આ 15 ચીજો તમે સમજતા હશો ફાલ્તું, પણ જાણો આખરે તેના હોવાનું કારણ શું છે?


બાળપણમાં આપણે નાની-નાની વાતો અને વસ્તુઓ પર ધ્યાન આપતા હતા, અને આવી વસ્તુઓને લઈને સવાલ પણ પૂછતા હતા.પણ ધીરે-ધીરે આપણે મોટા થતા ગયા તેમ-તેમ સમજણની સાથે-સાથે આપણા મનમાં ઉઠનારા સવાલો પણ ખતમ થઇ ગયા. આજે આપણી પાસે બીલુક્લ પણ સમય નથી. મોબાઈલની સાથે આપણા દિવસની શરૂઆત થાય છે અને મોબાઈલની સાથે જ ખત્મ થઇ જતી હોય છે.

આજ કારણને લીધે આપણે બધા અન્ય ચીજો પર ધ્યાન નથી આપી શકતા. આપણી આસપાસ ઘણી એવી ચીજો હોય છે જેને બધા ફાલતું માનીને ચાલતા હોય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવીજ અમુક વસ્તુઓ, જેને જાણીને તમે પણ એક પલ માટે હૈરાન રહી જાશો.

1. હેડફોન જૈકમાં રિંગ્સ:

હેડફોન જૈકમાં આવતી ત્રણ રિંગ્સ માંથી સૌથી નીચેની રીંગ લેફ્ટ ઓડિયો માટે, વચ્ચેની રીંગ રાઈટ ઓડિયો માટે અને સૌથી ઉપરની રીંગ માઈક કે ગ્રાઉન્ડ ઓડિયો માટે હોય છે.

2. ગોલ્ફ બોલ પર ખાડાઓ:

ગોલ્ફ બોલ પર ઉપસ્થિત ખાડાઓ “turbulators” ની જેમ કામ કરે છે, જેને લીધે તે હવામાં ખુબ સારી રીતે ફલો થઇ શકે છે.

3. બે ફ્લશ બટન:

ટોઇલેટના ફ્લશમાં બે બટનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નાનું બટન હાફ ફ્લશ માટે જ્યારે મોટું બટન ફૂલ ફ્લશ માટે વાપરવામાં આવે છે.

4. દારૂની બોટલનો બ્રાઉન રંગ:

મોટાભાગે દારૂની બોટલ બ્રાઉન રંગની હોય છે, કેમ કે તે રંગ સુર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે. આ કિરણો દારૂને ખરાબ કરીને તેનો ટેસ્ટ બગાડી શકે છે. માટે બ્રાઉન રંગ વપરાઈ છે.

5. જીન્સમાં નાના-નાના બટન(Studs):

જીન્સમાં લાગેલા આવા નાના-નાના બટનો પર તમારું ધ્યાન પડ્યું હોય તો જીન્સમાં લગાવવામાં આવતા આ બટન ખિસ્સાને મજબૂતી આપવા માટે હોય છે.

6. Tape Measure ના ખૂણા પર કાણું:

Tape Measureના ખૂણા પર કાણું એટલા માટે હોય છે કેમ કે તેમાં કોઈ નોકીલી વસ્તુ ફસાવીને તમે ટેપને સ્લીપ થતી બચાવી શકો છો. અને તેનાથી આસાનીથી માપ લેવામાં મદદ મળે છે.

7. વાસણના હેન્ડલમાં કાણું:

વાસણના હેન્ડલમાં કાણું એટલા માટે હોય છે કેમ કે તમે તેમાં ચમચીને ફસાવી શકો.

8. કારની છત પર Fin:

કારની છત પર લાગેલા Fin એક પ્રકરના કેસ હોય છે, જેને GPS ને ઢાંકવા માટે લગાવવામાં આવેલા છે.

9. ટ્યુબના ઢાંકણા વચ્ચે નોક:

અમુક ટ્યુબના ઢાંકણા પર નોક જોવા મળતી હોય છે. તે એટલા માટે હોય છે કેમ કે તેની મદદથી તમે નવી ટ્યુબની ફોઈલમાં છેદ કરી શકો.

10. લેપટોપના ચાર્જરમાં નાનો એવો સીલેંડર:

લેપટોપના ચાર્જરમાં મોજુદ આ નાના એવા સિલેંડરને ફેરાઈડ બીડ, ફેરાઈડ ચોક કે ફેરાઈડ સિલેંડરના નામથી પણ જાણવામાં આવે છે. આ ફેરાઈડ સીલેંડર તમારા લેપટોપને ઇલેક્ટ્રોમેગ્નેટીક નોઈજથી બચાવે છે.

11. બોબી પીનની એક સાઈડ પર જીગ-જેગ હોવું:

બોબી પીનનું એક સાઈડ જીગ-જેગ હોવું, તેનાથી તે વાળમાં સારી ફીટ રહી શકે.

12. લેપટોપના “F” અને “J” બટન પર લાઈન:

લેપટોપ ના કી બોર્ડ પર આવેલા ‘F’ અને ‘J’ બટન ઉપર આ લાઈનો પર આપણી ફિંગર્સ રાખવામાં આવતી હોય છે. જેને લીધે આપણી આંગળીઓ પોઝીશનમાં રહી શકે.

13. તાળા નીચે છેદ:

તાળાની નીચે નાનો એવો છેદ એટલા માટે હોય છે કેમ કે વરસાદમાં જો તાળામાં પાણી ઘુસી જાય તો તે છેદની મદદથી તે બહાર નીકળી શકે એન તેની મદદથી તાળાની અંદર તેલ પણ દાખલ કરી શકાય છે.

14. આઈફોનના કેમેરામાં નાનો એવો છેદ:

આઇફોનના કેમેરાની પાસે આ નાનો એવો છેદ એક માઈક્રોફોન હોય છે.

15. તાંબા અને પીતળના હેન્ડલ:

તમે જોયું હશે કે મોટાભાગે દરવાજા પર પીતળ અને તાંબાના હેન્ડલસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવું એટલા માટે કરવામાં આવતું હોય છે કેમ કે તાંબુ અને પીતળ રોગાણુંરોધી ધાતુ હોય છે. કેમ કે હેન્ડલને ઘણા લોકો ટચ કરતા હોય છે, તેમના કિટાણું ફેલાઈ ન શકે તેટલા માટે આ હેન્ડલ આ ધાતુઓના બનાવવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આ 15 ચીજો તમે સમજતા હશો ફાલ્તું, પણ જાણો આખરે તેના હોવાનું કારણ શું છે?

log in

reset password

Back to
log in
error: