આ અમીર લોકો પાસે છે 200 કરોડની 1 બુક અને 10 કરોડની પેન…વાંચો વધુ વિગતવાર

અમીર લોકો – અમીર લોકોને સમજવા એ સામાન્ય માણસની સમજની બહાર વાત છે. સામાન્ય માણસને બે સમયની રોટી મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, અમીર લોકો પોતાનાં શોખ માટે અબજો અને કરોડો રૂપિયા ખર્ચે છે.
આજે અમે તમને એવા કેટલાક શોખ વિશે બતાવવા જઈ રહ્યાં છીએ. જે તમારે સપના જોવા માટે પણ અમીર નહી કરતાં પણ વધારે અમીર બનવું પડશે. જે લોકો 20 હજારની તો ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે, હવે, તમે જ વિચારો કે, એમનાં શોખ કેવાં હશે!!

જો એ લોકોને ખાલી ફ્રી સમયમાં કોઈ રમત રમવાનું વિચારે છે, તો 20000 રૂપિયાનો ચેસ સેટ નહીં પરંતુ રૂ. 65 કરોડનો ચેસ સેટ લઈ લે છે. આ બધું જાણ્યા પછી તમને આશ્ચર્ય તો જરૂર થશે. પરંતુ આજે અમે તમને એ જ બતાવવા જઈ રહ્યાં છીએ કે આપણાં દેશનાં અમીર લોકોનાં શોખ અને એની ખાસિયતો વિશે .

ગોલ્ડન ફિયોનિક્સ કપ કેક 70 હજારઆ કેક દુબઇ બેકરીમાં મળી આવે છે. આપણા જેવા સામાન્ય મનુષ્ય આને જોઈ શકશે નહીં કારણ કે તેની કિંમત 70 હજાર રૂપિયા છે. હવે જરા તમે જ વિચાર કરો કે આપણા જેવા સામાન્ય લોકો 70 હજાર રૂપિયાની કેક ખરીદી શકે ? તે આઇસક્રીમ કેક છે અને 23-કૅરેટ સોનાની ખાધ્ય શીટને યુગાન્ડાની વેનીલા બીસ , ઈટાલિયન ચોકલેટ, સ્ટ્રોબેરી વગેરે સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આઈસ્ક્રીમને તેની સાથે જોડી દેવામાં આવે છે. દુબઇના શાહી ઘરોમાં આ આઈસ્ક્રીમ કેકની ઘણી માંગ છે.

થિયોડેંડ 300 ટૂથપેસ્ટ

સામાન્ય માણસના ઘરનું રાશન 5 થી 10હજાર રૂપિયામાં આવી જતું હશે, પરંતુ અમીર લોકોનાં ટૂથપેસ્ટ પર પણ એટલા પૈસા ખર્ચતા નથી. હા, 50 ગ્રામ થિયોડેંડ ટૂથપેસ્ટની કિંમત 20 હજાર રૂપિયા છે જેનો આપણા દેશના અમીર લોકો ઉપયોગ કરે છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં બનાવવામાં આવે છે. તેમાં, ચોકલેટમાંથી નીકળતો એક પદાર્થ રેનાના ઉપયોગથી બનાવવામાં આવે છે. જો કે રેના એ કેફીન જેવું જ હોય છે અને દાંતની એનેમલ સપાટીને સ્ટ્રોંગ બનાવે છે. જ્યારે રેનો પણ આ જ કામ કરે છે. આ ટૂથપેસ્ટને બનાવનાર કંપની કહે છે કે, ચોકલેટથી દાંતને થતાં નુકસાનથી બચાવવા માટે આ ટૂથપેસ્ટ સિવાય બીજું કોઈ ટૂથપેસ્ટ દાંત માટે યોગ્ય નથી.

વિશ્વની સૌથી મોંધી બુક :વિશ્વની સૌથી મોંધી બુક કોડેક્સ લિસેસ્ટર છે. જેની કિંમત 206 કરોડ છે. આ પુસ્તક પ્રખ્યાત વૈજ્ઞાનિક લેખક લિયોનાર્ડો દા વિન્સી દ્વારા લખવામાં આવ્યું હતું. આ પુસ્તકને કોડેક્સ હેમર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1506 અને 1508 ઈ.સ આ બુક માત્ર 72 પેજની જ છે. જેમાં ફોસિલ્સ અને માઉન્ટેન વિશે જ લખવામાં આવ્યુ છે. આ પુસ્તક વિન્સીના 30 વૈજ્ઞાનિકમાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. આ પુસ્તક વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટસ દ્વારા 11 નવેમ્બર, 1994 ના રોજ 30 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું.

10 કરોડની પેન :આ પૅનની કિંમતમાં તો એક આખી ફેક્ટરી ખોલી શકાય છે. અરોરા ડાયમેંટે ઈ.સ 1919થી ફાઉંટેન પેન બનાવી રહી છે. આ ઇટાલીની એક માત્ર કંપની છે, જે હજુ પણ ફાઉંટેન પેન બનાવી રહી છે.. કંપનીએ વર્ષ 2009 માં ડાયમેંટે નામની પેન લોન્ચ કરેલ. જેમાં 30 કેરેટનાં ડી- બાયર્સનાં ડાયમંડથી જડવામાં આવી છે. .

અમીર લોકોનાં શોખ પૂરાં કરવાં માટે આ બધી મોંઘી વસ્તુઓ બનાવવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!