આ 7 માંથી કોઇ 1 તમારી પાસે હશે, તો રૂપિયાથી ખચોખચ ભરેલું રહેશે પર્સ – ખુબ જ ફાયદાકારક માહિતી વાંચો અહી ક્લિક કરીને

જ્યોતિષ પ્રમાણે પર્સમાં જો કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી બરકત વધે છે સાથ જ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે અને જો પર્સ માં કેટલીક એવી વસ્તુઓ રાખવામાં આવે જેનાથી નેગેટિવ એનર્જી આવતી હોય તો તેનાથી નુકસાન ઊઠાવવું પડે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ પર્સમાં શું રાખવું જોઈએ અને શા માટે. પર્સમાં શું રાખવું જોઈએ તેની જાણકારી આ પ્રમાણે છે….

માતા લક્ષ્મીની તસવીરઃ-

જો તમે તમારા પર્સમાં માતા લક્ષ્મીનો નાનો ફોટો રાખો છો તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી બરકત બની રહે છે અને પર્સ ક્યારેય ખાલી નથી રહેતું. પરું એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જેવો માતાનો ફોટો ફાટે કે તૂટે તો તરત જ તેની જગ્યાએ બીજો ફોટો લગાવી દેવો જોઈએ. તૂટેલો ફોટો પર્સમાં ન રાખવો. તૂટેલા ફોટાને નદીમાં પધારાવી દેવો જોઈએ. કારણ કે તૂટેલી વસ્તુ નકારાત્મકતાને આકર્ષે છે અને નિર્ધનતા આવે છે.

પીપળાનું અભિમંત્રિત પાનુઃ-

તમે પોતાના પર્સમાં પીપળાને અભિમંત્રિત પાન પણ રાખી શકો છો. ધર્મગ્રંથો પ્રમાણે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેનું પાન પર્સમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે.

પીપળાના પાનને અભિમંત્રિત કરવા માટે કોઈ શુભ મૂહુર્ત જોઈને પીપળાના ઝાડનું એક પાન તોડી લાવો. આ પાનને ગંગાજળથી ધઓઈને પવિત્ર કરી લો. હવે તેની ઉપર કેસરથી શ્રીં લખો અને તેને પોતાના પર્સમાં એ રીતે રાખો કે તે તેની ઉપર કોઈની નજર ન જાય.

શ્રીયંત્રઃ-

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારા પર્સમાં નાના આકારનું શ્રીયંત્ર પણ રાખી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીયંત્રને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ શ્રીયંત્રની મહિમા અનેક ધર્મ ગ્રંથોમાં બતાવવામાં આવી છે. પર્સમાં રાખતા પહેલા તેનું વિધિ-વિધાન પૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ.

શ્રીયંત્રની જેમાં જ લક્ષ્મી યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર પણ ખૂબ જ શુભ ફળ આપનાર માનવામાં આવ્યું છે. જો શ્રીયંત્ર ન હોય તો તેમાંથી એક નાના આકારનું યંત્ર પણ તમે પોતાના પર્સમાં રાખી શકો છો. આ યંત્ર સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારું તથા જીવનમાં ઉન્નતિ પ્રદાન કરનારું માનવામાં આવ્યું છે.

ગુરુની તસવીરઃ-

ઘણા લોકો એવા હોય છે જે પોતાના ગુરુને ખૂબ જ માને છે. આ ગુરુ આધ્યાત્મિક કે ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોઈ શકે છે. તમ પોતાના પર્સમાં પોતાના ગુરુની નાનકડી તસવીર પણ રાખી શકો છો. ગુરુની તસવીર પર્સમાં રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ તમારા જીવન ઉપર પડશે.

ગુરુની તસવીર પર્સમાં હોય તો તમે વિકટ પરિસ્થિતિમાં પણ રાહત અને આધ્યાત્મિક શાંતિ મહેસૂસ કરી શકશો. ગુરુની તસવીર પર્સમાં રાખવાથી તમને ધન સંબંધિત પરેશાનીઓ નહીં આવે.

ચોખાની પડીકીઃ-

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત અનાજ માનવામાં આવે છે. જીનનમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો કારક શુક્ર ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ પૂજા દરમિયાન દેવી-દેવતાઓને તિલક કર્યા પછી ચોખા જરૂર ચઢાવવામાં આવે છે. લક્ષ્મ પૂજા દરમિયાન પણ ચોખાનું વિશેષ મહત્વ હોય છે.
માતા લક્ષ્મીને ચઢાવવામાં આવેલ ચોખામાં કેટલાક દાણા એક કાગળની પડીકી બનાવીને રાખી દો. હવે આ કાગળની પડીકી તમારા પર્સમાં રાખી દો. તેનાથી તમારી ઉપર શુક્ર ગ્રહ તથા માતા લક્ષ્મી સાથે સંબંધિત અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગશે.

માતા લક્ષ્મી સાથે સંબંધિત અન્ય વસ્તુઓઃ-

તમે પોતાના પર્સમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત અન્ય વસ્તુઓ જેવી કે ગોમતીચક્ર, સમુદ્ર કોડી, કમળગટ્ટા, ચાંદીનો સિક્કો વગેરે પણ રાખી શકો છો. આ પણ વસ્તુઓ માતા લક્ષ્મીને અતિપ્રિય હોય છે. તેમાંથી કોઈપણ વસ્તુ પર્સમાં રાખતા પહેલા થોડીવાર માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. ત્યારબાદ તેને પૂરી શ્રદ્ધાથી પોતાના પર્સમાં રાખી દો.

તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવવા લાગશે અને ધન સંબંધિત મામલાઓ પણ સુધરતા જશે. પર્સમાં રાખ્યા પચી જ્યારે પણ આ વસ્તુઓ ખંડિત થઈ જાય તો તેને તરત જ બદલી દેવી જોઈએ તથા બીજી વસ્તુ ફરીથી માતા લક્ષ્મીને અર્પિત કર્યા પછી પર્સમાં રાખી દો.

આવી વસ્તુઓ પર્સમાં રાખતા બચવું-

વાસ્તુ પ્રમાણે જે વસ્તુઓ નકારાત્મક ઊર્જાને વધારે છે તેને પર્સમાં ન રાખવા જોઈએ. પર્સમાં કોઈપણ પ્રકારના બીલ, કાગળો, ચાવીઓ, દવાઓ, ઉધારની લેન-દેન સાથે સંબંધિત દસ્તાવેજો વગેરે ન રાખવા જોઈએ. આ બધી વસ્તુઓ નકારાત્મક ઊર્જાને બળ પ્રદાન કરે છે. પર્સમાં સકારાત્મક ઊર્જા વધારનારી વસ્તુઓ જેવા કે ભગવાનના ફોટો, કોઈ યંત્ર વગેરે રાખી શકાય છે. આજકાલ ઘણા લોકો એટીએમ કાર્ડ પણ પર્સમાં જ રાખે છે, આ પણ આપણે પર્સમાં જ રાખીએ છીએ. પરંતુ જ્યાં સુધી શક્ય હોય તો પર્સમાં માત્ર રૂપિયા જ રાખવા જોઈએ. અન્ય વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે પર્સમાં નોટ અને સિક્કા અલગ-અલગ રાખવા જોઈએ.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!