આ છે 5 એવા વેજિટેરિયન ફૂડ જે ખાવા થી જલ્દી વજન ઘટે છે – ખાસ માહિતી વાંચો અને અપનાવો, પછી જુવો કમાલ

સામાન્ય રીતે જે લોકો નોનવેજ ખાય છે તેને ભરપૂર પ્રોટીન મળી રહે છે. પરંતુ શાકાહારી લોકો માટે પ્રોટિન રિચ ડાયટ લેવુ ઘણી વખત ચેલેન્જ બની જાય છે. જો તમે શાકાહારી છો તો અમે તમને પ્રોટીન ના એવા વેજ ઓપ્શન જણાવી રહ્યા છીએ જે ખૂબ જ સસ્તા, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને લો કેલેરી વાળી ફૂડ આઇટમ્સ છે. એટલુ જ નહીં તે ખાયા પછી તમારા શરીર નુ વજન તો ઓછુ થશે જ સાથે પૂરતુ પોષણ પણ મળી રહેશે.

1. કિનુઆ (Quinoa)

પાછલા થોડા સમય માં કિનુઆ ની પોપ્યુલરીટી ખૂબ જ વધી ગઈ છે. કિનુઆ ની ખાસિયત એ છે કે તે ગ્લુટન-ફ્રી હોવા ની સાથે હાઈ પ્રોટીન ડાયટ છે. એટલુ જ નહી તેમાં જરૂરી બધા 9 એમિનો એસિડ હોય છે. ન્યુટ્રીશન થી ભરપૂર કિનુઆ માં મોજુદ ફાઇબર અને લો ગ્લિસમિક ઈન્ડેક્સ બ્લડ સુગર લેવલ ને કંટ્રોલ કરવા માં પણ ખૂબ જ મદદરૂપ છે. કિનુઆ માં આયર્ન અને મેગ્નેશિયમ જેવા મીનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. કિનુઆ માં હાઈ પ્રોટીન હોય છે જે મેટાબોલિઝમ ને વધારીને ભૂખ પણ શાંત રાખે છે. તેનો મતલબ એ છે કે તમારુ પેટ પણ ભરેલુ રહેશે અને શરીર ને જરૂરી પોષકતત્ત્વો પણ મળી રહેશે. જો તમે તમારુ વજન ઘટાડવા માંગો છો તો તમારી ડાયેટ માં કિનુઆ ને જલ્દી થી જલ્દી સામેલ કરી લો.

2. લો ફેટ પનીર

પનીર બધા ઘર ની પસંદ છે. બધી ઉમર ના લોકો તે ગ્રહણ કરે છે. પનીર થી આપણા શરીર ને પ્રોટીન મળે છે. જો કે તમે ક્યા દૂધ નુ પનીર ઉપયોગ કરો છો તેના પર પ્રોટીન અને કેલેરી કાઉન્ટ ઘણું ડિપેન્ડ કરે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે ગાય ના દૂધ થી બનેલુ લો ફેટ પનીર નો ઉપયોગ કરવો જોઇએ. પનીર conjugated Linoleic Acid નો પણ સારો સ્ત્રોત છે. હકીકતમાં, આ એક પ્રકારનુ ફેટી એસિડ છે જે ફેટ બર્ન કરવા માં તમારી મદદ કરે છે.

3. દાળ અને ફલિયા

દાળ વિના ભારતીય થાળી અધૂરી છે. મગ, અડદ, રાજમા અને છોલે આ બધી દાળ પ્રોટીન નો સારો સ્ત્રોત છે. એટલુ જ નહીં આ દાળ શરીર ને ફાઇબર, ફોલેટ અને ઝિંક નુ પોષણ પણ આપે છે. દાળ એ શાકાહારી અને જિમ જવા વાળા લોકો માટે પરફેક્ટ આહાર છે જે પ્રોટીન ઇન્ટેક સાથે સમાધાન કર્યા વિના વજન ઘટાડવા માંગે છે. તમે તેને સલાડ, સૂપ, ચીલા અથવા પછી નોર્મલ દાળ ની જેમ ખાઈ શકો છો. બસ એ વાત નુ ઘ્યાન રાખવુ કે દાળ બનાવતી વખતે ઓછા માં ઓછા તેલ નો ઉપયોગ કરવો. સારુ રહેશે જો ઘી માં જીરુ, હીંગ અને રાઈ નો વઘાર લગાવી ને દાળ બનવવા માં આવે.

4. દૂધ

દૂધ પ્રોટીન નો સારો સોર્સ છે. દૂધ માં પ્રોટીન સિવાય ભરપૂર માત્રા માં કેલ્સિયમ પણ હોય છે, જે તમારા હાડકા અને માંસપેશીઓ માટે જરૂરી છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો તો લો ફેટ મિલ્ક નો ઉપયોગ કરવો.

5. ડ્રાયફ્રુટસ

દિવસ ની શરૂઆત ક્રંચ ની સાથે કરો. બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટસ પ્રોટીન અને ફાઇબર નો સારો સોર્સ છે. આટલુ જ નહી તેમાં મોજુદ મેગ્નેશિયમ, વિટામિન-ઈ અને હેલ્ધી ફેટ્સ ફ્રી રેડિકલ્સ થી આપણી રક્ષા કરે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!