આ 5 ભૂલોને લીધે 40 ની ઉંમર પહેલા જ હૃદય ની બીમારીઓ નો શિકાર થઈ શકો છો તમે….

0

યુવાવસ્થામાં આપણામાંથી મોટાભાગના લોકો ને કોઈ ગંભીર બીમારીઓ નથી હોતી. એવામાં ઘણા લોકો એ વિચારી લેતા હોય છે કે તેઓ સ્વસ્થ છે અને ક્યારેય પણ બીમાર નહિ થાય. પણ 40 ની ઉંમર આવતા-આવતા જાત જાતની બીમારીઓ શરીર ને ઘેરવા લાગે છે. એવામાં મોટાભાગની બીમારીઓ યુવાવસ્થા માં કરવામાં આવેલી ભૂલોને લીધે આવતી હોય છે. ખરાબ ખાણી-પીણી અને અનિયમિત લાઈફસ્ટાઇલ ને લીધે લોકો માં હૃદય ની બીમારીઓ નો ખતરો ખુબ વધવા લાગ્યો છે.

હૃદય ની બીમારીઓમાં સૌથી સામાન્ય છે હાર્ટ અટૈક, ધમનીઓ નું સાંકડું થઇ જાવું, હાર્ટ ફેલ્યોર, હૃદય ના ધબકારા અનિયમિત થઇ જાવા, હૃદય ના વાલ્વ સાથે જોડાયેલી બીમારીઓ, કાર્ડિયાક અરેસ્ટ વગેરે.

1. પુરતી ઊંઘ ના લેવી:
અળધી અધૂરી ઊંઘ એક સામાન્ય સમસ્યા છે અને ખરાબ સ્વાસ્થ્ય નું એક કારણ પણ. રિપોર્ટ ના આધારે રાતે ભરપૂર ઊંઘ લેવામાં લોકો ની ધમનીઓ બ્લોક થવાની શંકા ઓછી હોય છે. ધમનીઓના બ્લોક થઇ જવાને લીધે હૃદય સંબંધી જોખમ વધે છે, જે લોકો પર્યાપ્ત ઊંઘ નથી લેતા, તેઓને હૃદય સંબંધી રોગ થવાનો ખતરો રહે છે.

2.વજન કંટ્રોલ ન કરવું:
તમારા વજન ને તમારી હાઈટ ના આધારે મેન્ટેન રાખવાની કોશિશ કરો. વધારે વજન એટલે કે મોટાપો પણ દિલ ની બીમારીઓનું મોટું કારણ છે. મોટાપા થી બચવા માટે ઓછા ફેટ વાળી ચીજો અને તરલ પદાર્થો નું ઓછું સેવન કરવું જોઈએ. નિયમિત વ્યાયામ અને જોગિંગ કરવાની આદત પણ તમને મોટાપાથી દૂર રાખે છે. વધતા વજનથી હૃદય ની સાથે સાથે અન્ય પણ ઘણી બીમારીઓ ની સંભાવના વધી જાય છે માટે જો તમારે સ્વસ્થ રહેવું છે તો તમારો વજન હંમેશા કંટ્રોલ માં રાખો.3. એક્સસાઈજ કરવી:
જો તમે શારીરિક રૂપ થી સક્રિય રહેશો તો હૃદય ની બીમારી નો ખતરો ઓછો થઇ જાય છે. રોજના અળધા કલાક કરવામાં આવેલું વ્યાયામ તમને સ્વાસ્થ્યમંદ રાખવાની સાથે સાથે હૃદય ની બીમારીઓને પણ દૂર રાખે છે. જો તમને વ્યાયામ માટે દરેક રોજ સમય ન મળી શકે તો ઓછામાં ઓછી 150 મિનિટ એટલે કે અઢી કલાક ની એક્સરસાઇઝ ચોક્કસ કરો. વ્યાયામ કરવાથી ઇન્સ્યુલિન ની માત્રા ઠીક થઇ જાય છે, જેનાથી ડાયાબિટીસ નો ખતરો પણ ઓછો થઇ જાય છે. સવાર-સાંજ ચાલવાની આદત પણ તમને હૃદય રોગ થી દૂર રાખે છે. તેના માટે જરૂરી છે કે સાઈકલિંગ, વોકિંગ, જોગિંગ, એક્સરસાઇઝ અને સ્વિમિંગ કરીને દરેક રોજ 500-950 ની વચ્ચે કેલેરી બર્ન કરો અથવા તો તમે તમારી પસંદ ના અનુસાર કોઇ રમત પણ રમી શકો છો.

4. બ્લડ પ્રેશર પર નજર ન રાખવી:
સ્વસ્થ જીવન માટે બ્લડ પ્રેશર નું યોગ્ય હોવું ખુબ મહત્વપૂર્ણ છે. હૃદય ની બીમારીઓ નું એક મોટું કારણ બ્લડ પ્રેશર પણ છે. બ્લડ પ્રેશર પર નજર રાખવા માટે તેને રેગ્યુલર ચેક કરતા રહેવું ખુબ જરૂરી છે. બ્લડ પ્રેશર જણાવે છે કે તમારા હૃદય ને તમારા શરીર માટે બ્લડ પંપ કરવા માટે કોઈ સમસ્યા તો થઇ રહી નથી ને. જો તમને થકાન, ઊંઘ ની ખામી અને અન્ય કોઈ સમસ્યા જોવા મળે, તો તરત જ તેની જાંચ કરાવો.

5. તણાવ માં જીવવું:
ખુદ ને તણાવ થી દૂર રાખવાની કોશિશ કરો. તણાવ ઓછું કરવા માટે તમે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો.જેટલા વધારે તણાવ મુક્ત રહેશો, તમને એટલા જ હૃદય સંબંધી બીમારીઓ નો ખતરો ઓછો રહેશે મેડિટેશન થી સહનશીલતા નું સ્તર વધે છે, તણાવ મુક્ત રહેવા માટે ડોકટરો ની સલાહ લેવી પણ જરૂરી છે. આ સિવાય તમારા રૂમ માં પણ એવો ખુશનુમા માહોલ બનાવો કે તમને તણાવ મુક્ત રહેવામાં મદદ મળી શકે.

Author: GujjuRocks Team (ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here