આ 5 પ્રકારના છોડથી આવે છે જીવનમાં ચમત્કારિક બદલાવ, થાય છે વાસ્તુદોષ દૂર…

0

ઘરમાં છોડ માત્ર સુંદરતા વધારતા નથી પણ વ્યક્તિના ભાવિને બદલવાની શક્તિ પણ ધરાવે છે. પુરાણોમાં વૃક્ષો અને છોડને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના જણાવ્યા મુજબ, તુલસીનો છોડ, બનાના પ્લાન્ટ અને શમી પ્લાન્ટ જો ઘરમાં વાવવામાં આવે તો તેનાથી શુભ ફળ મળે છે.

એવું માનવામાં આવે છે કે આ વૃક્ષો અને છોડમાં દેવતાઓનો વાસ છે. તેમની પૂજા કરીને વ્યક્તિ ભાગ્યનો સાથ મેળવી શકે છે. ચાલો જાણીએ કે વૃક્ષને કઈ દિશામાં વાવવાથી શુભ ફળ મળે છે.

તુલસી :

હિન્દુ ધર્મમા તુલસીના છોડની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. તે ઘરની શોભા સાથે ઘરની નકારાત્મકતાને દૂર કરે છે. વાસ્તુ અનુસાર, ઘરની પૂર્વ દિશામાં અથવા ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીના છોડને વાવવો શુભ છે. અને તેનાથી ધન લાભ પણ થાય છે.

કેળાનું ઝાડ :હિંદુ ધર્મમાં કેળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. આ પ્લાન્ટને ઘરે વાવવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેળાનું ઝાડ ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ.

સફેદ આંકડો :આ છોડધનલાભ અને અચાનક લાભો અપાવે છે. ઘરના પૂર્વ-ઉત્તર દિશામાં આ છોડને વાવવાથી એ શુભ આપે છે. આ છોડ વાવવાથી તમે તમારા દુશ્મનો ઉપર જીત મેળવી શકશો. અને જીવનસાથી સાથે પ્રેમ વધારે છે.

આંબળા :પીપળાના ઝાડની જેમ આંબળાના ઝાડમાં પણ બધા જ દેવતાઓનો વાસ રહેલો છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષને વાવવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

અશોક વૃક્ષ :અશોક વૃક્ષ દરેક પ્રકારની દોષને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે. આ વૃક્ષ ઘરની ઉત્તર દિશામાં વાવવું જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here