અ છે અનોખા 10 થીએટર, જ્યાં તમે ગર્લ ફ્રેન્ડની સાથે આવી રીતે લઇ શકો છો ફિલ્મની મજા, જાણો ક્યા આવેલા છે આ થીએટર…

0

આવો માહોલ તમને ખુબ જ રોમાંચિત કરી દેશે.

“मन जा वे, रोमांटिक पिक्चर दिखा दे।” તમારી ગર્લફ્રેન્ડ જ્યારે પણ તમને આ વાત કહેતી હશે ત્યારે તમે બાજુના કોઈ મલ્ટીપ્લેક્સ માં જતા હશો. આ મલ્ટીપ્લેક્સ કેવા હોય છે? થોડી આરામદાયક ખુરશી, બ્લૈક ઈન્ટીરીયર અને મોટી એવી સ્ક્રીન હોય છે. હવે જેઓને પ્રાઈવેસી જોતી હોય તેઓ ગોલ્ડ ક્લાસમાં ચાલ્યા જતા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે દુનિયાભરમાં એવા પણ સિનેમાહોલ છે, જ્યાં ફિલ્મ ન લાગેલી હોય તો પણ ત્યાં ફરવા જવા માટેની ઈચ્છા થઇ જાય.તેને જોઇને તમને કોઈ પુલ પાર્ટીની ફીલિંગ આવશે, તો ક્યારેક કોઈ મહેલમાં હોવાનો અહેસાસ થાશે. આજે અમે તમને આવાજ અદ્દભુત સિનેમાહોલની સૈર કરાવવા જઈ રહ્યા છીએ.

1. Olympia music hall:આ દુનિયામાં આળસુ લોકોની કમી તો છે જ નય. તમે ઘરે પણ આવી રીતે પલંગ પર લેટીને ફિલ્મો જોતા હશો. ફ્રાંસનાં આ હોલથી આરામદાયક તો દુનિયામાં બીજું કશું જ નહિ હોય.

2. Cinema city:જો તમને રંગોથી લગાવ હોય તો તમારે જેરુસલેમ નું આ સિનેમાહોલ ખુબ જ પસંદ આવશે. જો તમે અહી તમારા પાર્ટનરની સાથે જાવ છો તો તે તમારામાં એક અલગ જ રોમાંચ ભરી દેશે.

3. Hot Tub cinema:રૂખા સુકામાં તો દરેક વખતે ફિલ્મો જોતા હશો. લંડન ના આ હોટ ટબ સિનેમામાં જઈને તમને એક નવો જ અનુભવ મળશે. બાકી તો તમે સમજી જ શકો છો કે આવી રીતે એક જ ટબમાં પાર્ટનર સાથે ફિલ્મ જોવાની કઈક અલગ જ મજા છે.
4. L’Odyssee de pi:જો કે ફ્રાંસની રાજધાની પેરીસ માં ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ ની સ્ક્રીનીંગ માટે આ પ્રકારનું ઇવેન્ટ આયોજીય કરવામાં આવ્યું હતું. આ દૌરાન સ્વીમીંગ પુલમાં લોકોને બોટ પર બેસાડીને ફિલ્મ બતાવવામાં આવે છે.

5. Sci Fi Dine in Theatre Disney’s Hollywood studios:જો તમને ડીજ્રી ની કે પછી એનીમેટેડ ફિલ્મ જોવાના સમયે લાગતું હોય કે કાશ આપણે પણ આવી જગ્યા પર જઈ શકતા હોત, તો તમારે આ સ્ટુડીયોમાં જરૂર જવું જોઈએ, આ નાની એવી પ્યારી કારમાં બેસવાની અલગ જ મજા આવશે.

6. Dokufest:ખુલ્લા નેચરમાં મજા લેવા માગો છો તો કોસોવોના Prizren શહેરમાં થતા ઇન્ટરનેશનલ ડોક્યુંમેન્ટરી એંડ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ તમને ખુબ જ પસંદ આવશે. અહી તમને ખુબ જ રોમેન્ટિક જેવી ફીલિંગ આવશે.

7. Makedox kurshumli An In Skopje, Macedonia:કોઈ કિલ્લામાં ફિલ્મ જોવાનો આનંદ તમને ન મળ્યો હોય તો Macedonia ના ક્રિએટીવ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફેસ્ટીવલ માં જરૂર જાવું જોઈએ. જો કે આવી જગ્યાઓ પર હોરર ફિલ્મો જોવી પણ ખુબ જ મજેદાર લાગશે.

8. open air cinema:ચાંદની રાતમાં સમુદ્રની પાસે બેસીને ફિલ્મ જોવું કેટલો સુંદર અહેસાસ બની શકે છે, એ તો તસ્વીર જોઇને સમજમાં આવી રહ્યું છે. પણ જો તમારે પણ અ માહોલને મહેસુસ કરવું હોય તો તેના માટે સિડની જવું પડશે.

9. Sala Montjuic:જો તમને એ.સી. થી વધુ ખુલ્લી હવામાં રહેવું પસંદ છે તો તમારે બર્સીલોનાના ઓપન એયર ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો જરૂર બનવું જોઈએ. આવી રીતે લીલા ઘાસ પર બેસીને ફિલ્મ જોવું ખુબ જ મજેદાર હોય છે.

10. Forte Mare:ખુલ્લી હવાની સાથે સમુદ્ર પણ મળી જાય તો કોઈ જન્નત થી કમ નથી. તેમાં પણ આવળી મોટી સ્ક્રીન પે ફિલ્મ જોવું તો સોને પે સુહાગા જેવી વાત છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.