આ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી….જુવો ફોટોસ

0

આ તસ્વીર રાજસ્થાનના પાલી જિલ્લા માં મંડલી ગામના ખેતરની છે. ખેતરમાં ઉભેલા રાઈના પાક પર કીટનાશક નો છંટકાવ કરવા માટે ખેડૂત ભીખારામેં ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. તેના માટે તેમણે પોતાના સ્તર પર પાણીની બે બોટલો માં કીટનાશક દવા ભરીને નાના-નાના કાણા કરીને આવશ્યક જુગાડ તૈયાર કર્યો છે. તેનું કહેવું છે કે તેના એક પરિચિત ની પાસે ડ્રોન કેમેરો ઉપલબ્ધ હતો. તેના જ આઈડિયાથી આ પ્રયોગ એક વાર કરીને જોયો. હવે રાઈના પાકમાં તેમણે આ માધ્યમથી કીટનાશક દવાનો છંટકાવ કર્યો છે. ભીખારામ નું કહેવું છે કે મોટા ખેતરોમાં ઉભેલા પાકની દેખરેખ માટે પણ આ આઈડીયો ખુબ જ મદદગાર સાબિત થઇ શકે છે.ખેતીમાં ખેડૂતો ને મદદગાર ઉપકરણ બનેલા ડ્રોનના છે ત્રણ ફાયદા:

1. ખેતરોમાં ઉભેલા પાકમાં રોગ કે અન્ય કોઈ ખામીની ફોટો લઈને તેને કૃષિ વિશેષજ્ઞો ને મોકલીને જરૂરી ઉપચાર હાથોહાથ મળી શકે છે.

2. ટપક સિંચાઈ પદ્દધતિ થી કીટનાશક દવાઓ છાંટીને પાકની સુરક્ષા કરી શકાય છે.

3. ડ્રોનનો અવાજ અને તેના દ્વારા આવતી હવા થી ચકલીઓ કે અન્ય પક્ષીઓ થી પાકને બચાવી શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!