આ 9 ફિલ્મોમાં બતાવવામાં આવી છે ‘મૈરીટલ રેપ’ની સમસ્યા, આ કહાનીઓ તમારા હોંશ ચોક્કસ ઉડાડી દેશે…..

0

મૌકો મળતા જ આ ફિલ્મો જ્રુરુર જુઓ.

ભારતમાં આ કહાની મોટાભાગે વિવાહિત મહિલાઓની છે. મહિલાઓના ગળામાં ઉપસ્થિત મંગલસૂત્ર તેના પતિનું જાને કે લાઇસન્સને સમાન છે. તેને લીધે તે મહિલા સાથે ગમે ત્યારે સંબંધ બનાવી શકે છે. પછી ભલે મહિલાનું મન હોય કે ન હોય.

આજ મુદ્દાને બોલીવુડની ઘણી એવી ફિલ્મોમાં બતાવવામાં આવેલું છે. અહી આપેલી અમુક ફિલ્મો જે કદાચ તમે જોઈ ભી હશે પણ આટલું બધું વિચાર્યું નહિ હોય.

1. અગ્નિસાક્ષી:

નાના પાટેકર, મનીષા કોઈલારા અને જૈકી શ્રોફના અભિનય સાથે બનેલી આ ફિલ્મને આજે પણ નાના પાટેકરના બેહતરીન અભિનય માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મમાં તેઓએ મનીષા કોઈલારાના પતિની ભૂમિકા અદા કરી હતી.

કરતા હતા જુર્મ:

ફિલ્મમાં નાના પાટેકર લગ્ન બાદ ખરાબ રીતે મનીષાને ટોર્ચર કરતા હતા. સાથે મનીષાના ભાગી ગયા બાદ તે ફરીથી તેને શોધી લે છે.

2. દમન:

2011 માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનય માટે રવિના ટંડનને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મમાં રવિનાના પતિની ભૂમિકા સયાજી શિંદેએ નિભાવી હતી.

વિચલિત કરે છે આ ફિલ્મ:

આ ફિલ્મમાં ઘણા એવા સીન્સ છે, જે વિચલિત કરે છે. ફિલ્મમાં દારુ પી ને રવીનાનો પતિ તેના પર અત્યાચાર કરવું કોઈને પણ વિચલિત કરી શકે છે.

3. આકાશવાણી:

જો તમે લવ સ્ટોરીઝ પસંદ કરો છો તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. કાર્તિક, આર્યન અને નુસરત ભરૂચાના અભિનય સાથે બનેલી આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એરેંજ મેરેજ મહિલાઓ માટે ગાળાની ફાંસી જેવું બની ગયું છે.

ફિલ્મમાં બતાવેલા છે મૈરીટલ રેપ:

આ ફિલ્મમાં મૈરીટલ રેપને ખુબ વાસ્તવિક રીતે બતાવવામાં આવેલું છે. નુસરતના ન ઈચ્છવા પર પણ દરેક દિવસે તેને તેના પરી સાથે સંબંધ બાનાવવો પડતો હતો.

4. પાચર્ડ:

આ ફિલ્મમમાં ભારતના સામાન્ય વર્ગની મહિલાઓની સ્થિતિ બતાવવામાં આવેલી છે. રાધિકા આસ્ટે, તાની પ્ર્તિસ્ઠા ચટર્જી, સુરવીન ચાવલા જેવા અભિનેતાઓને આ ફિલ્મ માટે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

મહિલાઓની જિંદગી નો દર્પણ:

આ ફિલ્મ નાના શહેરોની મહિલાઓની જિંદગીનો આઈનો છે. મૈરીટલ અફૈરની સાથે-સાથે કેવી રીતે મહિલાઓ રીતી-રીવાઝ અને સમાજ દ્વારા બનાવવામાં આવેલા નિયમ, કાયદાઓનો બોજ લઇ રહી છે. આ બધી બાબતો ખુબ સારી રીતે બતાવેલી છે.

5. પ્રોવોક્ડ:

આ ફિલ્મ આજ નામથી લખવામાં આવેલી બુક પર આધારિત છે. ફિલ્મમાં એશ્વર્યા રાયના પતિની ભૂમિકા Robbie Coltrane એ નિભાવી હતી.

ફિલ્મની કહાની તમને બાંધીને રાખશે.

આ ફિલ્મની કહાની તમને બોર નહિ થવા દે. ફિલ્મમાં એશ્વર્યા રાયના પતીના શોષણ અને અત્યાચારથી પરેશાન થઈને અંતે તે તેને મારી નાખે છે.

6. હેવાન ઓન ધ અર્થ:

2008 માં રીલીઝ થયેલી આ ઇન્ડો-કૈનેડિયન ફિલ્મમાં પ્રીતિ ઝીંટાને પંજાબી મહિલા અને વંશ ભારદ્વાજે તેના પતિની ભૂમિકા કરી હતી.

હિન્દીમાં થઇ આ નામથી રીલીઝ:

આ ફિલ્મ હિન્દીમાં ‘વિદેશ’ ના નામથી રીલીઝ થઇ હતી. જેમાં બતાવવામાં આવ્યું છે કે માત્ર ભારતમાંજ રહેનારી મહિલાઓ રેપનો શિકાર નથી બનતી પણ વિદેશમાં રહેનારી યુવતીઓ પણ રેપનો શિકાર બનતી જોવા મળે છે.

7. રાજાકી આયેગી બારાત:

રાની મુખર્જી અભિનીત આ ફિલ્મ સમાજના નાના વિચારો દેખાડે છે. આ ફિલ્મમાં જે રાનીનો રેપ કરે છે અને બાદમાં તેની સાથે જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે.

8. સાત ખૂન માફ:

વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ પ્રિયંકા ચોપડા ની બેસ્ટ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં ઈરફાન ખાને પ્રિયંકાના પતિનો રોલ કર્યો હતો. ફિલ્મમાં ઈરફાન, પ્રિયંકાનું ખુબ શોષણ કરે છે. અંતે તે ખુદ ઈરફાનનું ખૂન કરી નાખે છે.

9. દરાર:

1996માં રીલીઝ થયેલી આ ફિલ્મ માટે અરબાઝ ખાનને ‘બેસ્ટ વિલીન’ નો ફિલ્મ ફેઈર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને આ ફિલ્મમાં જુહી ચાવલાના પતીની ભૂમિકા નિભાવી હતી, જે ખુબ અજીબ વ્યવહાર કરતો હતો.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.