આ છે બોલીવુડની 6 નખરેબાજ અભિનેત્રીઓ….જેટલી મોટી હિરોઈન છે તેના નખરા પણ તેટલા જ મોટા અને કમાલના હોય છે

0

1. કરીના કપૂર:

બેબો જેટલી મોટી હિરોઈન છે તેના નખરા પણ તેટલા જ મોટા અને કમાલના હોય છે. કરીના પોતાના હાઈ પ્રોફાઈલ નખરા માટે જાણવામાં આવે છે. કરીના ફિલ્મ ‘કહો નાં પ્યાર હે’ ની શુટિંગ વચ્ચે જ છોડીને ચાલી ગઈ હતી, તેના બાદ તેનો રોલ ‘અમીષા પટેલ’ ને આપવામાં આવ્યો હતો, પણ હાલ કરીના ટોપ અભિનેત્રી બની ચુકી છે. બેબોએ દરેક ફિલ્મમેકર્સને કહી રાખ્યું છે કે તે માત્ર A લીસ્ટર હીરોજની સાથે જ કામ કરશે, એટલે કે કરીના કોઈપણ ન્યુ હીરો સાથે કામ કરવા નથી માંગતી. એવામાં દલજીત દોસાંજને કરીનાનો આભાર માનવો જોઈએ, જેની સાથે તેમણે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ કરી હતી.2. દીપિકા પાદુકોણ:

કરીનાની જેમ દિપિકાને પણ કોઈ નવા હીરો સાથે સ્ક્રીન શેઈર કરવી પસંદ નથી. એક વાર તેને અભિનેતા વીકી કૌશલની સાથે કામ કરવા માટેની નાં પાડી હતી. દીપિકા માત્ર A લીસ્ટર અભિનેતાઓ સાથે જ કામ કરવાની વાત કહી ચુકી છે.

3. રેખા:

એવરગ્રીન રેખા અભિષેક કપૂરની ફિલ્મ ‘ફીતુર’ માં કામ કરી રહી હતી, પણ બાદમાં તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી અને કહ્યું કે આ ફિલ્મમાં તેનો લુક સારો નથી. બાદમાં તેની જગ્યા પર તબ્બુએ આ ફિલ્મ કરી હતી.

4. પ્રિયંકા ચોપડા:

પ્રિયંકા ચોપડા ‘નો ન્યુડીટી ક્લોજ’ ને સ્ટ્રીકલી ફોલો કરે છે. મતલબ ‘પીગ્ગી ચોપ્સ’ કોઈ ફિલ્મમાં ન્યુડ સીન નહિ કરે. હોલીવુંડમાં ગયા બાદ પણ તે પોતાની આ વાત પર કાયમ રહી  હતી.

5. કેટરીના કૈફ:

‘ફીતુર’ ફિલ્મના શુટિંગ બાદ કેટરીનાએ ખુબ વજન ઉતાર્યું હતું. કેટરીનાએ ફિલ્મના ડાયરેક્ટરને અમુક સીન્સ ફરીથી શૂટ કરવા માટે કહ્યું હતું. સાથે જ તેણે પોતાના ફેવરીટ ફોટોગ્રાફર પાસે ફોટોશુટ કરવા માટે પણ કહ્યું હતું.

6. સની લીઓની:

પોર્ન સ્ટારથી બોલીવુડ સ્ટાર બનેલી સની લીઓની પોતાના ફિલ્મના કોન્ટ્રેકટ માં ‘નો કિસિંગ’ ક્લોજ રખાવે છે. Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡