આ 9 બૉલીવુડ સિતારાઓએ પોતાના બાળકોના બર્થ ડે પર આપ્યા હતા આવા મોંઘા ગિફ્ટ્સ, કિંમત જાણીને નવાઈ લાગશે…

0

એ તો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે દરેક માં-બાપ માટે તેઓના બાળકો ખુબ જ ખાસ હોય છે. પેરેન્ટ્સ પોતાના બાળકોને ખુશી આપવા માટે દરેક સંભવ કોશિસ કરતા હોય છે. ભલે પછી તેઓ બૉલીવુડ સ્ટાર્સ હોય કે સામાન્ય ઇન્સાન દરેક કોઈ પોતાની હૈસિયત ના અનુસાર પોતાના બાળકોના પહેલા જન્મ દિવસ પર કે ખુશીના મૌકા પર ભેંટ આપતા રહે છે. આજે અમે તમને બોલીવુડના એવા જ સિતારાઓ વિશે જણાવીશું જેઓએ પોતાના બાળકોની ગિફ્ટમાં કિંમતની હદ પાર કરી નાખી.

1. આરાધ્યા ને ગિફ્ટમાં મળી મીની કૂપર એસ:
અમિતાબની પૌત્રી ને પહેલા જન્મ દિવસ પર 40 થી 45 લાખ રૂપિયાની મીની કૂપર કાર ગિફ્ટમાં મળી હતી. આ ગાડી પર પહેલી સવારી તેના દાદા-દાદી એ કરી હતી. સાથે જ આરાધ્યા ના જન્મદિવસનો જશ્ન દુબઇ માં મનાવામાં આવ્યો હતો.

2. અબરામ ને મળ્યું ટ્રી હાઉસ:જણાવી દઈએ કે શાહરુખ ખાને પોતાના નાના દીકરા અબરામ માટે ટ્રી હાઉસ ગિફ્ટ કર્યું હતું, જે ખુબ જ મોંઘુ હતું.

3. યશ અને રુહી માટે નર્સરી:તમને તો જાણ જ હશે કે કરન જૌહર સેરોગેસીની મદદથી જુડવા બાળકોના પિતા બનેલા છે. તેમણે તેઓના જન્મ દિવસ પર સુંદર નર્સરી ગિફ્ટ કરી હતી.

4. તૈમુર ને તો મળ્યો પૂરો બગીચો:તૈમુર જન્મથી જ લાઇમ લાઈટ માં રહેલા છે. જણાવી દઈએ કે મોમ કરીના એ પોતાના લાડલા ને બાગ ગિફ્ટ કર્યો હતો, જેની કિંમત લાખોમાં હતી. તે મુંબઈ ના બહારના વિસ્તારમાં સ્થિત છે.

5. પાપા એ ગિફ્ટ કરી તૈમુર ને એસયુવી:જયારે પાપા સૈફ અલી ખાને ચિલ્ડ્રન ડે પર તૈમુર ને એક જીપ ગિફ્ટ કરી હતી. જેની કિંમત 1 કરોડ બતાવામાં આવી રહી છે.  તેમાં ગાડીમાં તૈમુર ને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

6. વિયાનને મળી 2 કરોડ ની કાર:શિલ્પા શેટ્ટી એ વીયાનના પહેલા બર્થ ડે પર બીએમડબ્લ્યુ આઈ 8 કાર ગિફ્ટ કરી હતી. જેની કિંમત 2 કરોડ રૂપિયા હતી.

7. રાની એ દીકરીના નામે બે બંગલા:બૉલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી એ દીકરી અદિરા ના જન્મ થવાની ખુશી માં તેના નામ પર બે બંગલા ખરીદ્યા હતા, જેની કિંમત કરોડોમાં હતી.

8. શાહરૂખે સુહાનાને આપી હતી કાર:જણાવી દઈએ કે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને પણ પોતાની દીકરી સુહાનાને પહેલા જન્મદિવસ પર મોંઘી કાર ગિફ્ટ કરી હતી જેની કિંમત કરોડોમાં હતી.

9. શાહિદ-મીરા મિશા ને લઇ ગયા લંડન ટુર પર:શાહિદ અને મીરા મિશા ને પહેલા બર્થ ડે પર તેને લંડન ફરવા માટે લઇ ગયા હતા જેને તેનું બર્થ ડે ગિફ્ટ જણાવામાં આવી રહ્યું છે. કેટલી પ્યારી ગિફ્ટ છે દીકરી મિશા માટે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here