આવા 6 કારણોથી થાય છે કિડનીમાં પથરીની સમસ્યા, બચવા કરજો આ 6 ઉપાય

આ 6 કારણોથી તમને પણ થઈ શકે છે કિડનીમાં પથરી, બચવા અપનાવો 6 ટિપ્સ

શરીરની બહારની સ્વચ્છતા આપણા હાથમાં છે પણ શરીરની અંદરની સ્વચ્છતા કિડની જાળવે છે. તે શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખવાનું અગત્યનું કામ કરે છે. કિડની શરીરનું બહુ જ અગત્યનું અંગ છે. પણ ઘણાં લોકોને આજકાલ કિડનીમાં સ્ટોનની પ્રોબ્લેમ થાય છે. કિડની સ્ટોન એટલે કે પથરી યૂરિન સિસ્ટમની એક બીમારી છે. આ બોડીમાં પાણીની કમી અથવા કેલ્શિયમની કમીને કારણે થાય છે. કિડની સ્ટોન ધીરે-ધીરે બને છે. જ્યારે સ્ટોનનો આકાર વધવા લાદે છે ત્યારે કિડની અને યૂરિનરી સિસ્ટમમાં તેની મૂવમેન્ટ થવા પર બહુ જ દર્દ, વારંવાર ઊલટી આવવી જેવી પરેશાનીઓ થાય છે. જેથી આજે અમે તમને કિડની સ્ટોન થવા પાછળના 6 કારણો અને તેનાથી બચવાના 6 ઉપાય જાણાવીશું.

કિડનીને સ્વસ્થ રાખવા અને કિડની સ્ટોનથી બચવા ધ્યાન રાખો આટલું

ખૂબ જ પાણી પીવું, ફ્રૂટ્સ વધુ પ્રમાણમાં ખાવાં, મીઠું ઓછું ખાવું, સોફ્ટ ડ્રિંક્સ ઓછાં પીવાં, નોનવેજ મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ. જ્યારે સ્ટોનની સમસ્યા હોય ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ડાયાબિટીસ, બીપીને કન્ટ્રોલમાં રાખવાં, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, શરીરમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની અવગણના ન કરવી. નિયમિત કસરત કરવી, સ્વસ્થ રહેવું.

1. વધુ મીઠું:  વધુ મીઠું અથવા સોલ્ટી ફૂડ ખાવાથી કિડનીમાં કેલ્શિયમનું લેવલ વધે છે. તેનાથી કીડની ફંક્શન પર વધુ અસર પડે છે. અને કીડની સ્ટોનનો પ્રોબ્લેમ થાય છે.


2. પાણીની કમી: બોડીમાં પાણી કમી થવા પર કીડની સ્ટોનનો પ્રોબ્લેમ થઇ શકે છે. ગરમ જગ્યાએ રહેનારા લોકોને પરસેવો વધુ થાય છે માટે આવા લોકોને કીડની સ્ટોનનો ખતરો વધુ રહે છે.
3. ખોટી ડાયેટ: રોજની ડાયેટમાં જરુરથી વધુ પ્રોટીન અથવા શ્યુગર લેવાથી કીડની સ્ટોનો ખતરો રહે છે.


4. વધુ વજન: વજન વધુ હોવાથી અથવા ટમી ફેટ વધુ હોવા પર કીડની સ્ટોનનો ખતરો વધુ થાય છે.
5. ફેમીલી હિસ્ટ્રી: જો ફેમિલીમાં લોકોને કીડની સ્ટોનનો પ્રોબ્લેમ હોય તો તમને પણ તેનો ખતરો થઇ શકે છે. સાથે જ પહેલેથી જ સ્ટોન હોયતો તેની સંખ્યા વધવાનો પણ ખતરો રહી શકે છે.
6. ડાઈજેશન ડીસીઝ: ઇન્ફ્લામેટરી બોવલ ડીસીજ, ડાયેરિયા જેવી પ્રોબ્લેમ્સ થવી અથવા ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી કરાવવા પર બોડીની ડાઈજેક્શન પર અસર પણ પડે છે. એવામાં કેલ્શ્યમ અને પાણી યોગ્ય રીતે એબ્સોર્પ્સ થતું નથી અને કીડની સ્ટોનનો ખતરો વધે છે.

કીડની સ્ટોનથી બચવા માટેના ઉપાયો:

1. ખુબ પાણી પીવો: દિવસમાં ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવો. જેથી બોડીમાં પાણીની કમી ન થાય. જો યુરીન પીળું આવે તો સમજી જવું કે તમારે પાણી પીવાની જરૂર છે.
2. કેલ્શ્યમ ડાયેટ: ડાયેટમાં દુધ અને દૂધમાંથી બનેલી વસ્તુ વધુ ખાઓ. તેનાથી સ્ટોનનો ભય દુર રહે છે.
3. મીઠું ઓછું ખાઓ: અથાણું, પાપડ, ચિપ્સ જેવી સોલ્ટી ફૂડ લીમીટમાં ખાઓ. તેમાં વધુ પ્રમાણમાં મીઠું હોય છે. સાથે જ ઉપરથી મીઠું નાખીને ખાવાનું ટાળો.
4. મેગ્નેશિયમવાળા ફૂડ: મેગ્નેશિયમવાળા ફૂડ ઓછી માત્રામાં ખાવા કીડની સ્ટોનથી બચાવી શકે છે.
5. એકસરસાઈઝ કરો: રોજ ઓછામાં ઓછી 3 મિનીટ એકસરસાઈઝ અથવા વોક કરો. તેનાથી વજન અને બીપી કંટ્રોલમાં રહેશે. જેનાથી કીડની સ્ટોનનો ખતરો ટળે છે.
6. ખાંડ ઓછી ખાઓ: બોડીમાં શ્યુગરની માત્રા વધવા પર કેલ્શ્યમ અને મેગ્નેશિયમ એબ્સોર્પ્શન યોગ્ય તીતે થતું નથી. તેનાથી કીડની સ્ટોનનો ખરતો વધે છે. જેથી સ્વીટ્સ, સોડા અને નાય શ્યુગરી ફૂડસ લીમીટમાં ખાઓ.

Courtesy: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!