કરીના કપૂરનાં ઝીરો સાઈજ ફિગર જોઇને જાણે કે દરેકમાં સ્લીમ દેખાવાનો જુસ્સો લાગી ગયો છે. એવામાં બોલીવુડમાં ઘણા વર્ષોથી સ્લીમ અભિનેત્રીઓ અને જીરો સાઈજનો દૌર ચાલી રહ્યો પણ છે, જેના ચાલતા ઘણી અભિનેત્રીઓએ પોતાનું વજન ઓછુ તો કર્યું પણ અમુક એક્ટ્રેસેસ આજે પણ તેવી છે, જેઓએ પોતાની પ્લસ સાઈજનાં ચાલતા ઇન્ડસ્ટ્રીમાં પોતાનો કમાલ દેખાડ્યો છે. આ પ્લસ સાઈજ ને તેઓ કોઈ શરમ નહિ પણ તેને ખુબ જ સુંદરતાથી પોતાની સાથે કેરી કરે છે.
તો ચાલો આજે અમે તમને બોલીવુડ ની તે અભિનેત્રીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓએ સ્લીમ ટ્રીમ ફિગરનાં ચાલાતા બોલીવુડ નાં આ ચલણને તોડ્યો છે અને તેઓને પસંદ પણ કરવામાં આવી છે.
1. વિદ્યા બાલન:
વિદ્યા બાલન પ્લસ સાઈજ અભિનેત્રી માની એક છે. શરૂઆતમાં તેને આ ફિગરને લઈને ઘણી એવી આલોચના પણ જેલવી પડી હતી, પણ તેણે પોતાના અભિનયનાં બલ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી હતી. તેમણે પોતાના બોલ્ડનેસ ને લઈને સ્લીમ હિરોઈનોને પણ પાછળ છોડી દીધી હતી.
2. હુમા કુરૈશી:
‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ થી બોલીવુડમાં કદમ રાખનારી હુમા ને આજે કોણ નહિ ઓળખ્યું હોય. તેની ગણતરી પણ પ્લસ સાઈજ માં થાય છે, પણ તે તેમાં પણ ખુબ જ સુંદર લાગે છે.
3. સોનાક્ષી સિન્હા:
સોનાક્ષીને ફિલ્મ દબંગ માં સલમાન ની સાથે બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તે પ્લસ સાઈજ અભિનેત્રીઓમાંની સૌથી હીટ અભિનેત્રી છે.
4. ભૂમિ પેડનેકર:
પ્લસ સાઈજ અભિનેત્રીઓ માટે આઇકોન બનેલી ભૂમિ પેડનેકરને આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ ખુબ પસંદ કરેલી છે. ‘દમ લગા કે હઈશા’ ની વાત કરીએ કે અક્ષય કુમારની સાથે ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ માં તે પ્લસ સાઈજમાં નજરમાં આવી હતી, પણ પોતાના સફળ અભિનયનાં દમ પર તેમણે પોતાની ઓળખાણ બનાવી હતી.
5. આયશા ટાકિયા:
આયશા ટાકિયાને બોલીવુડ માં સૌથી અધિક સફળતાની સાથે વોન્ટેડ જેવી ફિલ્મોની મદદથી મળી હતી. જો કે હાલ આયશા આગળના અમુક વર્ષોથી બોલીવુડ દુનિયાથી દુર રહેવા લાગી છે. પણ પોતાની ક્યુટનેસને લઈને આ અભિનેત્રીએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.
પહેલા મોડલ્સ જીરો સાઈજ માટે દિવસ-રાત પસીનો વહાવ્યો છે, પણ હાલ આ દૌર બદલાઈ ગઈ છે. પ્લસ સઈજનો ક્રેજ હવે ભારતમાં પણ પોતાનો રોપ જમાવી રહ્યો છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
