આ 5 વસ્તુ ખાધા બાદ ભૂલથી પણ ન કરો દૂધનું સેવન, ભુગતવા પડશે ગંભીર પરિણામ…..

0

દૂધ કેટલુ ફાયદેમંદ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. મને આજે પણ મમ્મીનો ફોન આવે ત્યારે એક વાર તો એ જરૂર સાંભળવા મળે છે કે ‘દૂધ પીધું કે નહી?’ આવી જ રીતે જીમની ડાઈટ હોય કે પછી ડોકટરની દવાઓ, તમને દૂધ પીવાની સલાહ તો મળી જ જાતી હોય છે.

જો કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ છે, પણ તેને ગમે તે સમયે પીવું હાનીકારક સાબિત થઇ શકે છે. તો આજે એવી વસ્તુઓ વિશે જાણીએ, જેના સેવન બાદ ભુલથી પણ દૂધ પીવું ન જોઈએ.

1. માછલી ખાધા પછી:

અમુક લોકોની ફેવરીટ ડીશીજમાં માછલી શામિલ હોય છે. અને મોટા ભાગે તેને ખાતા હોય છે. અને તમે પણ તેમાં શામિલ છો તો તમારે માછલી ખાધા બાદ દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ.

થઇ શકે છે આં સમસ્યા:

માછલી બાદ દૂધનું સેવન ન કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ તો નથી, પણ એવું કહેવામાં આવે છે કે મચ્છી ખાધા  પછી દૂધ પીવામાં આવે તો ફૂડ પોઈઝનીંગ, પેટ દર્દ જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. તેનાથી સ્કીન પર પણ સફેદ ડાઘ થવાની આશંકા રહે છે.

2. દહીં ખાધા બાદ:

ડોકટર કવિતાનાં અનુસાર તમારે દહીંની સાથે કે પછી દહીં ખાધા બાદ દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ.

પાચન ક્રિયા થઈ શકે છે ખરાબ:

કવિતા દેવગનનાં અનુસાર જો દૂધ અને દહીં બંને સાથે કે પછી દહીં બાદ દૂધનું સેવન કરવામાં આવે તો પાચનક્રિયા ખરાબ થઇ શકે છે. પેટ દર્દ અને ઉલ્ટી થવી જેવા લક્ષણો પણ થાય છે.

3. ખાટા ફળો ખાધા બાદ:

જો તમે લીંબુ, સંતરા, દ્રાક્ષ જેવા વિટામીન C યુક્ત ફળ ખાધા છે તો તેના બાદ ભુલથી પણ દૂધનું સેવન ન કરો.

આ સમસ્યા થાય છે:

ખાટા ફળોની સાથે દૂધનું સેવન કરવાથી ઉલ્ટી ની સમસ્યા થઇ શકે છે. ખાટા ફળો ખાધા બાદ કમ સે કમ બે કલાક બાદ દૂધનું સેવન કરવું જોઈએ.

4. તરબૂચ ખાયા બાદ:

તરબૂચ ખાધા બાદ દૂધનું સેવન હાનીકારક સાબિત થઇ શકે છે.

થઇ શકે છે આ સમસ્યા:

તરબૂચ બાદ દૂધ પીવાથી પેટમાં ગેસની સમસ્યા થઇ શકે છે.

5. અડદની દાળ બાદ:

અડદની દાળ ખાયા બાદ જો તમે દૂધનું સેવન કરવા માંગો છો તો વચ્ચે કમ સે કામ બે કલાકનું અંતર જરૂર રાખો.

થઇ શકે છે ગંભીર પરિણામ:

અડદની દાળ અને દૂધ સાથે લેવાથી પાચનક્રિયા ખરાબ થઇ શકે છે. ઉલ્ટી થવી, શરીર ભારે લાગવું, પેટ દર્દ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡