગોવારીકરની સાથે પોતાના વિવાદને લઈને ન્યૂઝમાં રહેલા હતા. આ વાતથી લોકોને સાજીદના સાચા સ્વભાવની ખબર પડી.  આ સિવાય રિયાલિટી શોમાં પણ સાજીદ ખાન પોતાના વર્તન થી લોકોને દુઃખ પહોંચાડી ચૂક્યો છે.

2.  ઋષિ કપૂરઋષિ કપૂરના ગેરવર્તણૂક ની વાતો ટ્વિટર પરથી ફેલાઈ. ટ્વિટર એકાઉન્ટમાં પોતાના એક ફેન સાથે કરેલા વર્તનને કારણે તેઓ ન્યુઝ માં આવ્યા હતા.

3.  રામગોપાલ વર્માએક સમયે રંગીલા અને સરકાર જેવી અદ્ભુત ફિલ્મો આપ્યા પછી રામગોપાલ વર્મા લાંબા સમયથી સારી ફિલ્મ આપી શક્યા નથી. હવે તેને નસીબ કહીએ કે સફળતાનો નશો પરંતુ રામગોપાલ વર્મા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી શક્યા નથી અને વારંવાર વિવાદોથી ઘેરાયેલા રહે છે.

4.  કેટરિના કૈફ બોલીવુડની હીરોઈન ની વાત કરીએ તો કેટરીના કેફ ગેરવર્તણૂંકની બાબતમાં નંબર વન પર છે. એરહોસ્ટેસ સાથેના વર્તનથી તથા પોતાના ફેનને સિગ્નેચર અને સેલ્ફી લેવાની ના પાડીને તેમનું અપમાન કરી ચૂકી છે કેટરિના નો સફળતાનો નશો કહીએ કે ગમે તે.

5.  શિરીષ કુંદરફરાહ ખાનના હસબન્ડ બે અલગ-અલગ સમયે શાહરૂખ ખાન અને સંજય દત્તનો માર ખાઇ ચૂકયા છે..
તેમના વર્તનથી પણ બદનામ છે કુંદર.

6.  પરિણીતી ચોપડાઆમતો પરિણીતી શૂટિંગમાં પોતાના સહ-કલાકાર સાથે ઝઘડો કરવા માટે ઘણી વાર ચર્ચામાં આવી ચૂકી છે. તેમની એક દોસ્તે આરોપ લગાવ્યો હતો કે પરિણીતી ચોપડાએ પોતાના બાળપણને લઈને કેમેરાની સમક્ષ ખોટી વાતો કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં પરિણીતીએ કહ્યું હતું કે નાનપણમાં તેમનો પરિવાર ખૂબ ગરીબ હતો અને પોતે સાયકલ લઈને સ્કૂલ પર જતી હતી તે એ વાતનું તેની મિત્રઅે ખંડન કર્યું.

7. ગોવિંદાચીચી ના નામથી જાણીતા ગોવિંદા પણ પોતાના વર્તનને લઇને ચર્ચામાં રહી ચૂક્યા છે. 2008માં ફિલ્મ મની હૈ તો હની હે ના શૂટિંગ દરમિયાન ગોવિંદાએ  પોતાના ફેનને તમાચો જડી દીધો હતો. તે પછી તેમને માફી માગવાનો વારો આવ્યો હતો.

8.  શાહરુખ ખાનપાર્ટીમાં કોઈને તમાચો મારી દેવાથી લઈને વાનખેડે સ્ટેડિયમમાં વોચમેન સાથેની માથાકૂટને લઈને શાહરૂખ હંમેશા ચર્ચામાં રહ્યો છે. તેથી સાર્વજનિક સ્થળ ઉપર તેમને વિવેકથી વર્તવાની જરૂર છે..

9. ઐશ્વર્યા રાઈ બચ્ચન:>ઐશને બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીમાની એક માનવામાં આવે છે. પણ સાથે જ ઐશનું નામ ખુબ જ બદ્ત્મીજ મિજાજ અભિનેત્રી હોવાનો પણ ઈલ્ઝામ લાગી ચુક્યો છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!