જીમમાં જાવ કે કસરત કરો તો તે દરમિયાન કરો આ 7 માંથી કોઈપણ એક જ્યુસનું સેવન થશે અઢળક ફાયદો…

0

ખૂબ જ સારી ફિટનેસ મેળવવી ઘણી મુશ્કેલ છે. તમે દરરોજ જીમ માં જઈ પોતાનો પરસેવો વહાવો છો, એ સારી વાત છે. પણ તમે જીમ સારી રીતે કરી શકો એ માટે એટલે કે ઉર્જાવાન રહેવા માટે શું કરો છો? ત્યારે ઘણા લોકો એનર્જી ડ્રિંક પિતા હોય છે. પરંતુ તમે વિચાર્યું છે કે ગલત ડ્રિંક પીવા થી તમારી બધી જ મહેનત નકામી જાય છે. આ નકામી ડ્રિંક તમારી ઉર્જા ને તો વેડફે  છે સાથે એ તમારા શરીર નો વજન પણ વધારે છે. તો આજે અમે તમને જીમ કરતી વખતે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકાર ના એનર્જી ડ્રિંક નું સેવન કરવું જોઈએ તેના વિશે જણાવી.

જીમ કરતી વખતે કેમ જરૂરી છે એનર્જી ડ્રિંક

કસરત કરતી વખતે આપનું શરીર ખૂબ વધારે પ્રમાણ માં પાણી ને ખોઈ બેસે છે. આથી આપણે કસરત કરતા સમયે 15 થી 20 મિનિટ માં 200 મિલીલીટર પ્રવાહી પદાર્થ નું સેવન કરવું જોઈએ, અને કસરત કરી લીધા પછી 250 મિલીલીટર પ્રવાહી પદાર્થ નું સેવન કરવું જોઈએ. કસરત કરતાં સમયે પાણી હંમેશા સારો વિકલ્પ રહ્યો છે, પરંતુ શરીર માં પાણી નું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવવા માટે ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક નું સેવન કરવું જરૂરી છે.

જો તમે પોતાના સામાન્ય સમય કરતાં વધારે સમય માટે વ્યાયામ કરતાં હો તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ યુક્ત ડ્રિંક પીવી.

મધુ પ્રમેદ અને જાડા લોકો એ ફળો ના રસ પીવા થી બચવું જોઈએ. કારણ કે તેમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધુ હોય છે જે શરીર ને નુકસાન પહોચાડે છે.

એનર્જી વધારવા માટે ના ઘરે બનતા એનર્જી ડ્રિક

શરીર ની ઉર્જા ને વધારવા માટે નો ઉપાય છે બેરી નું જ્યુસ

થોડોક પ્રોટીન પાઉડર, થોડું નારિયેળ નું દૂધ અને શુધ્ધ બ્લેક બેરી અથવા બ્લૂ બેરી ના રસ ની સાથે તાજો તૈયાર હર્બલ આઇસ્ડ ટી ને ભેળવી ને તેનું જ્યુસ તૈયાર કરી લો અને પછી તેને પીવો. આ જ્યુસ તમને જીમ કરતી વખતે તરત જ શક્તિ પ્રદાન કરે છે.

કસરત કરતી વખતે એનર્જી વધારવા માટે પીવો ચેરી નું જ્યુસ

થોડાક તાજા ચેરી ના જ્યુસ ને કાઢી લો અને જીમ કરતી વખતે તેને પીવો. ચેરી માં રહેલા એન્ટિ ઓક્સિડેંટ (એંથોસાયનિન, ફ્લેવોનોયડ વગેરે) જે જીમ કરતાં સમયે તમને સોજા થી બચાવશે, જેનાથી તમારી માંસપેશીઓ ઝડપ થી ઠીક થઈ જશે.

જીમ કરતી વખતે એનર્જી વધારે ગાજર નો રસ

ગાજર નો રસ જીમ માં કસરત કરતી વખતે ખોવાયેલી ઉર્જા ને ફરી થી મેળવવા માટે નો ખૂબ સારો ઉપાય છે. ગાજર નો રસ આપણાં શરીર ને વિટામિન ઈ પ્રદાન કરે છે. આ સાથે તે માંસપેશીઓ ને ઑક્સીજન નો કુશળતા પૂર્વક ઉપયોગ કરવા માં પણ મદદ કરે છે.

કસરત માટે એનર્જી ડ્રિંક છે ગ્રીન ટી

પહેલા ગ્રીન ટી બનાવી લો ત્યાર બાદ તેમાં એક મોટો ચમચો શુધ્ધ મધ ભેળવી લો પછી તેનું સેવન કરો. આ મિશ્રણ પીવા થી તે તમને જીમ માં કસરત કરતી વખતે સંપૂર્ણ ઉર્જા પ્રાપ્ત કરવા માં મદદ કરે છે. કારણ કે ગ્રીન ટી નું સેવન આપણી  સહનશક્તિ ને ખૂબ વધારે છે.

જીમ કરતી વખતે એનર્જી માટે પીવો ચોકલેટ મિલ્ક

ચોકલેટ મિલ્ક ખૂબ જ સારું એનર્જી ડ્રિંક છે. આ ઉપયોગ તમે કસરત કરતાં પહેલા પણ કરી શકો છો અને કસરત કર્યા પછી પણ ઉપયોગ કરી શકો છો. આ એનર્જી ડ્રિંક દૂધ ના પ્રોટીન થી ભરપૂર હોવાથી માંસપેશીઓ ના પ્રોટીન ને સંશ્લેષિત કરવા માં મદદ કરે છે. જેના કારણે માંસપેશીઓ નો થાક ઓછો થઈ જાય છે.

કસરત કરતી વખતે એનર્જી ડ્રિક તરીકે ખૂબ  સારી છે કૉફી

કસરત કરતાં પહેલા કૉફી ની એક સામાન્ય રાશિ (થોડીક) (5 મિલિગ્રામ પ્રતિ કિલો શરીર ના વજન થી અધિક નહીં) જેટલી પીવી. કૉફી વાસ્તવ માં તમને ખૂબ વધારે ઉર્જાવાન બનાવી અને અભ્યાસ માં કરતા સમયે પીડા ને ઓછી કરી તમારી શક્તિ ને વધારવા માં મદદ કરે છે.

કસરત કરવા માટે શરીર ની ઉર્જા વધારવા માટે ઉપાય છે –બીયર

કાર્બોહાઈડ્રેટ પ્રોટીન નો સાચો અનુપાત રાખવા સિવાય બીયર આપણાં શરીર ને ખૂબ જ ઝડપ થી હાઈડ્રેટ કરે છે. આ ઉપરાંત કસરત કરવા થી થતાં દર્દ ને પણ ઓછું કરવા માં મદદ કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here