આ અભિનેત્રીના જબદસ્ત ફૈન હતા વાજપેયી, આ ફિલ્મને તો જોઈ હતી 25 વાર, જાણો આખરે કોણ છે અભિનેત્રી….

0

ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગ્જ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની હાલત ખરાબ થયા પછી તેને દિલ્લી ના એમ્સ માં લાઈફ સપોર્ટ પર રાખવામાં આવેલા છે. વાજપેયી ના હાલચાલ જાણવા માટે એમ્સ માં નેતાઓની ભીડ લાગી રહે છે. દેશભરના લોકો તેના સ્વસ્થ થવાની દુવાઓ માંગી રહ્યા છે. આ વચ્ચે તેની સાથે જોડાયેલો એક દિલચસ્પ કિસ્સો યાદ આવે છે, જે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
અટલ બિહારી વાજપેયી રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિ હોવાની સાથે સાથે તેનું સાહિત્ય, કવિતાઓ અને ફિલ્મો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. શું તમને જાણ છે કે અટલ બિહારી વાજપેયી હિન્દી સિનેમા ની ફેમસ એક્ટ્રેસ અને મથુરા થી બીજેપી ની સાંસદ હેમા માલિની ના ખુબ મોટા ફૈન છે.
તેને હેમા માલિનીની વર્ષ 1972 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ એટલી પસંદ આવી હતી કે તેમણે આ ફિલ્મ 25 વાર જોઈ હતી. આ વાતનો ખુલાસો ખુદ હેમા માલિની એ બધાની સામે કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ સીતા ઔર ગીતામાં હેમા માલિની એ ડબલ રોલ કર્યો હતો અને ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી હતા. તે ફિલ્મમાં હેમા માલિની સિવાય ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર ખાસ ભૂમિકા માં હતા.
હેમા માલિની એ જણાવ્યું કે,”મને યાદ છે કે જયારે એક વાર મેં પદાધિકારીઓને કહ્યું કે હું ભાષણોમાં અટલ બિહારી વાજપેયી નું વર્ણન કરું છું પણ તેને ક્યારેય મળી નથી, તો મને તેને મળાવો. તેની વચ્ચે મને અટલ જી ને મળવવા લઇ જવામાં આવી. મુલાકાત સમયે મને લાગ્યું કે અટલ મારી સાથે વાત કરવામાં અટકાઈ રહ્યા હતા. તેના પર મેં ત્યાં ઉપસ્થિત એક મહિલાને પૂછ્યું કે આખરે વાત શું છે? અટલ જી યોગ્ય રીતે વાત કેમ નથી કરી રહયા? ત્યારે તેમણે જણાવ્યું કે અસલમાં તે તમારા ખુબ મોટા ફૈન છે. તેમણે 1972 માં આવેલી ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ 25 વાર જોઈ છે. આજે અચાનક તમને સામે જોઈને તે હીચકાઈ રહ્યા છે’.
તમને જણાવી દઈએ કે અટલ જી ને ગ્વાલિયર ના બહાદુરી ના બુંદી ના લાડુ અને દૌલતગંજ ની મંગૌડી ખુબ જ પસંદ છે. ખાવા સાથે તેનો ખાસ લગાવ રહે છે. અટલ જી શાકાહારી ની જગ્યાએ માંસાહારી ખાવાનું વધુ પસંદ કરે છે. તેને ઝીંગા માછલી ખાવું ખુબ જ પસંદ છે. તે પ્રોન ડીશ પણ ખાતા રહે છે. અટલ જી ભાંગ નું સેવન પણ કરે છે. તેના માટે સ્પેશિયલ ઉજ્જૈન થી ભાંગ આવતી હતી. તે મીઠાઈના પણ ખુબજ દીવાના છે. પ્રધાનમંત્રી બન્યા પછી પણ તે ગ્વાલિયર જાતા રહે છે જ્યા તે લાડુ, જલેબી, કચોરી વગેરે ખાય છે.

હેમા માલિનીએ જીત્યો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર:1972 માં આવેલી હેમા માલિની ની ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ માં હેમા એ ડબલ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી હતા. તે ફિલ્મમાં હેમા માલિની સિવાય ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર ખાસ ભૂમિકા માં હતા.ફિલ્મના લેખક સલીમ-જાવેદ હતા. આ ફિલ્મ માટે હેમા માલિની ને ફિલ્મફેયર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર મળ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here