આ છે વિશ્વના ટોપ 10 મોંઘા ઘર, ટોપ 5 માં છે આપણા દેશનું પણ 1 ઘર સામેલ વાંચો અને જાણો…

0

પોતાનું એક મોટું ઘર હોય એવું સપનું લગભગ દરેક વ્યક્તિ જોતો હોય છે. ઘણા એવા પણ લોકો હશે જે નાનું હોય કે મોટું બસ પોતાનું એક ઘર હોય. ઘરની કિમતથી વ્યક્તિને જાણી શકાય છે. વ્યક્તિ એ પોતાની ઇન્કમ પ્રમાણે ઘર ખરીદતો હોય છે. વ્યક્તિ પોતાના ઘરમાં બધી જ સુખ સુવિધા રાખવા માંગતો હોય છે. આની માટે તે દિવસ રાત ઘણી મહેનત પણ કરતો હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને મોંઘા ઘર બનાવવાનો શોખ પણ હોય છે. રાજનૈતિક જગતથી લઈને ફિલ્મી હસ્તીઓ અને મોટા મોટા બિઝનેસમેનથી લઈને નાના મોટા વેપારીઓ પણ તેમાં સામેલ છે.

આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું વિશ્વના ૧૦ એવા મોંઘા ઘર વિષે જેને જોઇને તમે તેમના માલિક વિષે અંદાજો લગાવી શકશો. આ ઘર એટલા બધા સુંદર છે કે તમે ફોટો જોઇને તમારી આંખો ચાર થઇ જશે.

બંકિઘમ પેલેસ : લંડનમાં આવેલ આ ઘર એ વિશ્વના સૌથી મોંઘા ઘરમાં સૌથી પહેલા આવે છે. આ ઘર એ ઇંગ્લેન્ડની રાણીનું ઘર છે જેની કિમત લગભગ ૧.૫૫ બિલીયન ડોલર છે. ઇંગ્લેન્ડની ક્વીન ખરેખર રીયલ એસ્ટેટની પણ ક્વીન છે.

આ પેલેસમાં લગભગ ૭૭૫ રૂમો, ૧૮૮ સ્ટાફ રૂમ, ૫૨ રોયલ અને ગેસ્ટ બેડરૂમ, ૯૨ ઓફીસ, ૭૮ બાથરૂમ અને ૧૯ સ્ટેટરૂમ છે. આ બધા રૂમો આ ઘરને વિશ્વનું સૌથી મોંઘુ ઘર બનાવે છે.

એન્ટીલિયા : ફક્ત ભારત જ નહિ પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ એવા મુકેશ અંબાણીનું ઘર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘરની અંદાજીત રકમ ૧ થી ૨ મિલિયન ડોલર છે આ લગભગ ૪૦૦૦૦૦ વર્ગ ફૂટમાં ફેલાયેલ ઘર છે. આ ઘર ૨૭ માળનું છે.

આ ઘર મુંબઈના અલ્માઉંટ રોડ પર આવેલ છે આ મુંબઈમાં સૌથી મોંઘા એરિયામાંથી એક છે. આ ઘરમાં ૬૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કામ કરે છે. આ લોકો ૨૪ કલાક ઘરનું ધ્યાન રાખે છે. આ ઘરમાં હેલ્થ સ્પા, એક સલુન, એક બોલરૂમ, ૩ સ્વિમિંગપુલ, યોગા અને ડાન્સ સ્ટુડિયો વગેરે આવેલ છે. આ ૨૭ માળના ઘરમાં પહેલા ૬ માળ સુધી તો ફક્ત પાર્કિંગ જ છે. આ ઘરમાં એક પ્રાઇવેટ થીએટર છે અને એક સ્નો રૂમ પણ છે.

વિલા લિયોપોલ્ડા : ફ્રાંસમાં આવેલ આ ઘર વિલી સાફરાનું માલિકીનું છે. આ ઘરની કિમત ૭૫૦ મિલિયન ડોલર છે. વિલી સાફારા એક ફિલેન્થ્રોપિસ્ટ અને લેબનાનના બેન્કર વિલિયમ સાફારાની વિધવા પત્ની છે.

લગભગ ૫૦ એકરમાં ફેલાયેલ આ ઘરમાં એક મોટું ગ્રીન હાઉસ, એક સ્વિમિંગ પુલ અને પુલ હાઉસ પણ છે. આની સાથે જ ત્યાં આઉટડોર કિચન, હેલીપેડ અને ગેસ્ટ હાઉસ પણ છે.

વિલાલેસ કાયદ્રશ : આ ઘરની અંદાજીત રકમ ૪૦૦ મિલિયન ડોલર છે.આ એક કિંગ સાઈઝ ઘર છે જેનું નિર્માણ ૧૮૩૦માં બેલ્જિયમના રાજાએ કરાવ્યું હતું.

લગભગ ૧૮૦૦૦ વર્ગફૂટમાં ફેલાયેલ આ ઘરમાં ૧૪ બેડરૂમ, ઓલમ્પિક આકારનું સ્વિમિંગ પુલ, વુડ પેનલ્ડ લાયબ્રેરી, એથેનાનું એક બ્રોન્જ સ્ટેચ્યુ, એક કૈડીલાયર લીટ બોલરૂમ, ૩૦ ઘોડા સાથેનું એક અસ્તબલ, એક મોટો સીટીંગ રૂમ અને બીજું ઘણુબધું છે.

ફોર ફેયરફિલ્ડ પોન્ડ : ન્યૂયોર્કના સાગાપોનેકમાં બનેલ આ ઘરની કિમત ૨૪૮.૫ મિલિયન ડોલરની આસપાસ છે. આ ઘરની મલકીન ઈરા રેનટ છે જે રેંકો ગ્રુપની ઓનર પણ છે.

લગભગ ૬૩ એકરમાં ફેલાયેલ આ ઘરમાં ૨૯ બેડરૂમ છે અને આ ઘર પાસે પોતાનું પાવર પ્લાન્ટ છે. સાથે અહિયાં બાસ્કેટબોલ કોર્ટ, બોલિંગ એલે, સ્ક્વેશ કોર્ટ, ટેનીસ કોર્ટ, ત્રણ સ્વિમિંગ પુલ અને એક ૯૧ ફૂટનો લાંબો ડાયનીંગ ટેબલ છે.

એલિસન એસ્ટેટ : કેલીફોર્નીયાના વુડસાઈડમાં બનેલ આ ઘર લગભગ ૨૩ એકરમાં ફેલાયેલ છે. તેની કિમત ૨૦૦ મિલિયન ડોલર છે.

આ ઘરના માલિક ઓરેકલના કો ફાઉન્ડર લૈરી એલિસન છે. આ કમ્પાઉન્ડમાં ૧૦ બિલ્ડીંગ છે સાથે અહિયાં એક સરોવર, ટી હાઉસ અને બાથ હાઉસ પણ છે.

પલાડો ડી અમોર : જેફ ગ્રીન, જે એક રીયલ એસ્ટેટ અન્ત્રપ્રેન્યોર છે અને અમેરિકાના બહુ પ્રખ્યાત રાજનેતા છે, આ ઘરના માલિકના હક તેમની પાસે છે આની અંદાજીત કિમત ૧૯૫ મિલિયન ડોલર છે.

લગભગ ૫૩૦૦૦ એકરમાં ફેલાયેલ આ ઘર એક આકર્ષક વિલા છે. આ ઘરમાં ૧૨ બેડરૂમ, ૨૩ બાથરૂમ, ટેનીસ કોર્ટ, સ્વિમિંગ પુલ, થીએટર, વોટરફોલ, રીફ્લેક્તિંગ પુલ અને એક મોટું ગેરેજ છે જેમાં ૨૭ ગાડીઓ ઉભી હોય છે.

સેવન ધ પિનાકલ : આ એક મોટા યેલોસ્ટોન ક્લબનો ભાગ છે, જે એક પર્સનલ સ્કાય અને અમીર લોકો માટે ગોલ્ફ કોમ્યુનીટી છે. આ ઘરના માલિક એડ્રા અને ટીમ્બર બેરન ટીમ બ્લીક્સેથ છે. આ ઘરમાં હીટેડ ફ્લોર, ઘણા બધા પુલ્સ, એક જીમ અને એક વાઈન સેલર છે.

Xanadu 2.0 : આ વિશ્વના અમીર વ્યક્તિમાં સામેલ ગેટ્સ પરિવારનું ઘર છે, આ ઘરની કિમત ૧૨૫.૫ મિલિયન ડોલર છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બીલ ગેટ્સ અને એમની પત્ની મિલીંડા ગેટ્સનું ઘર છે.

આ ઘર બહુ આકર્ષક ઘર છે જે ૬૬૦૦૦ વર્ગફૂટમાં ફેલાયેલ છે આ ઘરને બનાવવા પાછળ ૭ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ઘરમાં એક ૬૦ ફૂટનો પૂલ પણ છે.

કેનિસ્ગટન પેલેસ ગાર્ડન્સ : લંડનમાં આવેલ આ ઘરની અંદાજીત કિમત ૧૨૮ મિલિયન ડોલર છે. આ એક જાણીતા ભારતીય બિઝનેસમેન લક્ષ્મી મિત્તલનું ઘર છે.

આ આવાસીય સંપત્તિ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ઘરની પાસે છે, આ ઘરમાં ૧૨ બેડરૂમ, એક ટર્કીશ બાથરૂમ, એક ઇન્ડોર પૂલ અને ૨૦ ગાડીઓ માટે એક ખાસ પાર્કિંગ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here