આ 4 વસ્તુઓ ખાશો તો, 60 વર્ષે પણ નહીં આવે ઘડપણ, એક વાર ટ્રાય જરૂર કરો

0

હંમેશા જવાન રહેવું તે દરેક માણસની ઈચ્છા હોય છે. લોકો જવાની જાળવી રાખવા માટે અનેક જાતની કોસ્મેટિક્સ અને દવાનો ઉપયોગ કરે છે. ખાવા-પીવા પર ધ્યાન આપ્યા વગર કોઈ પણ જવાન રહી શકે તેવું શક્ય નથી. આ માટે હંમેશા સુંદર અને યુવાન દેખાવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

હકીકતમાં આપણા ખાન-પાનની સૌથી વધુ અસર આપણા શરીર અને ત્વચા પર પડે છે. જેથી આયુર્વેદમાં એવી ખાસ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે આરોગવાથી તમે હમેશાં જવાન અને તંદુરસ્ત રહી શકો છો. તો ચાલો આજે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવી દઈએ.

1. દહીં:

એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, 1970માં સોવિયેત સંઘના જર્જિયામાં કોઈપણ અન્ય દેશની સરખામણીમાં સો વર્ષ વધુ જીવતા હતા કારણ કે તે લોકો જમવામાં નિયમિત દહીંનું સેવન કરતા હતા. દહીંને આયુષ્ય વધારવા માટે પણ લાભકારી ગણવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે. જે ઓક્ટોપોરોસિસ સામે રક્ષણ પ્રદાન કરે છે. જેથી સારા બેક્ટેરિયાની મદદથી સ્વાસ્થ્ય તો સુધરે જ છે તે સાથે આયુષ્ય સંબંધી રોગોમાંથી પણ મુક્તિ મળે છે.

2. આમળા:

આમળાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ઓષધિ ગણવામા આવે છે. આમળા ઘણાં રોગોમાં તો લાભકારી છે જ તે સાથે શરીર માટે પણ તે એટલું જ ગુણકારી છે. વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ આરોગવાથી ઘરડાપો તમારાથી દૂર જ રહેશે. આમળાને વિટામીન સી માટે ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જેથી દરરોજ માત્ર એક આમળું ખાવાથી પણ તમારું યૌવન ખીલતું જશે. આ સાથે જ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ફળોને આરોગવાથી પણ શરીર અને ત્વચાની સુંદરતા વધે છે.

3. ઓલિવ:

લગભગ ચાળીસ વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ ઓલિવ ઓઈલ પર અભ્યાસ કર્યો અને તેમને જાણવા મળ્યુ કે, ઓલિવ ઓઈલમાં ભરપૂર માત્રામાં મોનોસેચુરેટેડ ફેટ્સ જોવા મળે છે. જે હ્યદય અને કેંસર જેવા જીવલેણ રોગોથી બચાવ કરે છે. આ સાથે જ ઓલિવ ઓઈલમાં પોલિફિનોલ્સ નામનું એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે ઘડપણને આવવા નથી દેતું.

4. દાડમ:

દાડમ સ્વરપેટી, ફેફસાં, યકૃત, હૃદય, પેટ અને આંતરડાના રોગો અત્યંત ફાયદાકારક છે. દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી-ટ્યૂમર જેવા અસરકારક તત્વો હોય છે. દાડમ વિટામીન માટે પણ એક સારો સ્ત્રોત છે.

Source: hiranaxinirasoi

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.