આ બાળકે બિગ બીને બનાવ્યા’તા સુપરસ્ટાર, આજે છે કરોડો રૂપિયાનો માલિક – જાણો કોણ છે આ ?

મુંબઈઃ ફિલ્મ ‘મુકદર કા સિકંદર’ના સીનમાં એક દુબળા પાતળા છોકરાની એન્ટ્રી થાય છે. જે ગરીબ છે અને ચહેરા પરથી ચિંતિત લાગે છે. એક સીનમાં ચોર કોઈ મહિલાનું પર્સ લઈને ભાગે છે, જેની સામે લડીને તે પર્સ મહિલાને પાછું આપી દે છે. તે મહિલા તેને પોતાનો દિકરો બનાવી લે છે અને આમ તે અનાથ અને બેઘર છોકરાનો કોઈનો સાથ મળી જાય છે. આ છોકરો મોટો થાય છે અને તેનો રોલ અમિતાભ બચ્ચને કર્યો છે. પરંતુ આ નાનો છોકરો કોણ હતો? તેનું નામ હતું મયુર રાજ વર્મા છે. જોકે આજે તો બિઝનેસમેન બની ગયો છે અને કરોડો રૂપિયાનો માલિક પણ છે.અમિતાભની ટીનએજનો રોલ કરી બન્યો હતો જાણીતો

70 અને 80ના દાયકામાં અમિતાભ બચ્ચનની અનેક ફિલ્મ્સમાં તેણે બિગ બીના ટીનએજરનો રોલ કર્યો છે. તેમાં પણ હાલ તેના અંગે કોઈ કંઈ જાણતું નથી, અને તે ફિલ્મ્સમાં એક્ટિવ પણ નથી. જો તમે તેને અંગે જાણશો તો આશ્ચર્યમાં પડી જશો. મયુર વર્માએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમાં પણ મોટા ભાગે તેણે અમિતાભની કિશોર અવસ્થાનો રોલ કર્યો હોવાથી તે યંગ અમિતાભ તરીકે પણ જાણીતો બન્યો હતો.

રાતોરાત બની ગયો હતો સ્ટાર

મયુર રાજ વર્માએ ફિલ્મ ‘મુકદર કા સિકંદર’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેની આ ફિલ્મે ડાયમન્ડ જ્યુબિલિ સેલિબ્રેટ કરી હતી. આ ફિલ્મથી જ તે રાતોરાત જાણીતો બની ગયો હતો.

અમિતાભ બચ્ચન બનીને તેને જેટલી ખ્યાતિ મળી છે, એટલી આજ સુધીમાં કોઈને મળી નથી. જાણીતા ફિલ્મ રાઈટર સ્નેહલતા વર્માનો દિકરો છે.

સૌથી વધુ ફી લેનારો ચાઈલ્ડ આર્ટિસ્ટ

આ ફિલ્મ બાદ તો અમિતાભની મોટા ભાગની ફિલ્મ્સમાં મયુર રાજ વર્માને સાઈન કરવામાં આવતો હતો. મયુર ધીમે ધીમે ખૂબ લોકપ્રિય થઈ ગયો. મયૂર તે જમાનામાં સૌથી વધુ ફિ લેનારો ચાઈલ્ડ આર્ટિસ્ટ હતો. કહેવામાં આવે છે કે, અમિતાભની એંગ્રી યંગમેનની ઈમેજ બનાવવામાં અમુક હદ સુધી મયુર રાજ વર્માનો પણ ફાળો છે. મયુર રાજ વર્મા જે તલ્લીનતા અને ગંભીરતા સાથે બિગ બીનું બાળપણ સ્ક્રિન પર જીવંત કરતો હતો તેના આજે પણ લોકો પ્રભાવિત છે.

‘લાવારિસ’, ‘બેમિસાલ’ અને ‘શરાબી’ જેવી ફિલ્મ્સમાં કર્યું કામ

ત્યાર બાદ તેણે ‘રેડ રોઝ’, ‘લાવારિસ’, ‘બેમિસાલ’, ‘શરાબી’ અને ‘સૌગંધ’ જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું. જોકે ત્યાર બાદ તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગયો. તેના અંગે ભાગ્યે જ કોઈ સમાચાર આવતા હતા. શું તમે જાણો છો આજે મયુર ક્યાં છે?

પત્ની નૂરી સાથે વેલ્સમાં ચલાવી રહ્યો છે રેસ્ટોરન્ટ

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!