આ 6 ફેમસ બૉલીવુડ સીતારાઓના બંગલા ની કિંમત જાણીને ચક્કર ખાઈ જાશો….આર્ટિકલ વાંચો

0

એ તો બધા જાણે જ કે કે બૉલીવુડ ફિલ્મોમાં કામ કરનારા સ્ટાર્સ ના એટલા એવા ફેન્સ હોય છે કે જેની કોઈ ગણતરી નથી હોતી. તેઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખુબજ પૈસા કમાતી હોય છે સાથે જ અમુક એડ્વર્ટાઇઝ દ્વારા પણ તેઓ ખાસી એવી રકમ મેળવી લે છે. એવામાં તેઓની લાઈફ સ્ટાઇલ એકદમ લગ્ઝરીયસ તો હોવાની જ છે. આજે અમે એવા જ અમુક સુપર સ્ટાર્સ ના બંગલા વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત સાંભળીને તમે હેરાન રહી જાવાના છો. જણાવી દઈએ કે આ સ્ટાર્સ ના બંગલા કોઈ મહેલથી કમ નથી.

1. શાહરુખ ખાન:બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ના બંગલા નું નામ ‘મન્નત’ છે. મુંબઈ સ્થિત તેનો બંગલો સૌથી મોંઘા ઘરોની લિસ્ટમાં આવે છે. આ સિવાય શાહરુખ ખાન સૌથી અમીર અભિનેતાઓની લિસ્ટ માના એક માનવામાં આવે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનના આ બંગલાની કિંમત પુરા 200 કરોડ રૂપિયા છે.

2. સૈફ અલી ખાન:સૈફ અલી ખાન પટૌડી ખાનદાન થી તાલ્લુક રાખે છે. તેના ઠાઠ બાઠ ની જેમ તેઓનો બંગલો પણ ખુબ જ નવાબી છે. આ બંગલા માં તે પોતાની પત્ની કરીના અને દીકરા તૈમુર સાથે રહે છે. તમને એ જાણીને ખુબ જ હેરાની લાગશે કે સૈફ અલી ખાનના બંગલા ની કિંમત 750 કરોડ રૂપિયા છે.

3. શિલ્પા શેટ્ટી:બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસ માંની એક શિલ્પા ને ગણવામાં આવે છે. શિલ્પા ના બંગલા નું નામ ‘કિનારા’ છે જેમાં તે પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે રહે છે. શિલ્પા નો આ બંગલો સમુદ્ર ના કિનારે વસેલો છે. શિલ્પા ના આ બંગલા ની કિંમત પુરા 100 કરોડ રૂપિયા છે.

4. અક્ષય કુમાર:બોલીવુડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર જે શાનદાર એક્ટિંગ અને પરફેક્ટ કોમિક ટાઈમિંગ માટે જાણવામાં આવે છે. અક્ષય કુમાર નો બંગલો જુહુ બીચ કિનારા પર છે જ્યાં તે પોતાની પત્ની ટ્વીન્કલ ખન્ના અને બાળકોની સાથે રહે છે. અક્ષય કુમારના બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે.

5. આમિર ખાન:બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની એક્ટિંગ ના દરેક કોઈ દીવાના છે. ફિલ્મોમાંથી અઢળક પૈસા કમાયા હોવા છતાં તે બાંદ્રા ના એક સિમ્પલ બંગલા માં રહે છે. જ્યા તેની પત્ની કિરણ રાવ અને દીકરો આજાદ રહે છે. આમિર ના આ બંગલા ની કિંમત 60 કરોડ રૂપિયા છે.

6. અમિતાબ બચ્ચન:બોલીવુડના શહેંનશાહ એટલે કે અમિતાબ ના બંગલા નું  નામ ‘જલસા’ છે જે મુંબઈ ના જુહુ માં સ્થિત છે. જણાવી દઈએ કે અમિતાબ ના આ બંગલા ની કિંમત પુરા 160 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here