આ બીચ પર 6 મહિના રહેવાના 40 લાખ રૂપિયા મળશે, કોને કોને જવું છે? જાણો ક્યાં આવ્યું…..


જો કે હર કોઈ ઇચ્છતું હોય છે કે, તેઓને એવી નોકરી મળે કે જેનાથી તે પોતાના દરેક સપનાઓને પુરા કરી શકે. જો કે તેના માટે સતત 12 કલાક વ્યસ્ત રહેવું પડતું હોય છે ત્યારે જઇને કઈક હાંસિલ થતું હોય છે. પણ એવું કઈક થાય કે ઓછી મહેનતે ખુબ પૈસા મળે તો તમારૂ શું કહેવું છે? હા, સાચે જ એવી નોકરી કે જ્યાં તમને મળી શકે છે 40 લાખ રૂપિયા, એ પણ માત્ર 6 મહિનામાં જ તો તમે શું કહેશો? શું તમે પણ આવી નોકરી કરવા માંગો છો?

Cancun.com જે આવીજ કાંઈક નોકરી લઈને આવ્યું છે, જેના તમને મળી શકે છે લાખો રૂપિયા.

પણ અહી તમારે કોઈ તન તોડ મહેનત કરવાની જરૂર નથી, માત્ર શાનદાર આલીશાન હોટેલમાં રોકાવાનું જ છે. આ જોબ કોઈ પણ માટે એક ડ્રીમ જોબ સાબિત થઇ શકે છે. આ જોબ મેક્સિકોના કૈનકનમાં નીકળી છે, જ્યાં માત્ર બીચ પર રોકાવાના તમને 6 મહિનાના મળી શકે છે કમસે કામ 40 લાખ રૂપિયા. આ  વેબસાઈટનો મુખ્ય હેતુ મેક્સિકોના આ ટુરિસ્ટ સ્પોટનો પ્રચાર કરવાનો છે. અહીંના રેસ્ટોરન્ટ્સ, હોટલ તેમજ બીચ વિશે તમારા અનુભવ શેર કરવાનો રહેશે.

Cancun.com આવીજ કઈક નોકરીની વેકેન્સી લઈને આવ્યું છે. Cancun.com અમેરિકાની ટ્રેવલ કંપની ‘ટ્રેવલપાસ ગ્રુપ’ અને મેક્સીકન કંપની ‘બેસ્ટેડ ટ્રેવલ ગ્રુપ’ ના વચ્ચે તૈયાર થયેલું એક જોઈન્ટ વેંચર છે.આ જોઈન્ટ વેંચર એક CEO ના પદ પર ભરતી કરવા માટે જઈ રહ્યું છે. આ ‘એક્સપીરીયંસ ઓફિસર’ નું કામ મેક્સિકોને કૈનકર શહેરમાં ટ્રાવેલ કરવાનું અને લાગ્ઝરી હોટેલોમાં રહેવાનું રહેશે.

એક્સપીરીયન્સ ઓફિસરે 6 મહિના સુધી આ કામ કરવાનું રહેશે. અહી માત્ર ફરવાનુજ નહિ પણ સાથ સાથે તમારા ટ્રાવેલ અનુભવને જાહેર કરવાનો પણ રહેશે. આ કામ માટે ઓફિસરોને લાગ્ઝરી હોટેલોમાં રોકવામાં આવશે, જેનો પૂરો ખર્ચો કંપની જ ઉઠાવશે. આ સાથે જ ઓફિસરોને પગાર પણ મળશે.

સાથે જ તમારા આ કામ પણ કરવાના રહેશે.

1. શાર્ક સાથે સ્વીમીંગ કરવું. 2. પ્રાચીન મંદિરોમાં ફરવું. 3. બીચ પર ફરવું. 4.  પ્રતિ માસ 10,000 ડોલર તમે કમાવી શકશો.

5. કેનકન સોશિયલ મીડિયા પોસ્ટ, બ્લોગ તેમજ વીડિયો શેર કરવાનો રહેશે. 6. કેન્ડિડેટ અહી માર્ચ 2018થી ઓગસ્ટ 2018 સુધી રહી શકશે. 7. આ જોબ માટે કોઈ પણ કોલીફીકેશનની આવશ્યકતા નથી, બસ તમારું ઈંગ્લીશ પાવરફુલ હોવું જોઈએ. 8.  તમે 17 ડિસેમ્બર 2017 સુધી તમે એક વીડિયો શેર કરી શકો છો, જેમાં તમને જણાવવાનું છે કે, તમે આ જોબ માટે પરફેક્ટ છો કે નહિ.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
0
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

આ બીચ પર 6 મહિના રહેવાના 40 લાખ રૂપિયા મળશે, કોને કોને જવું છે? જાણો ક્યાં આવ્યું…..

log in

reset password

Back to
log in
error: