આ 9 અભિનેત્રીના નસીબ હતા ખરાબ, પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ આપી અને પછી અચાનક ગાયબ થઇ ગઈ….

0

બૉલીવુડ ની આ તે અભિનેત્રીઓ છે જેઓએ માત્ર એક જ ફિલ્મ કરી કે પછી પહેલી ફિલ્મ માં જ કામિયાબ થઇ શકી. આજ સુધી તેઓને વર્ષો પહેલાની પોતાની ડેબ્યુ ફિલ્મ માટે યાદ કરવામાં આવે છે.કેમ કે તેના પછી તો તેઓ લગાતાર ફ્લોપ જ રહી હતી કે પછી બોલીવુંડ છોડીને ચાલી ગઈ. આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા  જઈ રહ્યા છીએ.1.શાહરુખ ખાન ની સાથે ફિલ્મ સ્વદેશ થી ડેબ્યુ કરનારી ગાયત્રી સિંહ ની તે પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ગાયત્રી ને તે ફિલ્મ માં ખુબ જ પસંદ કરવામાં આવી હતી પણ તેના પછી તેમણે એકપણ ફિલ્મ ન કરી.જણાવી દઈએ કે ગાયત્રી ઋત્વિક રોશન ની પૂર્વ પત્ની સુજૈન ખાન ની બેસ્ટ ફ્રેન્ડ છે.
2. ગ્રેસી સિંહ ને ફિલ્મ લગાન માં આમિર ખાન ની સાથે પહેલી વાર કામ કરવાનો મૌકો મળ્યો હતો. ફિલ્મ હિટ રહી હતી અને ગ્રેસી પણ. તેના પછી તે 2 થી 3 ફિલ્મોમાં આવી પણ તે કોઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.
3.તુમ બિન ફિલ્મ થી ડેબ્યુ કરનારી સંદલી સિંન્હા ને તેની સુંદરતા માટે જાણવામાં આવતી હતી. તેણે અમુક ફિલ્મો પણ કરી પણ તુમ બિન જેવી હિટ રહી ન હતી. અને તે  બોલિવુડ ને છોડીને ચાલી ગઈ.
4. ફિલ્મ મેરા પહેલા પહેલા પ્યાર થી શરૂઆત કરનારી હેજલ ક્રાઉની ફિલ્મો કરતા પહેલા આલબોમ ગીતો કરતી હતી અને હિટ પણ રહી હતી. ધારણા હતી કે તેનું ફિલ્મી કેરિયર પણ ચાલી જાશે પણ એવું થઇ શક્યું ન હતું. તે છેલ્લી વાર સ્ક્રીન પર વર્ષ 2013 માં ફિલ્મ વન્સ અપોન ઈન ટાઈમ મુંબઈ દોબારા માં એક આઈટમ સોન્ગ માં નજરમાં આવી હતી.
5. ગુલશન કુમાર ની વહુ દિવ્યા ખોસલા અભિનેત્રી તરીકે તો સફળ ના રહી પણ એક નિર્દેશક ના સ્વરૂપે સફળ થવાની તેમણે પુરી કોશિશ કરી હતી. તેમણે ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથિયો માં અક્ષય કુમાર ની સાથે કામ કર્યું હતું, જેના માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. તેના પછી તેમણે ફલ્મ યારિયાં થી નિર્દેશક ના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું પણ તે કઈ ખાસ કમાલ દેખાડી ના શકી.
6. ફિલ્મ મોહબ્બતેં ની હિરોઈન પ્રીતિ જંગીયાની તેની સુંદરતા અને એક્ટિંગ ના ચાલતા ચર્ચા માં આવી હતી. પણ અફસોસ કે તેના પછી તે અન્ય કોઈ સફળ હિન્દી ફિલ્મ નો હિસ્સો બની શકી ન હતી.
7.ઐશ્વર્યા રાઈ જેવી દેખાતી સ્નેહા ઉલ્લાલ એ સલમાન ની સાથે ફિલ્મ લકી માં ડેબ્યુ કરીને ધૂમ મચાવી દીધી હતી. તેના પછી તેમણે સલમાન ના ભાઈ ની સાથે ફિલ્મ આર્યન કરી પણ તે કઈ ખાસ હિટ રહી ન હતી. પણ તે આજે પણ સલમાન ખાન ની સારી એવી મિત્ર છે.
8.સલમાન ની સાથે જ ભાગ્ય શ્રી એ ફિલ્મ મૈને પ્યાર કિયા ની શરૂઆત કરી હતી અને તે કૂબ જ હિટ રહી હતી. તેના પછી પણ તેમણે ઘણી એવી ફિલ્મો કરી હતી પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.
9. ફિલ્મ તેરે નામ માં સલમાન ખાન ની હિરોઈન બનવાનો મૌકો ભૂમિકા ચાવલા ને મળ્યો હતો. તેના પછી તેમણે અભષેક બચ્ચન, અક્ષય કુમાર જેવા સિતારાઓ સાથે પણ કામ કર્યું પણ તેને કઈ ખાસ લોકપ્રિયતા મળી ન હતી. તેમણે છેલ્લી વાર વર્ષ 2007 માં એક ફિલ્મ માં કામ કર્યું હતું.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here