આ ઍક્ટરની મોટાભાગની ફિલ્મો રહી ફ્લોપ, છતાં પણ છે કરોડોની સંપત્તિના માલિક, આખરે કઈ રીતે…

0

ફિલ્મોમાં બની રહેવું ઘણી ચીજો પાર નિર્ભર કરતું હોય છે અને મુંબઈ તો છે જ એક માયાનગરી. અહીં પ્રતિભા રહેવા છતાં પણ ઘણા એવા કષ્ટ ભોગવવા પડતા હોય છે ત્યારે જઈને એક સાચી ઓળખાણ મળતી હોય છે. અમે વાત કરી રહયા છીએ એક એવા અભિનેતાની જેમણે એક ઓળખ તો બનાવી પણ પોતાના અભિનય પરથી લોકો પર જાદુ ન કરી શક્યા. છતાં પણ તેને ફિલ્મો મળતી રહે છે અને આજે તે કરોડોની સંપત્તિના મલિક છે. તે બીજા કોઈ નહિ પણ તમારા ફેવરિટ વિવેક ઓબેરોય છે. જેને ફ્લોપ ઍક્ટરમાં ગણવામાં આવે છે. જો કે તેણે ઘણીવાર પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતવાની કોસીશ કરી હતી, પણ કઈ હાંસિલ ન કરી શક્યા. ખાસ વાત એ છે કે તેને ફ્લોપ એક્ટર ગણવામાં આવતા હોવા છતાં તેને ફિલ્મો મળતી રહી છે. પણ હાલ તે ફિલ્મોને લીધે નહિ પણ પોતાની લાઈફસ્ટાઈલ અને ઉદાર દિલને લીધે ચર્ચામાં છે.વિવેક ઓબેરોયે શહીદો માટે એક મોટો કદમ ઉઠાવીને દરેકને ચોંકાવી દીધા હતા. તેમણે શાહિદ સૈનિકોના પરિવાર માટે 25 નવા ફ્લેટ આપવાનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે ભલે વિવેકની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ ન આપી શકી હોય, પણ તે કરોડોના માલિકમાં ગણવામાં આવે છે. તેની પાસે પૈસાની બિલકુલ ખોટ નથી, માટે તે સમય-સમય પર લોકોની મદદ કરતા રહે છે.જાણીને તમને હેરાની લાગશે કે ફ્લોપ હોવા છતાં પણ વિવેક ફિલ્મમાં કામ કરવા માટેના 4 કરોડ રૂપિયા લે છે. તેનું ખુદનું પ્રોડક્શન હાઉસ છે, જે સારો એવો બિઝનેસ કરી લે છે. તેનું પરિવાર ખૂબ જ ધનવાન છે અને વિવેક એકલા 90 કરોડ કંપનીના માલિક છે. સામાજિક કાર્યોમાં પણ વિવેક ભાગ લેતા રહે છે.વિવેકની ફિલ્મોની વાત કરીયે તો ‘ક્રિસ-3’, ‘રક્ત’, માં તેના અભિનયના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. જો કે સૌથી વધુ તે ઐશ્વર્યા સાથે અફેઇર અને સલમાન સાથેની દુશમનીને લઈને ચર્ચામાં રહયા હતા. જણાવી દઈએ કે વિવેક પોતાના જમાનાના જાણીતા અભિનેતા સુરેશ ઓબેરોયના દીકરા છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!