ઘરમાં છૂપાયેલાં મચ્છરોથી આ 6 વસ્તુઓ આપશે છૂટકારો!!

0

મચ્છરનું કરડવું કેટલું ખતરનાક થઈ શકે છે. એ તો તમે બધા જાણો જ છો. એ કોઈ બતાવવાની કે કહેવાની વાત નથી. ઘરમાં ઓલઆઉટ લગાવવા છ્તાં મચ્છર જતાં જ નથી.  સાચું ને ? તો હવે પરેશાન થવાની કોઈ જ જરૂર નથી. એના પણ સાવ સસ્તાને સરળ રસ્તાઓ છે જ . બજારમાં મળતા મચ્છર દૂર કરવાની કેમિકલયુક્ત વસ્તુઓ પણ વ્યક્તિના શરીર માટે હાનિકારક છે.

પરંતુ તમે એ નથી જાણતા કે મચ્છરોના ત્રાસથી બચવા માટે ઘણા બધા ઘરેલુ  ઉપાયો છે જ. આ બધી જ વસ્તુઓ તમારા રસોડામાંથી, પૂજાઘરમાંથી ને બગીચામાંથી આરામથી મળી રહેશે. તો ચાલો ઘર વપરાશની વસ્તુઓમાંથી જ મેળવીએ મચ્છરોના ત્રાસમાંથી છૂટકારો.

લસણ

લસણની વાસ મચ્છરને પસંદ નથી. લસણની વાસથી મચ્છર દૂર ભાગે છે. એટ્લે લસણને પીસીને પછી એને પાણીમાં ઉકાળીને જ્યાં મચ્છર હોય ત્યાં સ્પ્રે કરો. થોડી જ વારમાં બધા મચ્છર ગાયબ. કોઈને પણ લસણની વાસથી પરેશાની ન થતી હોય તો લસણના પાણીનો સ્પ્રે પોતાના શરીએ પર પણ સ્પ્રેડ કરી શકે છે.

લીંબુ :

એક લીંબુ લઈ એના કાપા કરો ને એમાં ચારથી પાંચ ઊભા મૂકી દો. ને આ લીંબુ તમારા બેડ પાસે રાખી દો. આખી રાતમાં એક મચ્છર તમારી કે તમારા બેડની આસપાસ નહી ફરકે.

તુલસી :

રાત્રે સૂતી વખતે રૂમમાં તુલસીના પાન તોડીને એક વાટકીમાં બારી પાસે કે બારણાં પાસે મૂકી દેશો એટ્લે બારી કે બારણાં પાસેથી મચ્છર આવતા અટકી જશે ને તમને પણ મચ્છરોનાં ત્રાસમાંથી મુક્તિ થશે.

એ ઉપરાંત તુલસીના પાનનો રસ અને સોયાબીનનું તેલ મિક્સ કરીને શરીર પર લગાવી દેવાથી એક પણ મચ્છર તમને કરડશે નહી.

કપૂર :

રૂમમાં કછુઆ છાપ અગરબતીની જગ્યાએ કપૂર કેરોસીનમાં મિક્સ કરીને સળગાવો અથવા કપૂરને કેરોસીનવાળું કરી સળગાવો ને પછી રૂમને 15 થી 20 મિનિટ સુધી બંધ કરી દો. આમ કરવાથી રૂમમાં મચ્છરનું નામો નિશાન નહી રહે અને ઘર પણ કપૂરથી સુગંધિત થઈ ઉઠશે.

લીમડો :

લીમડાથી મચ્છરને તો ભગાડી શકાય છે. એ તો તમે જાણો જ છોં. લીમડાના ધુમાડાથી એક અઠવાડીયા સુધી મચ્છર ઘરમાં નથી આવી શકતા. એ ઉપરાંત જો તમે ખાલી કડવા લીમડાની ડાળી તોડીને ખાલી રૂમમાં લટકાવી દો. બધા મચ્છર ગાયબ થઈ જશે.

આ ઉપરાંત લીમડાનાં તેલમાં નાળિયેર તેલનું સરખું મિક્સ કરી શરીર પર લગાવો. તેનાથી આઠ કલાક સુધી મચ્છર તમારી આસપાસ પણ નહી ફરકે.

સંતરાની છાલ :

સંતરાની છાલને સૂકવીને એનો ગરમા ધુમાડો કરવાથી એક પણ મચ્છર ઘરમાં ટકતું નથી.

ગલગોટાના ફૂલ :

ફળિયામાં ગલગોટાનો છોડ વાવી દો. એના ફૂલોની સુગંધ ઘરમાં મચ્છરને આવતા અટકાવે છે. અને ફળિયામાં ખીલેલા ફૂલો જોઈ ઘરની રોનક પણ વધી જશે.

સ્વાસ્થ્યને લગતી ને બીજી ઘણી બધી જીવન ઉપયોગી ઘરેલુ ટિપ્સ વાંચો રોજ ફક્ત અમારા પેજ પર. 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here