આ કારોની કિંમત છે કરોડોમાં, છતાં પણ સડી રહી છે કબાડમાં, જાણો દુબઈનું ચોંકાવનારી હકીકત…

આજે અમે તમને એક એવી હકીકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમને જોરદાર જટકો લાગવાનો છે. જે તે લગ્ઝરી કાર્સ સાથે જોડાયેલી હકીકત છે જેને ખરીદવાનું હર કોઈનું સપનું હોય છે. પણ એક દેશ એવો પણ છે જ્યાં આગળના અમુક વર્ષોથી દુનિયાની સૌથી મોંઘી કારો લાવારીસ કબાડની જેમ સડી રહેલી મળી છે.અમે વાત કરી રહ્યા છીએ દુબઈ ની. આગળના અમુક વર્ષોમાં અહી એવી હજારો લાવારીસ કાર્સ મળી આવી છે જેની કિંમત કરોડોમાં છે. જરા વિચારો જે કારોને ખરીદવા માટે તમે સપનાઓ જોઈ રહ્યા છો તે જો રોડ પર કબાડની જેમ સડી રહી હોય તો તમે શું કરશો? તેની પાછળની કહાની એકદમ ચોકાવનારી છે.
આ કહાની પરથી પળદો ત્યારે ઉઠ્યો જ્યારે અહી લગ્ઝરી કારોને લાવારીસ મળવાનો સિલસિલો શરુ થયો. પછી એક પછી એક આગળના અમુક વર્ષોથી જ ઘણી એવી કારો દુબઈ પોલીસનાં લાવારીસ હાલતમાં મળી આવી. તેની સંખ્યા જાણીને તમે ચોકી જ જાશો. કુલ ત્રણ હજારથી વધુ કારો મળી આવી છે. તેમાંથી 23 કારો તો દુનિયાની સૌથી મોંઘી ગાડીઓ હતી.તેમાંની મોટાભાગની કારો અહી એઈરપોર્ટ પરથી મળી આવી છે. એક પછી એક હજારો મામલાઓ સામેં આવ્યા બાદ એ જાણ થઇ કે આવી કારોના લાવારીસ મળવાના પાછળનું કારણ છે દુબઈનું શરિયત કાનુન. આ કાનુનના હિસાબથી જો તમે ચેક કે ઉધાર પર કોઈ કાર લ્યો છો અને ચેક બાઉન્સ થઇ જાય છે તો તમારે જેલ જાવું પડી શકે છે.કાર્સને આવી રીતે લાવારીસ છોડી ચુકેલા આવા જ લોકોએ આ જ કાનુનનો મજાક બનાવી દીધો હતો. આખરે કેવી રીતે? અમુક લોકોએ ફર્જી ચેક લગાવીને આ લગ્ઝરી કારો ખરીદી અને તેમાં ફર્યા. જ્યારે ચેક બાઉન્સ થયો તો તેઓ આ કારને અહી જ લાવારીસ છોડીને બીજે ક્યાંક નીકળી પડ્યા. આ વાતની જાણ ત્યારે થઇ જ્યારે  દુબઈમાં 5 કરોડની લાવારીસ કાર એક એઇરપોર્ટ પર મળી હતી.
5 કરોડની  Ferrari Enzo સુપરકાર અહ લાવારીસ હાલતમાં મળી હતી. આ કાર કોઈ કબાડની જેમ ધૂળ ખાઈ રહી હતી. અ કારના ન તો કોઈ માલિકનો પતો મળી શક્યો છે કે ન તો તેનું રજિસ્ટ્રેશન નંબરની જાણકારી હાસિલ થઇ શકી છે.
Author: GujjuRocks Team

સંકલન: ઉર્વશી પટેલ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!