આ 4 તરીકાથી જામન(મેરવણ) વગર જ બનાવી ચકાય છે ઘાટું દહીં, જાણો કઈ રીતે…

0

ઘણીવાર એવું થતું હોય છે કે આપણે દહીં જમાવવવાનું વિચારતા હોઈએ છીએ પણ ઘરમાં જામન(મેરવણ) જ ના હોય. તમારી સાથે પણ કોઈવાર આવું જરૂરથી બન્યું હશે. આજે અમે અહીં તમારા માટે જામન વગર જ દહીં કેવી રીતે જમાવવું તેના વિશે ના 4 ઉપાયો લઈને આવ્યા છીએ. આ તરીકામાં દહીં તેવી જ રીતે જામ થાય છે જેવું જામન દ્વારા થાય છે. તેના માટે તમારે દૂધને હલકું એવું ગરમ કરવાનું રહેશે, પછી….1. લીલા મરચાથી દહીં જમાવો:
તેના પછી દૂધને અન્ય વાસણમાં નીકાળી લો અને તેમાં લીલું મરચું નાખી દો. મરચું પુરી રીતે દૂધમાં ડૂબે તે રીતે રહેવું જોઈએ. તેના પછી દૂધને ઢાંકીને કોઈ ગરમ જગ્યા પર 6 કલાક માટે મૂકી દો, દહીં જામી જાશે.

2. લીંબુથી દહીં જમાવો:
તેના માટે તમારે નવશેકા દૂધમાં બે ચમચી લીંબુનો રસ નાખવાનો રહેશે. તેના પછી તેને ઢાંકીને 6-7 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દો. દહીં જામ થઇ જાશે.
3. ચાંદીના સિક્કાથી:
તમારે આગળની પ્રોસેસ જ અહીં કરવાની રહેશે, અને પછી ચાંદીનો સિક્કો કે વીંટીને નાખીને 8 કલાક સુધી ગરમ જગ્ય પર મૂકી દો, આ તરીકાથી બેસ્ટ દહીં જામ થઇ જાશે.

4.લાલ મરચા:
લીલા મરચાની જેમ લાલ મરચા દ્વારા પર આવી જ રીતે દહીં જામ થઇ જશે. તેના માટે સુકેલા લાલ મરચાને 7 થી 8 કલાક માટે નવશેકા દૂધમાં ડુબાડીને રાખો, દહીં જામ થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!