આ ભાઈએ ઘર ની છત પર લગાવ્યું ખાસ મશીન, 6 હજાર ની જગ્યાએ માત્ર 120 રૂપિયા આવવા લાગ્યું લાઈટ બિલ – માહિતી વાંચો

0

ભોપાલના માલવીય નાગર માં વિજય શ્રીવાસ્તવ નું ઘર છે. વિજય શ્રીવાસ્તવના ઘરના દરેક મહિને વીજળી નું બિલ 5 થી 6 હજાર રૂપિયા આવતું હતું, પણ હવે વિજયના ઘરનું મહિનાનું બિલ માત્ર 100 થી 120 રૂપિયા આવવા લાગ્યું. કેમ કે આજથી 6 મહિના પહેલા વિજયે પોતાના ઘરની છત પર 5 કિલો વોટ ક્ષમતા વાળું સોલાર વીજળી પ્લાન્ટ લગાવ્યું છે. તેને તેમણે નેટ મીટરિંગ સાથે જોડી દીધું અને જોવા જઈએ તો રાજધાનીમાં આવા પ્રકારે વીજળી બચાવનારા વિજય એકમાત્ર ઇન્સાન નથી પણ એમપી નાગર, અરેરા કોલોની, હોશંગાબાદ રોડ અને ચાર ઈમ્લી ઇલાકામાં આવા ઘણા પરિવારો છે જેઓએ પોતાના ઘરની છત પર નેટ મીટરિંગ સોલર સિસ્ટમ લગાવીને પૈસા અને વીજળી બંનેની બચત કરાવે છે. આ સિસ્ટમની ખાસ વાત એ છે કે તમને આ સોલાર પૈનલ સિસ્ટમમાં ભારી-ભરખમ આને મોંઘી બેટરીની કોઈપણ આવશ્યકતા નથી રહેતી.આખરે શું હોય છે નેટ મીટરિંગ:

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નેટ મીટરિંગ એક પ્રકારનું બિલિંગ સિસ્ટમ હોય છે જે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીની મેઝરમેન્ટ કરે છે. સાથે જ સોલાર પ્લાન્ટથી ગ્રીડમાં જનારી અને ઘરમાં ખર્ચ થનારી વીજળીનો પૂરો લેખ શોધી કાઢ્યો છે. તમને નેટ મીટરિંગ માટે સોલર સિસ્ટમ ની સાથે 1 મીટર લગાવું પડે છે જો કે તમને વીજળી કંપની જ આપશે.
કેવી રીતે મળે છે લોકોંને ફાયદો:
જણાવી દઈએ કે નેટ મીટરિંગ વાળા સોલાર સિસ્ટમને લગાવા માટે ઓછામાં ઓછા 100 વર્ગ ફૂટ વાળી છતની આવશ્યકતા રહે છે. 1 કિલો વોટ વીજળી ઉત્પાદન વાળા સોલાર પ્લાન્ટ લગાવાની કુલ લાગત 50 હજાર હોય છે. તેનાથી પ્રતિમાસ 125 યુનિટ વીજળી ઉત્પન થાય છે. જો ઘરમાં 1 કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવામાં આવે તો તેનાથી એક સિંગલ પરિવાર વાળા ઘરની લગભગ 80% વીજળીની જરૂર પુરી થઇ જાય છે. જો વધુ વીજળી બની કે ઘરમાં વીજળીની ઉતરી ખપત નથી થઇ તો જે પણ અતિરિક્ત વીજળી થશે તે ગ્રીડમાં ચાલી જાશે. તેના બદલે વીજળી કંપની અથવા તો ઉપભોક્તાનુ ભુગતાન કરી દેશે કે પછી વીજળી કંપની તેના બિલમાં સમાયોજન કરી દેશે.

સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે નેટ મીટરિંગ યુક્ત સોલાર બિઝનેસ સિસ્ટમ પર થનારા ખર્ચનો 30 ટકા રાશિ કેન્દ્ર સોલાર દ્વારા અનુદાનના રૂપમાં આપવામાં આવે છે. આ અનુદાન ઉર્જા વિકાસ નિગમના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.

સાથે જ નેટ મીટરિંગને લઈને ઉર્જા વિકાસ નિગમના એમડી મનુ શ્રીવાસ્તવે જણાવ્યું કે સોલાર સિસ્ટમની સાથે હવે લોકોને નેટ મીટરિંગને લઈને રૂજાન ખુબ જ વધતું જઈ રહ્યું છે, કેમ કે તેના લીધે વીજળી પર ખર્ચા 80 ટકા સુધી ઓછા થઇ જાતા હોય છે. સાથે જ જણાવ્યું કે ભોપાલમાં 6 મહિનામાં 46 ઘરોમાં 2 કિલો વોટથી 5 કિલો વોટની ક્ષમતાના સોલાર પ્લાંટ નેટ બેટરીની સાથે લગાવામા આવી ચુક્યા છે. સાથે જ નેટ મીટરિંગ લગાવનારા લોકોને ઉર્જા નિગમના તરફથી 30 ટકા અનુદાન પણ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here