આ 7 સંકેત, જે બતાવે છે કે તમારી ત્રીજી આંખ ખુલી રહી છે, જાણો વિગત….

0

ત્રીજી આંખ જેને 7મુ ચક્ર પણ કહેવામાં આવે છે, આપણને સીધા જ આધ્યાત્મિક કેન્દ્ર સાથે જોડે છે અને તે આકાશીય અભિલેખો સુધી પહોંચવા માટેની પણ ક્ષમતા રાખે છે. ત્રીજી આંખના ખૂલવાથી આપણને આસપાસ થઇ રહી ચીજોની જાણકારી મળે છે. આ જ્ઞાન, અંતરજ્ઞાન, માનસિક સ્થિતિ, ઉચ્ચ ચેતના અને ટેલીપૈથી નિયંત્રિત કરે છે. પૂરી રીતે ખુલેલી ત્રીજી આંખ તમને અને પ્રકૃતિના વચ્ચે સંબંધનો અનુભવ કરાવે છે. આ અમુક લક્ષણો છે જો બતાવે છે કે તમારી ત્રીજી આંખ ખુલી રહી છે.

1. અઈબ્રોમાં બદલાવ:

જ્યારે તમારી ત્રીજી આંખ ખુલી રહી છે તો, તમારા માથાની વચ્ચે એટલે કે બન્ને આઇબ્રોથી થોડા ઉપરના એરીયામાં તમને દબાવ મહેસુસ થાય છે. આ સંકેત છે કે તમારી પીનીયલ ગ્રંથી ઉર્જાવાન રૂપથી વધી રહી છે.

2. સચેત રહીને ખાવું:

જ્યારે તમારી ત્રીજી આંખ ખુલી જાય છે, ત્યારે તમે સમજતા હશો કે આ બધું એક ઉર્જા છે. તમને સમજમાં આવશે કે ફૂડ એટલે કે ખોરાક વાઈબ્રેશન ઇન્ફોર્મેશન છે. તમે કઈક એવો ખોરાક શરુ કરી દેશો કે જે પહેલા ખાતા ન હતા અને આગળના અમુક સમયથી જ ખાઈ રહ્યા છો, તેને છોડી દેશો. કેમ કે હવે ખબર પડી ગઈ છે કે શું આસાનીથી તમને હજમ થઇ જાય છે અને પોતાના શરીર માટે જરૂરી ઉર્જાને લઈને સતર્ક થઇ ચુક્યા છો.

3. દ્રષ્ટીકોણ બદલવું:

તમારી ત્રીજી આંખ ખુલી રહી છે, તેનો એક સંકેત એ પણ છે કે તમે તમારી આસપાસની વસ્તુઓને એકદમ અલગ અને નવા દ્રષ્ટીકોણથી જોવા લાગ્યા છો. આ ચક્ર તમને દરેક ચીજોમાં સમાનતા જોવાની ક્ષમતા આપે છે. તમે ઉચ્ચ ચેતનાના સ્તર પર પહોંચી જાઓ છો, જ્યાં આપણામાં અને બીજાઓમાં કોઈ અંતર નથી કરતા. તમે ખુદને સુક્ષ્મ ચેતનાની સાથે ઓળખી શકશો અને તમે ખુદને દરેક વસ્તુના રૂપમાં અનુભવ કરશો.

4. વિચારવાની ક્ષમતા બદલાઈ જાય છે:

જયારે તમારી ત્રીજી આંખ ખુલે છે તો તમે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારા મસ્તિષ્કનો પણ વિકાસ થાય છે. જ્યારે તમે એક નવી દુનિયાને મળો છો, ત્યારે તમને જલદી જ એ અનુભવ થાશે જે પહેલા તમે જે રીતે વિચારતા હતા તે બધું સાચું ન હતું. તમે કઈક અલગ જ રીતે વિચારવા લાગશો. તમે ગંભીર વસ્તુઓને પણ આસાનીથી સમજી લેશો. તમે શાંત રહેશો, કેમ કે તમને જાણ છે કે પૂરી દુનીયા તમારા માટે જ છે. તમે તમારી આસપાસની ચીજો પર અંધવિશ્વાસને બદલે તેના વિશેના સવાલો કરવાના શરુ કરી દેશો.

5. તમે સવેન્દનશીલ થઇ જાશો:

ત્રીજી આંખ ખુલવાનો એક બીજો સંકેત એ પણ છે કે તમે અવાજ અને પ્રકાશના પ્રતિ ખુબ સવેન્દનશીલ થઇ જાઓ છો. તમે ખાસ પ્રકારની અવાજ અને ટોનને લઈને ખુબ સંવેન્દનશીલ બની જાઓ છો.

6. માથામાં દર્દ:

જ્યારે તમારી ત્રીજી આંખ ખુલી રહી છે તો તમને તમારા મસ્તક પર દબાવ મહેસુસ થવા લાગશે, જો કે તેમાં ચિંતાની કોઈ વાત નથી, કેમ કે બની શકે કે તમારી કુંડલીની ઉર્જા ત્રીજી આંખને બસ ખોલવા જ જઈ રહી છે.

7. સ્પષ્ટ સપના જોવા:

એ પણ એક સંકેત છે કે ત્રીજી આંખનાં ખુલતા તમને સપના પણ સ્પષ્ટ દેખાવા લાગશે. આ સપનાઓને તમે ક્યારેય ભૂલી નહિ શકો. ત્રીજી આંખ ખૂલવાથી મેલાટેશન લેવલ વધી જાય છે, જેને લીધે સપનાઓ પણ સ્પષ્ટ દેખાઈ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!