આ 8 બોલીવુડ અભિનેત્રીઓ પાસે છે સૌથી મોંઘી એન્ગેજમેંટ રીંગ, કિંમત જાણીને રહી જાશો હેરાન…

0

બોલીવુડના સિતારાઓની પર્શનલ લાઈફ સાથે જોડાયેલી વાતોને જાણવા માટે લોકો ખુબ દિલચસ્પી રાખતા હોય છે. કોનું કોની સાથે અફેઈર છે, કોનું બ્રેકઅપ થઇ ગયું છે, કોણ લગ્ન કરવા જઈ રહ્યું છે અને કઈ હિરોઈને પોતાના લગ્નમાં કેટલા ભાવનો ડ્રેસ પહેર્યો છે, વગેરે જેવી વાતો જાણવા માટે લોકો ખુબ ઉત્સુક રહેતા હોય છે. જો કે બોલીવુડ સેલીબ્રીટી પણ એજ ઇચ્છતા હોય છે કે તેઓ લોકોની વચ્ચે હંમેશા જ ચર્ચિત રહે, ત્યારે જ તો તેમની વેલ્યુ વધતી હોય છે. કદાચ આ કારણને લીધે જ બોલીવુડ અભિનેત્રીઓ પોતાની એન્ગેજમેંટ રીગ શો કરતી હોય છે. અને કેમ ન કરે, તેઓની રીંગ કાઈ જેવી તેવી તો હોતી નથી, તેમની કિંમત એટલી વધુ હોય છે કે તેનાથી તમે એક ઘર ખરીદી શકો છો. આવો તો જાણીએ….

1. અનુષ્કા શર્મા:ટીમ ઇન્ડીયાના કપ્તાન વિરાટ કોહલીની દુલ્હનિયા બની ચુકેલી અનુષ્કા ખુબ લકી છે, કેમ કે તેમને વિરાટ જેવો પતિ મળ્યો છે. કેમ કે અનુષ્કા માટે સગાઈ રીગ સિલેક્ટ કરવામાં વિરાટને 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. અને કહેવામાં આવે છે કે તેની કિંમત 1 કરોડ રૂપિયા છે.

2. અસીન થોટ્ટમકલ:

અસીનનાં લગ્નની રીંગ ખાસ તેમના પતિ રાહુલે બનાવળાવી હતી. એક રીપોર્ટનાં આધારે તેમની કિંમત 6 કરોડ રૂપિયા છે. આ રીંગ 20 કૈરેટ સોલીટેયર થી ડીઝાઈન કરવામાં આવી હતી અને તેના પર અસીન અને રાહુલનાં નામનો પહેલો અક્ષર પણ લખેલો છે.

3. રાની મુખર્જી:

રાની અને આદિત્ય ચોપડાએ ક્યારેય પણ પોતાના રિશ્તાનો ખુલાસો કર્યો ન હતો અને ચુપચાપ ઇટલીમાં જઈને લગ્ન કરી લીધા હતા. પણ રાની ઘણીવાર પોતાની સુંદર રીંગ શો કરતી નજરમાં આવી છે. જો કે, તેની કિંમત વિશેની કોઈ જાણ નથી, પણ તેને જોઇને કહી શકાય છે કે તેની કિંમત કરોડોમાં હશે.

4. જેનેલિયા ડીસુજા:

જેનેલિયા ડીસુજા અને રીતેશ દેશમુખ બોલીવુડના ક્યુટ કપલ્સ માના એક છે. 8 વર્ષનાં રીલેશનશીપ બાદ બંનેએ 2012 માં લગ્ન કરી લીધા હતા. જેનેલિયા પણ પોતાની સુંદર અને આકર્ષક રીંગને ખુબ શાન સાથે લોકોને દેખાડતી નજરમાં આવી છે.

5. ઐશ્વર્યા રાઈ બચ્ચન:

બોલીવુડની સૌથી સુંદર હિરોઈન ઐશ્વર્યાએ જ્યારે અભિષેક સાથે લગ્ન કર્યા ત્યારે ન જાણે કેટલા દિલ તૂટ્યા હતા. એશ-અભિના લગ્ન ખુબ શાનદાર રીતે થઇ હતી. અભિષેકે ઐશને 53 કૈરેટ સોલીટેયરની રીંગ આપી હતી જેની કિંમત રીપોર્ટના આધારે 50 લાખ છે.

6. શિલ્પા શેટ્ટી:

લંડન બેસ્ટ બીઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરનાર શિલ્પા શેટ્ટી વધતી ઉંમરની સાથે-સાથે વધુ સુંદર અને ફીટ થતી જાય છે. શિલ્પા અને રાજ કુન્દ્રાનાં લગ્ન પણ શાનદાર રીતે થયા હતા. જાણકારી આધારે રાજને શિલ્પાને 20 કૈરેટ સોલીટેયર વાળી રીંગ આપી હતી. જેની કિંમત 2 કરોડ રૂપિયા છે.

7. લારા દત્તા:

ટેનીસ પ્લેયર મહેશ ભૂપતિએ એક્સ મિસ યુનિવર્સ લારા દત્તાને ન્યુયોર્કમાં એક કૈડલ લાઈટ ડીનર પર પ્રપોઝ કર્યું હતું. લારાની સગાઈ રીંગમાં ઘણા મોટા અને ખુબ સુંદર કીમતી હીરા લાગેલા છે. એક વાર લારાએ એ પણ કહ્યું હતું કે તે તેમની સૌથી ફેવરીટ જ્વેલરી છે.

8. કરીના કપૂર:

પટૌદી ખાનદાનની વહુ કરીનાએ સૈફ અલી ખાન સાથે 2012 માં લગ્ન કર્યા હતા. સૈફે કરીનાને 5 કૈરેટ પ્લેટીનમ બેંડ સોલીટેયર રીંગ આપી હતી. ઘણા મૌકા પર કરીના પોતાની આ સ્પેશીયલ રીંગ શો કરતી જોવામાં આવી હતી. બેબોના હાથમાં આ રીંગ ખુબ સુંદર લાગી રહી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!