આ હનુમાનજીના મંદિરમાંથી નથી પાછું ફરતું કોઈ ખાલી હાથ, 2025 સુધી થઈ ગયું છે ભંડારાનું એડવાન્સ બુકિંગ …

0

કળિયુગમાં સૌથી વધારે પ્રસન્ન થતાં હોય તો એ છે હનુમાનજી. હનુમાનજી પૂજા કરવાથી જીવનની તમામ તકલીફો દૂર થશે જ ઉપરાંત કુંડળીમાં થતાં દોષ પણ જેવા કે અશુભ શનીની દૃષ્ટિ પણ શુભ ફળ આપે છે. એટ્લે જ લોકો બજરંગબલીના મંદિરે જાય છે દર્શન માટે. અને થાય છે એમના ચમત્કારોથી પ્રભાવિત.હનુમાનજીના દેશમાં ઘણા એવા ચમત્કારિક મંદિરો છે જ્યાં ગયેલ કોઈ વ્યક્તિ ખાલી હાથ પાછું નથી ફરતું દર્શન તો કરે જ છે સાથે સાથે ભંડારા પણ કરાવે છે, આ મંદિરમાં ભક્તોની એટલી ભીડ જોવા મળે છે કે અહીંયા થવા વાળો ભાડારો પણ 2025 સુધી એડવાન્સમાં બુકિંગ થઈ ચૂક્યો છે. આ મંદિરનુ નામ છે સિદ્ધબલી હનુમાન મંદિર. તો ચાલો જાણીએ કે આ ચમત્કારી મંદિર ક્યાં આવેલું છે તેના વિષે…

ક્યાં છે સિદ્ધબલી હનુમાન મંદિર :

ઉત્તરાખંડના પૌરી પ્રદેશમાં કોટદ્વારમાં આ મંદિર આવેલું છે, જેને પૌરીનો પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. આ વિસ્તાર ખીણોમા અને નદીના કાંઠે આવેલો છે. કોટદ્વાર પછી પર્વતીય ભૂપ્રદેશ છે. તે ગઢવાલ જિલ્લામાં આવે છે. કોટદ્વારથી આશરે 3 કિ.મી. દૂર ધોરીમાર્ગ છે. આ મંદિર ખુઆહ નદીની ધાર પર આવેલું છે, લગભગ 40 મીટર ઊંચું છે.

કેવી રીતે પહોંચવુંદિલ્હીથી કોટદ્વાર આશરે 225 કિમી દૂર છે. બસ, ટ્રેન અથવા કાર દ્વારા અહીં પહોંચવું એકદમ સરળતા ભર્યું રહેશે.
મંદિર સાથે સંકળાયેલી કેટલીક વિશેષ વસ્તુઓ

મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ઘણા સમય પહેલા એક બાબા આ ટેકરી પર આવેલ હનુમાનજીની પૂજા કરતા હતા. હનુમાનજીએ તેમને દિવ્ય સિદ્ધિ આપી. તેથી જ બાબાને લોકો સિદ્ધાબલ બાબા તરીકે ઓળખવા લાગ્યા. બાબાએ અહીં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી.અહીની પ્રચલીત માન્યતા અનુસાર બ્રિટીશ શાસન દરમ્યાન મુસ્લિમ અધિકારી આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, તે પછી તેઓ આ સિદ્ધબલ મંદિરમાં ક્યાંક રહ્યા હતા. અધિકારીએ સપનું જોયું કે મંદિર સિદ્ધબલી બાબાની સમાધિ નજીક જ બનાવવામાં આવશે. ત્યારે આ અધિકારીએ આ વિસ્તાર લોકોને આના વિષે વાત કરી કહ્યું ત્યારે લોકોએ અહીં એક મંદિર બનાવી આપ્યું.

આ પહેલાં આ મંદિર સાવ નાનું અહતું. ધીરે ધીરે, આ મંદિર ભક્તોની મદદથી ભવ્ય વિશાળ મંદિર બની ગયું છે.

મનોકામના પૂર્ણ થાય કે તરત જ લોકો કરાવે છે ભંડારો :

એવું માનવામાં આવે છે કે અહીંયા હનુમાનજી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. પ્રસાદ, ગોળ, અને નારિયેળને વિશેષ રૂપથી ચડાવવામાં આવે છે. દરેક મંગળવાર અને શનિવારે ભક્તોને માટે પ્રસાદ રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. મળેલ માહિતી અનુસાર અહીં ઘણા ભક્તોની ઇચ્છાઓ પૂરી થઈ છે જેના કારણે 2025 સુધી ભંડારા માટે એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here